Jahangirpuri: દબાણ વિરોધી ઝુંબેશને લઈને બ્રિન્દા કરાતે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, કાર્યવાહી રોકવા અને વળતરની માંગ કરી

|

Apr 21, 2022 | 9:26 AM

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોના સભ્ય બ્રિન્દા કરાતે (Brinda Karat) પણ તેમની અરજીમાં કહ્યું હતું કે, તોડફોડના આદેશને બાજુ પર રાખીને, કોર્ટે આ પીડિતો માટે વળતર પણ નક્કી કરવું જોઈએ અને સરકારને નિયત સમયમર્યાદામાં વળતર ચૂકવવાનો આદેશ આપવો જોઈએ.

Jahangirpuri: દબાણ વિરોધી ઝુંબેશને લઈને બ્રિન્દા કરાતે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, કાર્યવાહી રોકવા અને વળતરની માંગ કરી
Brinda Karat, Member, Politburo, CPI-M
Image Credit source: PTI

Follow us on

સુપ્રીમ કોર્ટે (supreme court) બુધવારે રાષ્ટ્રીય રાજધાનીના હિંસાગ્રસ્ત જહાંગીરપુરી (Jahangirpuri) વિસ્તારમાં સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ વિરોધી ઝુંબેશ પર રોક લગાવી દીધી. રમખાણોના આરોપીઓના મકાનો તોડી પાડવા અંગેની જમિયત ઉલેમા-એ-હિંદની (Jamiat Ulema-e-Hind) અરજીની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે સ્ટેનો આદેશ આપ્યો હતો. દરમિયાન, સીપીએમ નેતા બ્રિન્દા કરાતે (Brinda Karat) પણ જહાંગીરપુરી દબાણ વિરોધી અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

દેશની સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી પોતાની અરજીમાં, બ્રિન્દા કરાતે દબાણ વિરોધી અભિયાનને અમાનવીય, ગેરકાયદેસર અને અનૈતિક કૃત્ય ગણાવ્યું હતું. લોકોના મૂળભૂત અધિકારોમાં જીવવાનો અધિકાર અને રોજગાર અને આશ્રયનો અધિકાર સામેલ છે. આ ડિમોલિશનને કારણે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો પણ તિરસ્કાર થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

તોડફોડનો આદેશ રદ કરી, કોર્ટે વળતરનો નિર્ણય કરવો જોઈએ

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ) પોલિટબ્યુરોના સભ્ય બ્રિન્દા કરાતે તેમની અરજીમાં જણાવ્યું હતું કે તોડફોડના આદેશને બાજુ પર રાખીને, કોર્ટે આ પીડિતો માટે વળતર નક્કી કરવું જોઈએ અને સરકારને નિર્ધારિત સમયમર્યાદામાં પીડિતોને વળતર ચૂકવવાનો આદેશ આપવો જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દરમિયાન, એક મહત્વપૂર્ણ ઘટનામાં, સુપ્રીમ કોર્ટે બુધવારે હિંસાગ્રસ્ત જહાંગીરપુરી વિસ્તારમાં સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ વિરોધી ઝુંબેશ પર રોક લગાવી દીધી હતી. રમખાણોના આરોપીના ઘરો તોડી પાડવા અંગેની જમીયત ઉલેમા-એ-હિંદની અરજીને ધ્યાનમાં લીધા બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે.

યથાસ્થિતિ જાળવવા કોર્ટનો આદેશ

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી. રમનાની આગેવાની હેઠળની બેંચે ગતરોજ (બુધવારે) બપોરના સમયે મકાનો તોડી પાડવાના સંદર્ભમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે દિવસે ફરીથી દરમિયાનગીરી કરી જ્યારે તેમને કહેવામાં આવ્યું કે સત્તાવાળાઓ દ્વારા દબાણ વિરોધી ઝુંબેશ અટકાવી રહ્યાં નથી. સત્તાવાળાઓનું કહેવુ હતુ કે, કોર્ટે કરેલા આદેશ તેમના સુધી પહોચ્યો નથી.

ખંડપીઠે, મુસ્લિમ સંગઠન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેની રજૂઆતોની નોંધ લેતા, સુપ્રીમ કોર્ટના જનરલ સેક્રેટરીને ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) ના મેયર અને દિલ્હીના પોલીસ કમિશનરને હિંસાગ્રસ્ત જહાંગીરપુરીમાં દબાણ વિરોધી ઝુંબેશ રોકવાનો નિર્દેશ આપવાનો આદેશ આપ્યો.

આ પણ વાંચોઃ

Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા બાદ પૂર્વ IPS કિરણ બેદીએ રમખાણો રોકવા માટે આપી 7 ટિપ્સ, જાણો શું છે ખાસ

આ પણ વાંચોઃ

રાહુલ ગાંધીએ જહાંગીરપુરીમાં ડિમોલિશન પર કહ્યું કે, ‘બુલડોઝરથી ઘર નહિં પણ બંધારણ ધ્વસ્ત થઈ રહ્યું છે’

Published On - 9:17 am, Thu, 21 April 22

Next Article