AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બંગાળમાં સુવેન્દુ અધિકારી એક્શનમાં, જો તમે સુવેન્દુ સરકારના આ નિયમોનું પાલન નહીં કરો તો તમે જેલ ભેગા થશોનો આદેશ

સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બનતાની સાથે જ સતત મોટા નિર્ણયો લઈ રહ્યા છે. તેમના આ નિયમોનું પાલન કરવું જરુરી બન્યું છે. જો આ નિયમોનું પાલન કરવામાં નહી આવે તો જેલ ભેગા થવું પડશે. તો ચાલો આપણે સુવેન્દુ અધિકારીના નિયમો વિશે જાણીએ.

Breaking News : બંગાળમાં સુવેન્દુ અધિકારી એક્શનમાં, જો તમે સુવેન્દુ સરકારના આ નિયમોનું પાલન નહીં કરો તો તમે જેલ ભેગા થશોનો આદેશ
| Updated on: May 14, 2026 | 9:36 AM
Share

સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનતા જ એક્શન મોડમાં આવી ગયા છે. તે સતત તાબડતોડ નિર્ણયો લઈ રહ્યા છે. પહેલા તેમણે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો અવાજ કંટ્રોલ કરવો તેમજ રસ્તાઓ પર ધાર્મિક ગતિવિધિઓ રોકવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ પશુઓની હત્યાના સંબંધમાં એક નોટિસ જાહેર કરી હતી.

બંગાળના લોકો પોતાની મરજીથી હવે ગાય,ભેસ, વાછરડાને મારી શકશેન હી. બંગાળ સરકારે પશ્ચિમ બંગાળમાં પશુ વધ નિયંત્રણ અધિનિયમ 1950 નો કડક અમલ ફરજિયાત કર્યો છે. જે મુજબ જો કોઈ વ્યક્તિએ પશુ (બળદ,વાછરડા, ભેંસ કે તેના વાછરડા)ને ત્યાં સુધી મારી શકશે નહી જ્યાં સુધી તેને એવું પ્રમાણપત્ર ન મળે કે પ્રાણી કતલ કરવા યોગ્ય છે.

બંગાળમાં પશુ વધ માટે સર્ટિફિકેટ જરુરી

સુવેન્દુ અધિકારીએ આ નિર્દેશ કોલકાતા હાઈકોર્ટને 6 ઓગસ્ટ 2018ના નિર્ણય અને 8 જૂન 2022ના જાહેર સંબંધિત સરકારી દિશાનિર્દેશોના અનુપાલનમાં જાહેર કર્યો છે. પશુ વધ માટે હવે નગર પાલિકાના અધ્યક્ષ કે પંચાયત સમિતિના સભાપતિ અને એક સરકારી પશુ ચિકિત્સકનેપ્રાણી કતલ માટે યોગ્ય છે તેવું સંયુક્ત પ્રમાણપત્ર આપવું આવશ્યક છે, લેખિતમાં લખવું આવશ્યક છે કે પ્રાણી કાયમ માટે કામ કરવા માટે અસમર્થ છે, 14 વર્ષથી વધુ ઉંમરનું છે, ઈજા, ખોડખાંપણ અથવા અસાધ્ય રોગથી પીડાઈ રહ્યું છે.

આદેશમાં વધુમાં જણાવાયું છે કે જો આવા પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરવામાં આવે છે, તો પીડિત વ્યક્તિ ઇનકારની નોટિસ મળ્યાના 15 દિવસની અંદર રાજ્ય સરકારને અપીલ કરી શકે છે.

સરકારે પોતાના આદેશમાં કહ્યું કે, જે પશુ સંબંધમાં સર્ટિફિકેટ જાહેર કર્યું છે. તેમને ફક્ત મ્યુનિસિપલ કતલખાનામાં અથવા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નિયુક્ત અન્ય કોઈપણ કતલખાનામાં જ કતલ કરવા જોઈએ. જે પ્રાણીઓ માટે પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું નથી તેમને કોઈપણ ખુલ્લા કે જાહેર સ્થળે કતલ કરવા પર સખત પ્રતિબંધ છે.

ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ

સુવેન્દુ અધિકારી હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પગલા પર ચાલી રહ્યા છે. તેમણે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો અવાજને નિયંત્રિત કરવા તેમજ રસ્તા પર ધાર્મિક ગતિવિધિઓ રોકવાનો પણ આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુવેન્દુ અધિકારીએ ગેરકાયદેસર કોલસા અને રેતી ખાણકામ, પશુઓની દાણચોરી અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરેન્સના આદેશો પહેલાથી જ જાહેર કર્યા છે.

બંગાળના નવા મુખ્યમંત્રી હશે સુવેન્દુ અધિકારી, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">