ગરીબ કલ્યાણ યોજના: રેશનકાર્ડ ધારકોને માર્ચ 2022 સુધી મફત અનાજ આપવાનો કેબિનેટમાં નિર્ણય લેવાયો

દેશના રેશનકાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી રાહત લંબાવવામાં આવી છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અપાતા અનાજની સીમા તારીખ 30 નવેમ્બરથી લંબાવીને હવે માર્ચ 2022 કરવામાં આવી છે.

ગરીબ કલ્યાણ યોજના: રેશનકાર્ડ ધારકોને માર્ચ 2022 સુધી મફત અનાજ આપવાનો કેબિનેટમાં નિર્ણય લેવાયો
Ration Card

કેન્દ્રીય કેબિનેટ તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. કેબિનેટ તરફથી તેને વધારવાની મંજૂરી આપવામાં આવી છે. હવે આ યોજના હેઠળ વધુ થોડા મહિના લાભાર્થીઓને મફત અનાજ મળશે.

અગાઉ 30 નવેમ્બર સુધીની જ યોજના હતી
મહામારીમાં ગરીબ વર્ગને રાહત આપવાના હેતુથી યોજના શરુ કરવામાં આવી હતી. માર્ચ 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ કોરોના મહામારીને કારણે થતા તણાવને ઓછો કરવાનો છે. શરૂઆતમાં, આ યોજના એપ્રિલ-જૂન 2020 ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી. બાદમાં તેને 30 નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી.

સબસિડીવાળા અનાજ ઉપરાંત અનાજ અપાય છે
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ ઓળખાયેલા 80 કરોડ રેશન કાર્ડધારકોને મફત અનાજ આપવામાં આવે છે. આ યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો દ્વારા મળતા સબસિડીવાળા અનાજ સિવાય પણ અનાજ મળે છે.

80 કરોડ રેશનકાર્ડ ધારકોને લાભ
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ, ભારતના લગભગ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને દર મહિને 5 કિલો વધુ અનાજ (ઘઉં-ચોખા) આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દેશના જે નાગરિકની પાસે રાશન કાર્ડ છે, તેને આ યોજના હેઠળ દર મહિને તેના ક્વોટાના રાશનની સાથે 5 કિલો વધારાનું રાશન મળી રહ્યું છે.

માત્ર રેશન કાર્ડ ધારકો માટેની યોજના
આ યોજના દેશના તમામ નાગરિકોને આપવામાં આવતી નથી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજનો લાભ એવા લોકો માટે નથી કે જેમની પાસે રેશન કાર્ડ નથી. આ યોજના રાશન કાર્ડ ધારકો સુધી મર્યાદિત છે, જેમની સંખ્યા દેશમાં 80 કરોડથી વધુ છે.

અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે કેન્દ્ર સરકાર પાસે 30 નવેમ્બર પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) દ્વારા મફત રાશનનું વિતરણ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ નિવેદન ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ આપ્યું હતું. પાંડેએ આ માટે અર્થતંત્રમાં રિકવરી અને OMSS નીતિ હેઠળ ખુલ્લા બજારમાં અનાજના સારા નિકાલને તેનું કારણ જણાવ્યુ હતુ. જો કે હવે આ યોજનાને માર્ચ 2022 સુધી લંબાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો: Covid in Germany: જર્મનીમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર!, સ્વાસ્થ્ય મંત્રીએ આપી એવી ચેતવણી કે લોકો ચોંકી ગયા

આ પણ વાંચો: તાલિબાન સામે ઈસ્લામિક સ્ટેટના 100 આતંકીઓએ કર્યું આત્મ સમર્પણ, અફઘાનિસ્તાનમાં આવશે શાંતિ ?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati