AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તિના 7 સ્થળો પર CBIના દરોડા, દિલ્હી-મુંબઈ સહિત અનેક શહેરોમાં તપાસ

CBI Raid on Chidambaram: CBIએ કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના (Karti Chidambaram) અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. તેમના નિવાસસ્થાન અને ઓફિસ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તિના 7 સ્થળો પર CBIના દરોડા, દિલ્હી-મુંબઈ સહિત અનેક શહેરોમાં તપાસ
CBI raids 7 places on Congress leader P Chidambaram
| Updated on: May 17, 2022 | 10:27 AM
Share

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation) દ્વારા ચાલુ કેસના સંબંધમાં કૉંગ્રેસના નેતા પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના (Karti Chidambaram) ઘણા સ્થળો (નિવાસસ્થાન અને કાર્યાલય) પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમની ઓફિસે ન્યૂઝ એજન્સી ANIને આ જાણકારી આપી છે. મળતી માહિતી મુજબ તેમના ચેન્નાઈ, દિલ્હી અને મુંબઈ સહિત નવ સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે. કાર્તિ ચિદમ્બરમ તમિલનાડુના શિવગંગાથી કોંગ્રેસના સાંસદ છે. તેમની સામે ચાલી રહેલા કેસમાં CBIએ આ કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ 2010-2014 વચ્ચે કથિત વિદેશી ભંડોળને લઈને કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે.

કાર્તિ ચિદમ્બરમ સામે અનેક મામલામાં તપાસ ચાલી રહી છે. આમાંથી એક કેસ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) સાથે પણ સંબંધિત છે. 305 કરોડનું વિદેશી ભંડોળ મેળવવા માટે INX મીડિયાને FIPBની મંજૂરી સંબંધિત ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યો છે. એક મીડિયા અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, CBIએ મંગળવારે સવારે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. જે ચેન્નાઈમાં 3, મુંબઈમાં 3, કર્ણાટકમાં 1, પંજાબમાં 1 અને ઓડિશામાં 1 સ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તે જ સમયે, CBI સૂત્રોને ટાંકીને અહેવાલમાં લખવામાં આવ્યો છે કે, કાર્તિએ સાબૂ નામના વ્યક્તિ પાસેથી કથિત રીતે 50 લાખ રૂપિયા લીધા હતા.

ચિદમ્બરમના પરિસર પર પાડ્યા દરોડા

પહેલા પણ સ્થાનો પર પડી છે રેડ

આ પહેલીવાર નથી કે જ્યારે તેમની જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હોય. અગાઉ 2019માં પણ સીબીઆઈએ વિદેશી ભંડોળ લેવા માટે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડની મંજૂરી સાથે સંબંધિત કેસમાં કાર્તિ ચિદમ્બરમના 16 સ્થળોની શોધ કરી હતી. આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા કરવામાં આવી છે. CBIની કાર્યવાહીને લઈને કાર્તિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, ‘હું ગણતરી ભૂલી ગયો છું, આવું કેટલી વાર થયું છે? રેકોર્ડ હોવો જોઈએ.

શું છે INX મીડિયા કેસ?

કેન્દ્રીય તપાસ બ્યુરોએ 15મે 2017ના રોજ મીડિયા કંપની INX મીડિયા વિરુદ્ધ FIR નોંધી હતી. મીડિયા ગ્રૂપ પર રૂપિયા 305 કરોડનું વિદેશી ભંડોળ મેળવવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરીમાં વિવિધ અનિયમિતતાઓનો આરોપ છે. તે જાણીતું છે કે વર્ષ 2007માં જ્યારે કંપનીને રોકાણ માટે મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે પી ચિદમ્બરમ નાણામંત્રી હતા.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">