Bus Accident in Meghalaya: મેઘાલયમાં એક ભયાનક દુર્ઘટના, બસ નદીમાં ખાબકતા 6 મુસાફરોના મોત, બચાવ કામગીરી શરુ
Bus Accident in Meghalaya: મેઘાલયમાં એક ભયાનક દુર્ઘટના, બસ નદીમાં ખાબકતા 6 મુસાફરોના મોત, બચાવ કામગીરી શરુ છે. મીડિયા અહેવાલો અનુસાર, ચાર મૃતદેહો નદીમાં બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બે મૃતદેહો હજુ પણ બસની અંદર ફસાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર 16 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Bus Accident in Meghalaya: મેઘાલયમાં એક ભયાનક દુર્ઘટના, બસ (bus)નદીમાં ખાબકતા 6 મુસાફરોના મોત, બચાવ કામગીરી શરુ છે. મેઘાલયમાં એક ભયાનક અકસ્માત (Accident)થયો છે. તુરાથી શિલોંગ જતી એક બસ (bus) રિંગડી નદીમાં પડી.
દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ મુસાફરો (Passengers)ના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત (Accident)મોડી રાત્રે 12 વાગ્યે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય મુસાફરોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
Meghalaya | Four passengers died after a bus travelling from Tura to Shillong fell into Ringdi river at Nongchram at 12 am. Injured have been hospitalised. Rescue operation for other passengers is underway: East Garo Hills Police pic.twitter.com/JvmD1dl6w6
— ANI (@ANI) September 30, 2021
મીડિયા અહેવાલો અનુસાર, ચાર મૃતદેહો નદીમાં બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બે મૃતદેહો (dead bodies)હજુ પણ બસની અંદર ફસાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર 16 ઘાયલોને હોસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત નોંગશ્રમ પુલ પર થયો, જે પૂર્વ ગારો હિલ્સ અને પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લાઓની સરહદ છે.
બસમાં 21 મુસાફરો હતા
પૂર્વ ગારો હિલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, મેઘાલય પરિવહન નિગમની બસમાં 21 મુસાફરો (Passengers) હતા. આ દુર્ઘટના રાજધાનીથી લગભગ 185 કિમીના અંતરે બની હતી. માહિતી મળ્યા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે.
ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે
પૂર્વ ગારો હિલ્સના ડેપ્યુટી કમિશનર (Deputy Commissioner)સ્વપ્નિલ ટેમ્બેએ કહ્યું છે કે, બે મુસાફરો હજુ પણ ગુમ છે, તેમની શોધ ચાલુ છે. બસમાં મુસાફરોમાંથી 9 તુરાના હતા જ્યારે 12 મુસાફરો વિલિયમનગર (Williamnagar)ના હતા. વધુ વિગતો માટે મુસાફરોના પરિવારોને પૂર્વ ગારો હિલ્સ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.
આ પણ વાંચો : આ DEMAT ખાતાધારકોનું આવતીકાલથી એકાઉન્ટ DEACTIVE થઈ જશે, નહીં કરી શકે શેરનું ખરીદ – વેચાણ! જાણો કારણ