AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિસોદિયાના લોકરમાં શું છે ? સીબીઆઈની ટીમ તપાસ માટે બેંકમાં પહોંચી

મનીષ સિસોદિયાએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના વિકલ્પ તરીકે ઉભરેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રગતિને રોકવા માટે, ખોટા કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે.

સિસોદિયાના લોકરમાં શું છે ? સીબીઆઈની ટીમ તપાસ માટે બેંકમાં પહોંચી
Manish Sisodiya Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 12:20 PM
Share

દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના (Manish Sisodia) બેંક લોકરની તપાસ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ની ટીમ વસુંધરા સ્થિત પંજાબ નેશનલ બેંકની સેક્ટર 4 શાખામાં પહોંચી છે. મનીષ સિસોદિયા પણ પત્ની સાથે ત્યાં પહોંચી ગયા છે. વસુંધરા, ગાઝિયાબાદના સેક્ટર 4ની પંજાબ નેશનલ બેંકની શાખામાં હાજર તેમના બેંક લોકર (Bank Locker)ની તપાસ કરવામાં આવશે. સીબીઆઈ અધિકારીઓ તેમને બેંક શાખામાં જ મળશે અને તેમની સામે બેંક લોકર ખોલશે.

જો કે, મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું કે તેમને કંઈ મળશે નહીં. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયા દિલ્લી એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં CBI FIRમાં નોંધાયેલા 15 લોકો અને સંસ્થાઓમાં સામેલ છે.

19 ઓગસ્ટે સીબીઆઈએ આ કેસમાં મનીષ સિસોદિયાના ઘર સહિત 31 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મનીષ સિસોદિયાએ ગઈકાલ સોમવારે ટ્વીટ કર્યું, ‘કાલે CBI અમારું બેંક લોકર જોવા આવશે. 19મી ઓગસ્ટે મારા ઘરે 14 કલાકના દરોડા દરમિયાન કંઈ મળ્યું ન હતું. લોકરમાં પણ કંઈ મળશે નહીં. સીબીઆઈમાં આપનું સ્વાગત છે. તપાસમાં મારો અને મારા પરિવારનો સંપૂર્ણ સહયોગ રહેશે.

કેજરીવાલ પીએમ મોદીનો વિકલ્પ હશે

મનીષ સિસોદિયાનું કહેવું છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે ઉભરી રહેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રોકવા માટે તેમના પર ખોટા કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે.

દિલ્લીના એલ.જી. ઉપર કૌંભાડનો આરોપ

વાસ્તવમાં, આમ આદમી પાર્ટી દિલ્લી એક્સાઇઝ પોલિસીના મામલે મનીષ સિસોદિયાના ઘર પર દરોડા પડ્યા બાદથી ભાજપ પર પ્રહારો કરી રહી છે. તો બીજી બાજુ પલટવાર કરતા AAPએ દિલ્લીના એલજી પર 1400 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. સોમવારે દિલ્લી વિધાનસભાના વિશેષ સત્રમાં વિશ્વાસ મત રજૂ કરતી વખતે AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે આ આરોપ લગાવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">