AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2021: નાણાં પ્રધાન સીતારમણે બેકારીમાં સપડાયેલા યુવાનો માટે વચન આપ્યુ, જાણો શુ કહ્યુ

નાણાં પ્રધાન નિર્મલા સીતારામ (Nirmala Sitharaman) ને કોરોના વાયરસના (Corona Virus) સંક્રમણ ની ફેલાયેલી મહામારીને લઇને, યુવાનોના બગડતા ભાવિ માટે મદદ કરવા અને રોજગારની નવી તકો પૂરી પાડવાનું વચન આપ્યું હતું. સોમવારે 2021 ના ​​બજેટ (Union Budget) માં તેમણે કહ્યું કે, યુવાનોને રોજગારની તકો મળશે.

Budget 2021: નાણાં પ્રધાન સીતારમણે બેકારીમાં સપડાયેલા યુવાનો માટે વચન આપ્યુ, જાણો શુ કહ્યુ
રોજગારની નવી તકો પૂરી પાડવાનું વચન આપ્યું હતું.
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:02 PM
Share

નાણાં પ્રધાન નિર્મલા સીતારામ (Nirmala Sitharaman) ને કોરોના વાયરસના (Corona Virus) સંક્રમણની ફેલાયેલી મહામારીને લઇને, યુવાનોના બગડતા ભાવિ માટે મદદ કરવા અને રોજગારની નવી તકો પૂરી પાડવાનું વચન આપ્યું હતું. સોમવારે 2021 ના ​​બજેટ (Union Budget) માં તેમણે કહ્યું કે, યુવાનોને રોજગારની તકો મળશે. નાણાં પ્રધાને તેમના ભાષણમાં યુવાનો માટે શું કહયુ છે તે જાણો.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તેમના કાર્યકાળનું ત્રીજું બજેટ રજૂ કર્યું. સીતારમણે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ક્ષેત્રે રોકાણ કર્યા પછી યુવાનોને રોજગારની તકો મળશે. નાણાં પ્રધાને કહ્યું હતું કે, તેના નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને 7400 પરિયોજનાઓ શરૂ થશે. તેમણે કહ્યું કે આ વર્ષે મેડિકલ ક્ષેત્રે મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સાથે જ નાણાં પ્રધાને એમ પણ કહ્યું કે, તબીબી ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનોની, મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે.

નાણાં પ્રધાને યુવાનોને દેશનું ભવિષ્ય જણાવતા કહ્યું કે યુવાનોને દેશના વિવિધ રાજ્યોમાં ચાલતા જાહેર પ્રોજેક્ટમાં પણ રોજગાર મળશે. હાલમાં બંગાળમાં ચાલી રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટમાં યુવાનોની ભરતી કરવામાં આવશે. યુવાનોને શિપગાર્ડમાં તાલીમ આપવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">