Budget 2021 Agriculture : ખેડૂતોની બજેટ પર શું-શું અપેક્ષા ?

|

Feb 01, 2021 | 10:50 AM

Budget 2021 Agriculture : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે.

Budget 2021 Agriculture : ખેડૂતોની બજેટ પર શું-શું અપેક્ષા ?

Follow us on

Budget 2021 Agriculture : નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી વર્ષ 2021-22 માટેનું બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે. આ બજેટ પર, ખેડૂતોઓ શું રાખે છે અપેક્ષા ?

આ બજેટ પર, ખેડૂતોની અપેક્ષાઓ પણ જોડાયેલી છે. અને તેમની કેટલીક માંગણીઓ પણ છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી રકમ પૂરતી નથી તેમાં વધારો થવો જોઇએ. આ ઉપરાંત, ખેડૂતોને બજેટમાં એવી નીતિની આશા છે કે તેમના પાક માટે યોગ્ય ભાવ મળે અને આયાત-નિકાસના નિર્ણયથી તેમને લાભ મળે.

કૃષિ ઉત્પાદનોની આયાત-નિકાસ પર આશા

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

કૃષિ નિષ્ણાંતોના મત મુજબ, ખેડૂતોની સૌથી મોટી સમસ્યા તેમના પાક માટે યોગ્ય ભાવ ન મળવા તે છે. ગત વર્ષે 2020માં બટાટા અને ડુંગળીના વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે નાફેડ દ્વારા વિદેશથી 15,000 ટન બટાટા અને 15,000 ટન ડુંગળીની આયાતનો નિર્ણય લીધો હતો. જોકે, કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા આ મોડો લેવાયેલો નિર્ણય હતો. કારણ કે ત્યાં સુધીમાં ભારતીય સ્ટોક પણ મંડીઓ સુધી પહોંચવા માંડ્યો હતો.

ખેડૂત આગેવાનોની શું છે સલાહ ?

મોટાભાગના ખેડૂત આગેવાનોનો એક મત એવો પણ છેકે કેન્દ્ર સરકારે બજેટમાં નિષ્ણાત સમિતિની રચનાની ઘોષણા કરવી જોઈએ. જે પાકની વાસ્તવિક પરિસ્થિતિનું સચોટ આકારણી કરી શકે અને આયાતનો સમય નક્કી કરી શકે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે ભારતીય ઉત્પાદનોના ભાવ ઘટશે નહીં. જો તેઓ ખોટા સમયે વિદેશથી કૃષિ પેદાશો લાવે તો. આ સિવાય આ સમિતિ સરકારને નિકાસ અંગે સલાહ પણ આપી શકે.

Published On - 4:57 pm, Sun, 31 January 21

Next Article