AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે રજૂ કરશે આર્થિક સર્વે, જીડીપીના અનુમાન પર રહેશે નજર

બજેટ પહેલા આર્થિક સર્વે સંસદમાં રજુ કરવામાં આવશે. જેમાં અર્થતંત્રની સ્થિતિ અને નીતિગત પગલાં સૂચવવામાં આવશે. જો કે ઘણી વખત તેમાં જીડીપી અંગેનો અંદાજ સાચો રહેતો નથી.

Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે રજૂ કરશે આર્થિક સર્વે, જીડીપીના અનુમાન પર રહેશે નજર
The Economic Survey will be placed in the Parliament before the budget
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 9:49 PM
Share

બજેટ (Budget 2022) પહેલા સંસદમાં આર્થિક સર્વેક્ષણ (Economic Survey) રજૂ કરવામાં આવશે. જેમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ અને નીતિગત પગલાં સૂચવવામાં આવશે. જો કે ઘણી વખત તેમાં જીડીપી અંગેનો અંદાજ સાચો રહેતો નથી અને ક્યારેક તે મોટા તફાવત સાથે ખોટું પડે છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે નાણાકીય વર્ષ 2021-22 માટે આર્થિક સર્વે રજૂ કરશે. આ પહેલા રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. સીતારમણ મંગળવારે 1 એપ્રિલ, 2022 થી શરૂ થતા આગામી નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ પહેલા રજૂ થનાર આર્થિક સર્વેમાં જે આંકડાઓ પર સૌથી વધુ નજર રાખવામાં આવે છે, તેમાં આગામી નાણાકીય વર્ષ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો અંદાજ પણ સામેલ છે.

છેલ્લો આર્થિક સર્વે કોવિડ-19 મહામારી વચ્ચે રજૂ કરવામાં આવ્યો હતો. દેશ મહામારીની અસરમાંથી બહાર આવી રહ્યો છે અને તે ચાલુ વર્ષના આર્થિક સર્વેક્ષણમાં મુખ્ય રીતે દર્શાવવાની અપેક્ષા છે. જો કે, ઘણા મોટા સંકેત જેવા જીએસટી કલેક્શન અને કોર્પોરેટમાં નફો થવો મોટા ઉછાળા તરફ ઈશારો કરી રહ્યા છે.

સરકારે નવા CEAની નિમણૂક કરી છે

આર્થિક સર્વેક્ષણની રજૂઆતના થોડા દિવસો પહેલા, સરકારે અર્થશાસ્ત્રી વી અનંત નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે નિયુક્ત કર્યા છે. નાગેશ્વરને ક્રેડિટ સુઈસ ગ્રુપ એજી અને જુલિયસ બેર ગ્રુપ સાથે કામ કર્યું છે. તેઓ ભૂતપૂર્વ સીઈએ કે.વી. સુબ્રમણ્યનનું સ્થાન લેશે, જેઓ ડિસેમ્બર 2021 માં પદ છોડ્યું હતું. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયો હતો.

તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું સામાન્ય બજેટ હશે. કોરોના મહામારીના યુગમાં આવનારું આ બજેટ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

આગામી બજેટને લઈને તમામ ક્ષેત્રો અને વિભાગોની પોતાની અપેક્ષાઓ છે. ફિનટેક કંપનીઓથી લઈને સ્ટાર્ટઅપ અને બેંકિંગથી લઈને વીમા ક્ષેત્ર સુધી, તમામ આના પર તેમની આશાઓ બાંધી રહ્યા છે. દરેકને બજેટમાંથી થોડી રાહતની અપેક્ષા છે. કેન્દ્રીય બજેટ 2022-23 પહેલા, ઉદ્યોગ સંગઠન CII એ રવિવારે નાણા મંત્રી પાસે કેટલીક માંગણીઓ કરી છે.

આ પણ વાંચો :  Budget 2022: દેશમાં ગ્રીન હાઇડ્રોજનને પ્રોત્સાહન આપવા માટે સરકાર બજેટમાં કરી શકે છે મહત્વની જાહેરાત, ગ્લોબલ લીડર બનવામાં મળશે મદદ

g clip-path="url(#clip0_868_265)">