CBSE Class 12 Results 2021: CBSE ધોરણ 12 નું પરિણામ ટૂંક સમયમાં થશે જાહેર, પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

|

Jul 30, 2021 | 11:59 AM

CBSE બોર્ડની જાહેરાત અનુસાર ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું પરિણામ આજે બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે. પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ(Website) પર ઉપલબ્ધ થશે. આ સિવાય, digilocker.gov.in અને Digi Locker એપ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.

CBSE Class 12 Results 2021: CBSE ધોરણ 12 નું પરિણામ ટૂંક સમયમાં થશે જાહેર, પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે
CBSE Class 12 Result 2021 To Be Announced Today At 2 PM

Follow us on

New Delhi:CBSE (Central Board of Secondary Education)બોર્ડ દ્વારા આજે ધોરણ 12 નું પરિણામ આજે જાહેર કરવામાં આવશે.આજે 29 જુલાઈએ બપોરે 2 વાગ્યા સુધીમાં CBSE બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જાહેર કરવામાં આવશે.

CBSE એ કરેલી જાહેરાત અનુસાર ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું પરિણામ આજે બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે. CBSE ધોરણ 12 નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ(Website) પર ઉપલબ્ધ થશે. આ સિવાય, digilocker.gov.in અને Digi Locker એપ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.ઉલ્લેખનીય છે કે,વિદ્યાર્થીઓને તેમનું પરિણામ જોવા માટે તેમના રોલ નંબરની જરૂર રહેશે.

વિદ્યાર્થીઓને CBSEની માર્કશીટ્સ અને પ્રમાણપત્રો ડિજિલોકર (Digi locker)પ્લેટફોર્મ પરથી મળી રહેશે. વિદ્યાર્થીઓ ‘એજ્યુકેશન’ વિભાગ હેઠળ ‘CBSE’ પર ક્લિક કરીને એપ અથવા વેબસાઇટ પરથી તેમના દસ્તાવેજો ડાઉનલોડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, CBSE બોર્ડની મજુરી બાદ જ પ્રમાણપત્રોની હાર્ડ કોપી (Hard Copy)મળશે. નહિંતર, વિદ્યાર્થીઓ ડિજીલોકરથી પ્રમાણપત્રો માત્ર ડાઉનલોડ કરી શકશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

CBSE ધોરણ 12 ના પરિણામની મૂલ્યાંકન નીતિ 

CBSE ધોરણ 12 ના પરિણામ તૈયાર કરવા માટે બોર્ડ દ્વારા 13 સભ્યોની પેનલ બનાવવામાં આવી હતી.ધોરણ 12 ના પરિણામ માટે નક્કી કરાયેલી મૂલ્યાંકન નીતિ અનુસાર, ધોરણ 10ના પરિણામ અનુસાર 30 ટકા વેટેજ,ઉપરાંત ધોરણ 11 નાં પરિણામના આધારે 40 ટકા વેટેજને આધારે ધોરણ 12નું પરિણામ તૈયાર કરવામા આવ્યું છે.આપને જણાવવું રહ્યુ કે, યુનિટ ટેસ્ટ,મિડ-ટર્મ,પ્રિ-બોર્ડ પરીક્ષામાં મેળવેલા ગુણને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે

CBSE બોર્ડ દ્વારા આજે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે.જે વિદ્યાર્થીઓ આ પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.આ માટે વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ જમા કરવાનું રહેશે.

 

આ પણ વાંચો : નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત ભારતનું ભાગ્ય બદલવાનું સામર્થ્ય છે : મોદી

આ પણ વાંચો : VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Published On - 11:54 am, Fri, 30 July 21

Next Article