Omicron-Corona Alert: કોરોના અને ઓમિક્રોનના(Omicron Variant) વધતા જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં સ્પેશિયલ ટીમ(Special Team) મોકલવામાં આવી છે. આ ટીમ ત્રણથી પાંચ દિવસ સુધી રાજ્યોમાં રહેશે અને રાજ્યના આરોગ્ય અધિકારીઓ (Health Officer) સાથે વધતા સંક્રમણ અંગે ચર્ચા-વિચારણા કરશે
ઉલ્લેખનીય છે કે, જે-તે રાજ્યોની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવામાં આ મહત્વપૂર્ણ સાબિત થશે. આ માટે દરરોજ સાંજે સાત વાગ્યે સંબંધિત રાજ્યોમાંની ટીમોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને આ વિગતોથી માહિતગાર કરવાના રહેશે. કેન્દ્રની આ વિશેષ ટીમ મહારાષ્ટ્ર સહિત એવા રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે જ્યાં ઓમિક્રોન અને કોરોનાનું સંક્રમણ વધારે છે અથવા રસીકરણની (Vaccination) ગતિ ધીમી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થાય છે.
10 રાજ્યોમાં સ્પેશિયલ ટીમ રવાના
મહારાષ્ટ્ર સહિત આ દસ રાજ્યોમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. બીજી તરફ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) કેસ પણ વધી રહ્યા છે. ઉપરાંત જે દસ રાજ્યોમાં આ વિશેષ ટીમો(Special Team) મોકલવામાં આવી છે તેમાંથી કેટલાક રાજ્યોમાં રસીકરણની ગતિ પણ ઘણી ઓછી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કારણોસર એક કેન્દ્રીય વિશેષ ટીમને આ રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે જેને કારણે વેક્સિનેશનની કામગીરીને વેગ મળે.
કેન્દ્રીય વિશેષ ટીમ આ રીતે કરશે કામ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ટીમ ખાસ કરીને મોનિટરિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગના નિયંત્રણ કામગીરી અને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવા અંગેના નિર્ણયો લેશે. આ ઉપરાંત, આ ટીમ કોવિડ પ્રોટોકોલના પાલન, હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર, મેડિકલ ઓક્સિજન, લોજિસ્ટિક્સ અને રસીની ઉપલબ્ધતાનો સ્ટોક વગેરે…પર ભાર આપશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે મહારાષ્ટ્રમાં (maharashtra) ઓમિક્રોનના 2 નવા કેસ નોંધાયા છે. આ રીતે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા 108 થી વધીને 110 પર પહોંચી ગઈ છે, જેને કારણે તંત્રની ચિંતા વધી છે.
આ પણ વાંચો : Child Vaccination: બાળકોને વેક્સિન આપવા માટે મુંબઈ સજ્જ, BMC એ તૈયાર કર્યો આ એક્શન પ્લાન
આ પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં 95 ટકા ઓમિક્રોન દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા, 60 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાયા નથી