Bipin Rawat Funeral Updates : CDS બિપિન રાવતને 17 તોપોની સલામી અપાઇ, પંચમહાભૂતોમાં વિલિન થયા વીર યોદ્ધા, અશ્રુભીની આંખે દેશે વિદાય આપી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 7:37 PM

Gen Bipin Rawat Death News Live Updates : CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું. આ દુર્ઘટના તમિલનાડુના નીલગિરિ જિલ્લાના કુન્નૂરમાં થઈ હતી. જેમાં સીડીએસ સહિત 13 લોકોના નિધન થયા હતા.

Bipin Rawat Funeral Updates : CDS બિપિન રાવતને 17 તોપોની સલામી અપાઇ, પંચમહાભૂતોમાં વિલિન થયા વીર યોદ્ધા, અશ્રુભીની આંખે દેશે વિદાય આપી
Gen Bipin Rawat

તામિલનાડુ(Tamil Nadu)માં હેલિકોપ્ટર દુર્ઘટના(Helicopter crash)માં શહીદ થયેલા ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત(Bipin Rawat) અને તેમની પત્ની મધુલિકા(Madhulika Rawat)ના શુક્રવારે બેરાર સ્ક્વેર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અશ્રુભીની આંખો સાથે બંને પુત્રીઓએ પિતા જનરલ બિપિન રાવત અને માતા મધુલિકાને મુખાગ્નિ આપ્યો હતો. રાવત દંપતિના અંતિમ સંસ્કાર પહેલા તેમની બંને પુત્રીઓએ પિંડદાન પણ કર્યું હતું. આ દરમિયાન તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી.

CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા તે પહેલા ત્રણેય સેનાના અધિકારીઓએ તેમના પાર્થિવ દેહને કાંધ આપી હતી. ત્યારબાદ તિરંગાને પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. સ્મશાનયાત્રા બાદ પાર્થિવ દેહને ઊંચકીને ચિતા પર મૂકવામાં આવ્યા હતા. CDS રાવતની બંને દીકરીઓ કૃતિકા અને તારિણીએ મળીને દિલ્હીના બેરાર સ્ક્વેર ખાતે તેમના માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

17 તોપોની સલામી આપવામાં આવી

CDS જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની બે દીકરીઓ (કૃતિકા અને તારિણી)એ તેમના માતા-પિતાને શ્રદ્ધાંજલિ આપી. તેમને અંતિમ વિદાય આપવા પરિવારના અન્ય સભ્યો પણ જોડાયા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન જનરલ બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી હતી.

જનમેદની ઉમટી હતી

CDS બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને શુક્રવારે અંતિમ વિદાય આપવામાં આવી. જનરલ બિપિન રાવતના મૃતદેહને તેમના નિવાસસ્થાનથી બેરાર સ્ક્વેર લઈ જવામાં આવ્યો હતો. અહીં સાંજે લગભગ 5 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમને 17 તોપોની સલામી આપવામાં આવી હતી. આ દરમિયાન અહીં 800 જવાનો હાજર હતા.

આ પહેલા જનરલ બિપિન રાવતના મૃતદેહને બેઝ હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના, ત્રણેય સેવાઓના વડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ આપી હતી

આ પહેલા રક્ષા પ્રધાન રાજનાથ સિંહે CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, DRDO ચીફ ડૉ. જી. સતીશ રેડ્ડીએ બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના નશ્વર અવશેષોને શ્રદ્ધાંજલિ આપી હતી.

https://www.youtube.com/watch?v=ff8XEMymUFM

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Dec 2021 05:03 PM (IST)

    CDS બિપિન રાવત પંચમહાભૂતોમાં વિલિન થયા

    CDS જનરલ બિપિન રાવતનો નશ્વર દેહ પંચમહાભૂતોમાં વિલિન થયો

  • 10 Dec 2021 05:01 PM (IST)

    CDS બિપિન રાવતને દીકરીએ મુખાગ્નિ આપી

    CDS બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતને તેમની મોટી દીકરીએ અગ્નિદાહ આપ્યો

  • 10 Dec 2021 05:00 PM (IST)

    CDS બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી

    CDS બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી

  • 10 Dec 2021 04:45 PM (IST)

    બિપિન રાવતની દીકરીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    CDS જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રી કૃતિકા અને તારિણીએ તેમના માતા-પિતાને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 04:33 PM (IST)

    ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

    ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના નશ્વર દેહને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 04:32 PM (IST)

    રાજ્ય સરકાર 50 લાખ રૂપિયા સહાય આપશે

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, રાજ્ય સરકાર શહીદના પરિવારની સાથે છે. રાજ્ય તરફથી શહીદના પરિવારને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય, એક સભ્યને સરકારી નોકરી અને એક સંસ્થાને શહીદના નામ પર રાખવામાં આવશે.

  • 10 Dec 2021 04:31 PM (IST)

    સીએમ વિંગ કમાન્ડરના પરિવારને મળ્યા

    ઉત્તર પ્રદેશના મથુરામાં સીએમ યોગી આદિત્યનાથે સ્વર્ગસ્થ વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારને મળ્યા. તેમણે કહ્યું,’જે હેલિકોપ્ટર ક્રેશ થયું તે જ હેલિકોપ્ટરમાં વિંગ કમાન્ડર હાજર હતા. હું પરિવારના તમામ સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

  • 10 Dec 2021 04:25 PM (IST)

    ઘણા દેશોના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા

    દિલ્હીમાં વિવિધ દેશોના સંરક્ષણ દળના ટોચના અધિકારીઓએ બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 04:16 PM (IST)

    રક્ષા પ્રધાન રાજનાથસિંહે CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી

    રક્ષા પ્રધાન રાજનાથસિંહે CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી. થોડી વારમાં બિપિન રાવતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

  • 10 Dec 2021 03:53 PM (IST)

    થોડીવારમાં અંતિમ સંસ્કાર

    CDS જનરલ બિપિન રાવતના મૃતદેહને બેરાર સ્ક્વેર ખાતે લાવવામાં આવ્યો. થોડીવારમાં અંતિમ સંસ્કાર થશે.

  • 10 Dec 2021 03:44 PM (IST)

    ફ્રેન્ચ રાજદૂતે બિપિન રાવતને મહાન લિડર ગણાવ્યા

    ફ્રેન્ચ રાજદૂત એમેન્યુઅલ લેનેને કહ્યું, “હું શ્રદ્ધાંજલિ આપવા માગતો હતો અને વ્યક્તિગત રીતે તેમના અંતિમ દર્શન માટે આપવા આવવા માગતો હતો કારણ કે અમે તેમને આપણા દેશને સહયોગ સાથે આગળ વધારનારા એક મહાન સૈન્ય નેતા, અસરકારક, ઉષ્માભર્યા, એક મિત્ર તરીકે જોઈએ છીએ અને તેમને યાદ કરીએ છીએ. તેમને ખરેખર યાદ કરવામાં આવશે.

  • 10 Dec 2021 03:21 PM (IST)

    બ્રિટિશ હાઈ કમિશનરે દુઃખ વ્યક્ત કર્યું

    બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે કહ્યું કે, તેઓ એવા વ્યક્તિ હતા જેમણે સંરક્ષણ ક્ષેત્રે બ્રિટન અને ભારત વચ્ચેના સંબંધોને સુધારવામાં ઘણું કામ કર્યું છે. તેમનું અવસાન મોટી ખોટ છે. અમે તેમને, તેમની પત્ની અને બ્રિટિશ હાઈ કમિશનના ઘણા નજીકના મિત્રો સહિત અકસ્માતમાં માર્યા ગયેલા અન્ય તમામને યાદ કરીએ છીએ. આ અતિ દુઃખદ છે. તેઓ એક અગ્રણી હતા કારણ કે તેમણે સંયુક્ત સંરક્ષણ અભિગમની શરૂઆત કરી હતી, જેને અમે યુકેમાં અનુસરીએ છીએ. તેમણે ભારતમાં આ અભિગમની પહેલ કરી હતી. ભારત માટે એક મહાન નેતા, એક સૈનિક અને એક સારા માનવીને ગુમાવવું ખૂબ જ દુઃખદ છે.

  • 10 Dec 2021 03:12 PM (IST)

    કોંગ્રેસ નેતા વિંગ કમાન્ડરના પરિવારને મળ્યા

    ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડા કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આગરા વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણના સંબંધીઓને મળ્યા હતા. તેમણે કહ્યું, ‘અમે આપણા દેશના બહાદુર સૈનિકોને સલામ કરીએ છીએ જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું.’

  • 10 Dec 2021 03:11 PM (IST)

    ”CDS બિપિન રાવત શ્રીલંકાના મિત્ર હતા”

    શ્રીલંકાના હાઈ કમિશનર મિલિન્ડા મોરાગોડાએ કહ્યું કે, મોટી દુર્ઘટના થઈ છે. અમારા રાષ્ટ્રપતિએ આજે ​​અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે શ્રીલંકાના સીડીએસ અને આર્મી કમાન્ડને તેમના દૂત તરીકે મોકલ્યા છે. અમને ખૂબ દુખ થયુ છે. અમારી સેનાના ઘણા વરિષ્ઠ કર્મચારીઓ તેમને સારી રીતે ઓળખે છે. તે શ્રીલંકાના મિત્ર હતા.

  • 10 Dec 2021 03:09 PM (IST)

    CDS રાવતની અંતિમ ઝલક માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા

    ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના મૃતદેહને તેમના નિવાસસ્થાનથી બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહ્યો છે. રસ્તામાં હાજર લોકોએ કહ્યું, ‘જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી બિપિનજીનું નામ રહેશે’.

  • 10 Dec 2021 02:48 PM (IST)

    અંતિમ દર્શન માટે રસ્તાઓ પર ભીડ જોવા મળી

    CDS જનરલ બિપિન રાવતની અંતિમ ઝલક માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર એકઠા થયા છે. દરેક વ્યક્તિ ભારત માતા કી જય અને વંદે માતરમ બોલી રહ્યા છે.

  • 10 Dec 2021 02:41 PM (IST)

    અંતિમ સંસ્કારમાં સૈન્ય કમાન્ડર સામેલ થશે

    ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કારમાં શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને બાંગ્લાદેશના લશ્કરી કમાન્ડર્સ પણ હાજરી આપશે.

  • 10 Dec 2021 02:29 PM (IST)

    બિપિન રાવતના પાર્થિવ દેહને સ્મશાનમાં લઈ જવામાં આવી રહ્યા છે

    ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનથી બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહ્યો છે.

  • 10 Dec 2021 02:18 PM (IST)

    કેન્દ્રીય પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ શ્રદ્ધાંજલિ આપી

    કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 02:16 PM (IST)

    ત્રણેય સેના પ્રમુખોએ શ્રદ્ધાંજલિ આપી

    આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 01:50 PM (IST)

    સેના પ્રમુખે CDS બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી

    આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 01:49 PM (IST)

    ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શ્રદ્ધાંજલિ આપી

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે CDS બિપિન રાવત અને તેમની પત્નીને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 01:46 PM (IST)

    સર્વાનંદ સોનોવાલને પણ શ્રદ્ધાંજલિ આપી

    કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને  શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 01:41 PM (IST)

    નરેન્દ્ર સિંહ તોમરએ આપી શ્રદ્ધાંજલિ

    કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ દિવંગત CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 01:40 PM (IST)

    વિદેશ મંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

    વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દિવંગત CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 01:19 PM (IST)

    રાકેશ ટિકતએ આપી શ્રદ્ધાંજલિ

    ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકટે CDSને શ્રદ્ધાંજલિ આપી હતી .

  • 10 Dec 2021 01:19 PM (IST)

    ત્રણેય સેનાના વડાઓ આવી પહોંચ્યા

    ત્રણેય સેનાના વડા સીડીએસ જનરલ બિપિન રાવતના ઘરે પહોંચી ગયા છે.

  • 10 Dec 2021 01:15 PM (IST)

    નિર્મલા સીતારમણએ શ્રદ્ધાંજલિ આપી

    કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 01:14 PM (IST)

    મુલાયમ સિંહ યાદવે શ્રદ્ધાંજલિ આપી

    ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 01:13 PM (IST)

    તપાસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી

    તમિલનાડુમાં ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસની ટીમ કુન્નૂર નજીક હેલિકોપ્ટર ક્રેશ સાઇટ પર પહોંચી હતી.

  • 10 Dec 2021 01:13 PM (IST)

    સ્મૃતિ ઈરાનીએ આપી શ્રદ્ધાંજલિ

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 01:10 PM (IST)

    ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

    લોકો અંતિમ સંસ્કારમાં ભાગ લેવા આવશે અને તેથી બેરાર સ્ક્વેર નજીક માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણી કંપની અર્ધલશ્કરી દળો અને સેનાના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દરેક જગ્યાએ પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

  • 10 Dec 2021 01:10 PM (IST)

    સાંજે 4 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

    CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર આજે લગભગ 4 વાગ્યે બેરાર સ્ક્વેર ખાતે થવાના છે. જેમાં તમામ VIP સહિત હજારો લોકોની હાજરી રહેશે.

  • 10 Dec 2021 01:09 PM (IST)

    બેરાર સ્ક્વેરમાં અંતિમ સંસ્કાર

    CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના બેરાર સ્ક્વેર ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે. બેરાર સ્ક્વેરના માર્ગ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે હોર્ડિંગ્સ પણ લગાડવામાં આવ્યા છે.

  • 10 Dec 2021 12:54 PM (IST)

    કેન્દ્રીય મંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

    કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 12:53 PM (IST)

    બિપિન રાવતને અપાશે 17 તોપની સલામી

    બિપિન રાવતને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સીડીએસને 17 તોપની સલામી આપવામાં આવી રહી છે.

  • 10 Dec 2021 12:42 PM (IST)

    ઓમ બિરલાએ અંતિમ દર્શન કર્યા

    લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ CDS જનરલ બિપિન રાવત અને તેમની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 12:35 PM (IST)

    તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે

    ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે, 8 ડિસેમ્બરના રોજ થયેલા દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણોની તપાસ કરવા IAF એ ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે. તપાસ ઝડપથી પૂર્ણ થશે અને હકીકત બહાર આવશે. ત્યાં સુધી મૃતકોની ગરિમાનું સન્માન કરવા માટે પાયાવિહોણી અટકળો ટાળી શકાય છે.

  • 10 Dec 2021 12:34 PM (IST)

    કેન્દ્રીય મંત્રીઓએ અંતિમ દર્શન કર્યા

    કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા અને પશુપતિ કુમાર પારસે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 12:25 PM (IST)

    ‘તે ખૂબ સારા પિતા હતા’

    બ્રિગેડિયર એલએસ લીડ્ડરની પત્ની ગીતિકા લીડ્ડર કહ્યું હતું કે, આપણે તેમને હસીને વિદાય આપવી જોઈએ. આયુષ્ય ઘણું લાંબુ છે, હવે જો ભગવાન આ સ્વીકારશે તો આપણે તેની સાથે જીવીશું. તે ખૂબ જ સારા પિતા હતા, પુત્રી તેમને ખૂબ જ યાદ કરશે. આ બહુ મોટું નુકસાન છે.

  • 10 Dec 2021 12:22 PM (IST)

    મારા પિતા મારા હીરો હતા

    બ્રિગેડિયર એલ. એસ લીડ્ડરની પુત્રી આશના લીડ્ડરે કહ્યું, હું 17 વર્ષની થવાની છું. મારા પિતા 17 વર્ષ મારી સાથે રહ્યા, અમે તેમની સારી યાદોને અમારી સાથે લઈ જઈશું. આ રાષ્ટ્રીય નુકસાન છે. મારા પિતા મારા શ્રેષ્ઠ મિત્ર અને મારા હીરો હતા. તે ખૂબ જ ખુશ માણસ હતા  અને મારો સૌથી મોટા  પ્રેરક હતા.

  • 10 Dec 2021 12:08 PM (IST)

    મિત્રોએ આપી શ્રદ્ધાંજલિ

    વિવિધ દેશોની સૈન્ય ટુકડીઓએ ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 12:07 PM (IST)

    બ્રિગેડિયર લીડ્ડરને ભીની આંખો સાથે વિદાય

    બ્રિગેડિયર એલએસ લીડ્ડરની પત્ની ગીતિકા લીડ્ડરે કહ્યું, આપણે તેમને હસતાં હસતાં વિદાય આપવી જોઈએ, હું એક સૈનિકની પત્ની છું. આ બહુ મોટું નુકસાન છે.

  • 10 Dec 2021 12:03 PM (IST)

    પીયૂષ ગોયલે કર્યા અંતિમ દર્શન

    કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 11:58 AM (IST)

    વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું. દેશને મોટી ખોટ

    સીડીએસ બિપિન રાવતના નિધન પર રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમનું નિધન દેશ માટે મોટી ખોટ છે. આ અમારી કમનસીબી છે કે અમે આવા સારા સૈનિકને ગુમાવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

  • 10 Dec 2021 11:57 AM (IST)

    જેપી નડ્ડાએ શ્રદ્ધાંજલિ આપી

    બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હીમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 11:57 AM (IST)

    ધાર્મિક ગુરુઓએ અંતિમ દર્શન કર્યા

    દિલ્હીમાં, ધાર્મિક નેતાઓ સીડીએસ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને અંતિમ શ્રદ્ધાંજલિ આપતી વખતે પ્આંખ ભીની થઇ ગઈ હતી.

  • 10 Dec 2021 11:48 AM (IST)

    ડીએમકેના નેતાઓએ અંતિમ દર્શન કર્યા

    ડીએમકેના નેતાઓ એ રાજા અને કનિમોઝીએ સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 11:48 AM (IST)

    અનુરાગ ઠાકુરએ આપી શ્રદ્ધાંજલિ

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 11:47 AM (IST)

    ફ્રાન્સ-ઈઝરાયેલ રાજદૂતે અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    ભારતમાં ફ્રાન્સ અને ઇઝરાયેલના રાજદૂતો, ઇમેન્યુઅલ લેનિન અને નાઓર ગિલોનએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

  • 10 Dec 2021 11:45 AM (IST)

    દિલ્હીના સીએમએ આપી શ્રદ્ધાંજલિ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 11:44 AM (IST)

    ‘સમગ્ર દેશ માટે મોટું નુકસાન’

    સીડીએસ બિપિન રાવતના નિધન પર ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ રાવતે કહ્યું, આ સમગ્ર દેશ માટે એક મોટી ખોટ છે. અમે બધા ખૂબ જ દુઃખી છીએ. તે હંમેશા સેના માટે કામ કરતો હતો. ચીનનો મામલો હોય કે પાકિસ્તાનનો મામલો હોય, હંમેશા એકબીજાનો મક્કમતાથી સામનો કર્યો. તેમને પોતાની વતન ભૂમિ પ્રત્યે પણ ખૂબ જ લગાવ હતો.

  • 10 Dec 2021 11:44 AM (IST)

    ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને આપી શ્રદ્ધાંજલિ

    ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવતે સ્વર્ગસ્થ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 11:34 AM (IST)

    ખડગે અને એન્ટોનીએ શ્રદ્ધાંજલિ આપી

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એકે એન્ટનીએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપી.

  • 10 Dec 2021 11:32 AM (IST)

    ઈઝરાયલના રાજદૂત પણ પહોંચ્યા

    સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને શ્રદ્ધાંજલિ આપવા ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલન તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

  • 10 Dec 2021 11:32 AM (IST)

    સીડીએસને શ્રદ્ધાંજલિ આપતા લોકો

    કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 11:30 AM (IST)

    દીકરીઓએ ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ

    CDS જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિણીએ તેમના માતા-પિતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 11:24 AM (IST)

    રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 11:22 AM (IST)

    અનિલ બૈજલએ આપી શ્રદ્ધાંજલિ

    દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને તેમના નિવાસસ્થાને કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 11:21 AM (IST)

    હરિયાણાના સીએમએ શોક વ્યક્ત કર્યો

    હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, દેશના બહાદુર બ્રિગેડિયર એલ.એસ. લીડ્ડરને જે રીતે અકસ્માત થયો તેનાથી દેશને મોટું નુકસાન થયું છે. તેમનું પ્રમોશન થવાનું હતું, તેઓ દેશની મોટી કમાન સંભાળવાના હતા, પરંતુ તેમણે અમને અધવચ્ચે જ છોડી દીધા. અમે આ માટે ખૂબ જ દિલગીર છીએ.

  • 10 Dec 2021 11:15 AM (IST)

    રવિશંકર પ્રસાદે આપી શ્રદ્ધાંજલિ

    બીજેપી નેતા રવિશંકર પ્રસાદે જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને તેમના નિવાસસ્થાન પર શ્રદ્ધાંજલિ આપી છે. જેમણે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.

  • 10 Dec 2021 11:13 AM (IST)

    હરીશ રાવતે શ્રદ્ધાંજલિ આપી

    કોંગ્રેસના નેતા હરીશ રાવતે જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 11:10 AM (IST)

    ગોરખા રાઈફલ્સ કરી રહ્યું છે દેખરેખ

    દિલ્હીમાં CDS રાવતનું યુનિટ 5/11 ગોરખા રાઈફલ્સ તેમના અંતિમ સંસ્કાર માટેની તમામ વ્યવસ્થાઓ જોઈ રહ્યું છે.

  • 10 Dec 2021 11:09 AM (IST)

    લોકો અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

    સીડીએસ રાવતને અંતિમ શ્રદ્ધાંજલિ આપતી વખતે વૃદ્ધ મહિલા રડવા લાગી હતી.

  • 10 Dec 2021 11:05 AM (IST)

    અમિત શાહે બિપિન રાવતના ઘરે જઈને આપી શ્રદ્ધાંજલિ

    ગૃહમંત્રી અમિત શાહે બિપિન રાવતના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, જનરલ રાવત બહાદુરી અને હિંમતના પ્રતિક હતા. તેને આટલી વહેલી તકે ગુમાવવું ખૂબ જ કમનસીબ હતું. માતૃભૂમિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા હંમેશા આપણી યાદોમાં રહેશે.

  • 10 Dec 2021 11:00 AM (IST)

    ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

    દિલ્હીમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતને નિવાસસ્થાન પર શ્રદ્ધાંજલિ આપી હતી. જેમણે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.

  • 10 Dec 2021 10:48 AM (IST)

    બ્રિગેડિયર લીડ્ડરને અંતિમ વિદાય

    દિલ્હીના બેરાર સ્ક્વેર સ્મશાનગૃહ ખાતે બ્રિગેડિયર એલ.એસ લીડ્ડરના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી રહી છે.

  • 10 Dec 2021 10:39 AM (IST)

    ગૃહમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

    દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહે જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમણે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો.

  • 10 Dec 2021 10:39 AM (IST)

    પાર્થિવ દેહને ઘરે લાવવામાં આવ્યા

    દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના પાર્થિવ દેહને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા.

  • 10 Dec 2021 10:16 AM (IST)

    પત્ની અને પુત્રીએ આપી શ્રદ્ધાંજલિ

    દિલ્હીમાં બ્રિગેડિયર એલ.એસ લીડ્ડરની પત્ની અને પુત્રીએ બેરાર સ્ક્વેરમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 10:08 AM (IST)

    રક્ષા મંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં બ્રિગેડિયર એલ.એસ. લીડ્ડરને સ્ક્વેર સ્મશાનમાં શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 10:06 AM (IST)

    સેના પ્રમુખોએ શ્રદ્ધાંજલિ અર્પી

    આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમાર અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ બ્રિગેડિયર એલ.એસ. લીડ્ડરને સ્ક્વેર સ્મશાનગૃહમાં શ્રદ્ધાંજલિ આપી હતી.

  • 10 Dec 2021 10:01 AM (IST)

    NSAએ શ્રદ્ધાંજલિ આપી

    રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દિલ્હીમાં બ્રિગેડિયર એલ.એસ.લીડ્ડરને સ્ક્વેર સ્મશાન ગૃહમાં લિડરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

  • 10 Dec 2021 09:59 AM (IST)

    હરિયાણાના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

    હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બ્રિગેડિયર એલ.એસ. લીડ્ડરને સ્ક્વેર સ્મશાન ગૃહમાં લિડરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

  • 10 Dec 2021 09:58 AM (IST)

    બ્રિગેડિયર લીડ્ડરની અંતિમયાત્રા

    દિલ્હીમાં તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બ્રિગેડિયર એલ.એસ. લીડ્ડરના મૃતદેહને બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યો હતો.

  • 10 Dec 2021 09:57 AM (IST)

    બ્રિગેડિયર લીડ્ડરના આજે અંતિમ સંસ્કાર

    બ્રિગેડિયર એલ.એસ. લીડ્ડરના મૃતદેહને બેઝ હોસ્પિટલથી શંકર વિહાર સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવી રહ્યો છે. આજે તેમના સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Published On - Dec 10,2021 9:49 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">