CDS Bipin Rawat Death: બિપિન રાવત સહીતના લોકોના પાર્થિવદેહને લવાઈ રહ્યા છે દિલ્લી, PM મોદી-રાજનાથ જશે એરપોર્ટ

|

Dec 09, 2021 | 4:28 PM

CDS જનરલ બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. આજે રક્ષા મંત્રીએ પણ આ દુર્ઘટના પર ગૃહમાં નિવેદન આપ્યું છે. CDSને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ઘણા મહાનુભાવો મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર પહોંચી રહ્યા છે.

CDS Bipin Rawat Death: બિપિન રાવત સહીતના લોકોના પાર્થિવદેહને લવાઈ રહ્યા છે દિલ્લી, PM મોદી-રાજનાથ જશે એરપોર્ટ

Follow us on

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધનથી સમગ્ર દેશ આઘાતમાં છે. દરેક જણ તેમને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. CDS જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને તેમની પત્નીના પાર્થિવ દેહ મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં (Madras Regimental Centre) રાખવામાં આવ્યા છે. અહીં તેમને સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. આ પછી તેમને એરફોર્સના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ (Super Hercules aircraft) દ્વારા દિલ્હી લાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા પ્રધાન રાજનાથસિંહ, દિલ્લી એરપોર્ટ ખાતે જશે. જ્યા તેઓ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS બિપિન રાવત, તેમના પત્નિ સહીત સૈન્ય અધિકારીઓ અને જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.

CDS બિપિન રાવતનું બુધવારે તમિલનાડુના નીલગિરિસ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. 14 લોકોમાંથી માત્ર એક જ જણનો બચાવ થયો છે. તમિલનાડુરાજ્યના મુખ્યમંત્રી સ્ટાલિન પણ અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. તેલંગાણાના ગવર્નર અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તમિલસાઈ સૌંદરેજને પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટ જવાના રસ્તે તેમના શરીર પર ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે.

સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા પ્રધાન રાજનાથસિંહ, દિલ્લી એરપોર્ટ ખાતે જશે. જ્યા તેઓ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS બિપિન રાવત, તેમના પત્નિ સહીત સૈન્ય અધિકારીઓ અને જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. આ પૂર્વે આજે લોકસભામાં રક્ષાપ્રધાન રાજનાથસિંહે હેલિકોપ્ટર દુર્ઘટનાને લઈને નિવેદન કર્યુ હતું. આવતીકાલ શુક્રવારે બિપિન રાવતને તેમના વતનમાં પૂરા સૈન્ય સન્માન સાથે અગ્નિદાહ આપવામાં આવશે.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ CDS જનરલ બિપિન રાવતના નિધનને દેશ માટે અપુરતી ખોટ ગણાવી છે. તેમણે કહ્યું કે આજે તેમના સન્માનમાં વિપક્ષના ધરણા પણ યોજવામાં આવશે નહીં.
જણાવી દઈએ કે CDS જનરલ બિપિન રાવતે પણ અહીંથી જ અભ્યાસ કર્યો હતો. તે વિશ્વની પ્રથમ સંયુક્ત દળ સેવા કોલેજ પણ છે. અહીં, લગભગ 550 લશ્કરી અધિકારીઓ તેમના અભ્યાસ દરમિયાન ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે માહિતી મેળવે છે. અહીં લગભગ 50 અધિકારીઓ અન્ય દેશોના છે.

આ પણ વાંચોઃ

Helicopter Chrash: દુર્ઘટનાના કારણ પાછળ અનેક સવાલ, ટેકનીકલ ખામીની શક્યતા ઓછી, Mi-17V5 હેલિકોપ્ટર સેનાના શ્રેષ્ઠ હેલિકોપ્ટરમાંથી એક

આ પણ વાંચોઃ

IAF chopper crash: છેલ્લી ક્ષણોએ શુ બોલ્યા હતા બિપિન રાવત, બ્લેક બોક્સમાંથી ખુલશે રહસ્ય, બહાર આવશે મહત્વની વિગતો

 

Next Article