Big News: CDS બિપન રાવતના હેલિકોપ્ટ ક્રેશ ઘટનામાં 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ, ઘટનાને લઇ સાંજે PM આવાસ પર CCSની બેઠક મળશે

|

Dec 08, 2021 | 5:17 PM

CDS બિપન રાવતના હેલિકોપ્ટ ક્રેશ ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. તમામ મૃતદેહોની ઓળખ DNA તપાસથી કરવામાં આવશે.

Big News: CDS બિપન રાવતના હેલિકોપ્ટ ક્રેશ ઘટનામાં 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ, ઘટનાને લઇ સાંજે PM આવાસ પર CCSની બેઠક મળશે
helicopter crashes

Follow us on

CDS બિપન રાવતના હેલિકોપ્ટ ક્રેશ ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 લોકોના મોતની પુષ્ટિ થઇ છે. તમામ મૃતદેહોની ઓળખ DNA તપાસથી કરવામાં આવશે.તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર Mi-17V5 ક્રેશ થયું હતું. બોર્ડમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને કેટલાક અન્ય સેના અધિકારીઓ સહિત કુલ 14 લોકો સવાર હતા. ક્રેશ થતાં જ હેલિકોપ્ટરમાં આગ લાગી અને આસપાસના વૃક્ષો પણ સળગવા લાગ્યા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી, સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા.

બીજી તરફ એવી પણ માહિતી છે કે બિપિન રાવતના પત્ની મધુલિકા રાવતના પરિવારજનોને ફોન કરીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

 

કેવી રીતે થયો હતો અકસ્માત?

ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપ્યા છે. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું માનવામાં આવે છે કે તેની પાછળ ખરાબ હવામાન પણ એક કારણ હોઈ શકે છે.

 

હેલિકોપ્ટરમાં સવાર લોકોના નામની યાદી

Published On - 5:01 pm, Wed, 8 December 21

Next Article