Indian Air Force દ્વારા રોમનિયાથી ભારતીયોને એરલિફ્ટ કરવા માટે C-17 એરક્રાફ્ટ રવાના

|

Mar 02, 2022 | 12:25 PM

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 7મો દિવસ છે. અસંખ્ય ભારતીયો હજુ પણ યુક્રેન અને તેના પાડોશી દેશોની સરહદ ખાતે ફસાયેલા છે. ભારતીય વાયુસેના અધિકારીઓએ મંગળવારે માહિતી આપી હતી કે C-17 એરક્રાફ્ટ આજે સવારે 4 વાગ્યે યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે રોમાનિયા જવા રવાના થશે.

Indian Air Force દ્વારા રોમનિયાથી ભારતીયોને એરલિફ્ટ કરવા માટે C-17 એરક્રાફ્ટ રવાના
C- 17 Aircraft

Follow us on

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) નો આજે 7મો દિવસ છે. હજારો ભારતીયો હજુ પણ યુક્રેન અને પાડોશી દેશોની સરહદ ખાતે ફસાયેલા છે. તેમણે વતન પરત લાવવા માટે ઇંડિયન એરફોર્સ (Indian Airforce) પણ હવે ભારત સરકારના ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga) માં જોડાઈ ચૂક્યું છે. ઇંડિયન એરફોર્સ આજે સવારથી ‘ઓપરેશન ગંગા’ માં જોડાયું છે. ઇંડિયન એરફોર્સ દ્વારા ભારતીય નાગરિકોને વતન પરત લાવવા માટે રોમાનિયામાં (Romania) એરલિફ્ટ (Airlift) માટે C-17 વિમાન રવાના કરવામાં આવ્યું છે.

આશરે 300 મુસાફરોની ક્ષમતા ધરાવતું એરક્રાફ્ટ C-17 દિલ્હી નજીક હિંડનમાં તેના હોમ બેઝ પરથી આજે ઉડાન ભરશે. યુક્રેન અને પાડોશી રાષ્ટ્રોની સરહદ ખાતે ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે હવે ભારતીય વાયુસેનાના C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ઓપરેશન ગંગામાં તૈનાત કરવામાં આવ્યું છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતીય વાયુસેના અધિકારીઓએ મંગળવારે માહિતી આપી હતી કે C-17 એરક્રાફ્ટ આજે સવારે 4 વાગ્યે યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે રોમાનિયા જવા રવાના થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફોરેન સેક્રેટરી એચવી શ્રિંગલાએ જણાવ્યું છે કે, ”ભારતીય નાગરિકોને પરત લાવવા માટે 26 ફ્લાઈટ્સ નક્કી કરવામાં આવી છે. ગઇકાલે વડાપ્રધાન મોદીએ IAFને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગામાં જોડાવા કહ્યું હતું.”

તેમણે આગળ જણાવ્યું છે કે, ”બુકારેસ્ટ અને બુડાપેસ્ટ ઉપરાંત, પોલેન્ડ અને સ્લોવાક રિપબ્લિકના એરપોર્ટનો ઉપયોગ ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ચલાવવા માટે પણ કરવામાં આવશે.”

અત્યાર સુધી, માત્ર ખાનગી ભારતીય એરલાઇન્સ રોમાનિયા અને હંગેરીમાંથી ભારતીયોને બહાર કાઢી રહ્યા હતા. પરંતુ હવે ઇંડિયન એરફોર્સ પણ ભારતીય સરકારના ‘ઓપરેશન ગંગા’ હેઠળ જોડાઈ ચૂક્યું છે. પશ્ચિમ બાજુએ યુક્રેન સાથેની જમીની સરહદો ધરાવતા દેશોમાં રશિયન સૈન્યના આક્રમણને પગલે યુક્રેનિયન એરસ્પેસ ગત તા. ફેબ્રુઆરી 24થી બંધ છે.

 

આ પણ વાંચો – Russia-Ukraine War Live: રશિયા વિરૂદ્ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં યુક્રેન, પગલાં લેવાની માંગ, આવતા સપ્તાહે થશે સુનાવણી

આ પણ વાંચો – Russia Ukraine War: રશિયા પર રમત ગમત સંસ્થાઓના પ્રતિબંધોની યાદી થઇ લાંબી, શૂટીંગ, ટેનિસ, ફોર્મ્યૂલા વન સહિત અનેક સ્પર્ધાઓ પર રોક

 

આ પણ વાંચો – પીએમ મોદીએ મેક્રોન સહિત ઘણા યુરોપિયન નેતાઓ સાથે વાત કરી, યુક્રેનમાં યુદ્ધ અને વાતચીતનો અંત લાવવાની હાકલ કરી

Next Article