Breaking News: જમ્મુકાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓના એક ગૃપ પર મોટો આતંકી હુમલો, બે પ્રવાસીઓને વાગી ગોળી
જમ્મુકાશ્મીરના પહલગામમાં આતંકીઓએ ઘાત લગાવી પ્રવાસીઓ પર હુમલો કર્યો છે. પહાડ પર ટ્રેકિંગ કરી રહેલા પ્રવાસીઓ પર અગાઉથી છુપાયેલા આતંકવાદીઓએ ગોળીઓ વરસાવી હતી. જેમા 10 થી વધુ પ્રવાસીઓ ઘાયલ થયા છે. કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક પ્રવાસીઓને ગોળી પણ વાગી છે. બે પ્રવાસીઓની હાલત ગંભીર હોવાની વિગતો મળી છે. ઘટનાની માહિતી મળતા જ સુરક્ષા દળોની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, હજુ સુધી આ હુમલાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટના અંગે અધિકારીઓના નિવેદનની રાહ જોવાઈ રહી છે.
કાશ્મીરમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં આતંકવાદીઓ જોવા મળતા નથી, પહલગામ પણ તે સલામત વિસ્તાર પૈકીનો એક છે. આથી અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. માર્ચમાં થયેલી હિમવર્ષા પછી, સેંકડો પ્રવાસીઓ અહીં સતત આવી રહ્યા છે. આવા સમયે આતંકીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કરી હુમલો કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
પહલગામના એક પહાડની ટોચ પર પ્રવાસીઓ ટ્રેકિંગ માટે જતા હોય છે. બરાબર એ જ સ્થળ પર ઘાત લગાવીને આ આતંકી હુમલો કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ પર ત્યાં અગાઉથી છુપાયેલા આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જેમા 6 પ્રવાસીઓને ગોળી વાગી છે અને 2 પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ છે.

ઈજાગ્રસ્ત પ્રવાસીઓની સંખ્યા વધી શકે છે
દાવો કરાઈ રહ્યો છે કે આ હુમલામાં ઓછામાં ઓછા 10 પ્રવાસીઓ ઘાયલ થયા છે. 6 પ્રવાસીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી પણ આશંકા છે કે ઘાયલોની સંખ્યા વધી શકે છે. આ હુમલામાં પ્રવાસીઓની સાથે કેટલાક સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર એ વિસ્તારમાં ફાયરીંગના અવાજ પણ સાંભળવા મળ્યા હતા. સુરક્ષા દળોની ટીમે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીસર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. છેલ્લા કેટલાક વર્ષો બાદ આ પહેલી ઘટના છે જ્યારે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય.
જુઓ Video:
#WATCH जम्मू-कश्मीर के पहलगाम में गोलीबारी की घटना की सूचना मिली है; पुलिस और सुरक्षा बल मौके पर मौजूद हैं।
विवरण की प्रतीक्षा है। pic.twitter.com/RaCVlGicId
— ANI_HindiNews (@AHindinews) April 22, 2025
પહલગામ પ્રવાસીઓની પ્રથમ પસંદગી
છેલ્લા કેટલાક મહિનાઓથી, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે સુરક્ષા દળોની કાર્યવાહીથી આતંકવાદીઓ હચમચી ગયા છે. એટલા માટે તેઓ સામાન્ય જનતાને નિશાન બનાવી રહ્યા છે. ઉનાળાની રજાઓ પણ શરૂ થવાની છે, તેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમના પરિવાર સાથે ફરવા માટે આવતા હોય છે. આ સમયે પહલગામમાં પ્રવાસીઓની નોંધપાત્ર હાજરી હોય છે.
J&K ના પૂર્વ DGP એસપી વૈદ એ હુમલા અંગે શું કહ્યુ?
પહલગામમાં થયેલો આતંકી હુમલો ચિંતાજનક છે. થોડા સમયમાં જ અમરનાથ યાત્રા શરૂ થવાની છે અને પહલગામમાં પમ બેસકેંપ છે. હાલ કાશ્મીરમાં ટુરિઝમ તેની પિક પર છે. કારણ કે ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડી રહ છે ત્યારે લોકો કાશ્મીર તરફ નીકળી પડે છે.
મોટાભાગે એવુ હોય છે કે આતંકીઓ ટુરિસ્ટ્સ પર હુમલો નથી કરતા કારણ કે તેનાથી સ્થાનિક લોકોના વેપાર પર અસર પડે છે. આજે પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવ્યો તે સ્થળ પહાડની ટોચ પર આવેલુ છે. ત્યાં પોલીસવાળા રહેતા નથી. દરેક સ્થળે પોલીસ પહોંચી શક્તી નથી. બસ આનો જ ફાયદો ઉઠાવી આતંકીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કર્યા હોવાનું અનુમાન છે.
