Breaking News: ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યુ તે લેન્ડિંગ પોઈન્ટ હવેથી “શિવશક્તિ” નામે ઓળખાશે, વડાપ્રધાન મોદીએ કર્યુ નામકરણ
ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યુ તે લેન્ડિંગ પોઈન્ટ હવેથી "શિવશક્તિ" નામે ઓળખાશે, જ્યારે ચંદ્રયાન-2 જ્યાં ઉતર્યુ હતુ તે લેન્ડિંગ પોઈન્ટને તિરંગા નામ આપી પીએમ મોદીએ નામકરણ કર્યુ છે
ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યુ તે લેન્ડિંગ પોઈન્ટ હવેથી “શિવશક્તિ” નામે ઓળખાશે, જ્યારે ચંદ્રયાન-2 જ્યાં ઉતર્યુ હતુ તે લેન્ડિંગ પોઈન્ટને તિરંગા નામ આપી પીએમ મોદીએ નામકરણ કર્યુ છે. વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા છે. વહેલી સવારે તે ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચી ગયા છે. પીએમ મોદી આજે ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા અને ચંદ્રયાન-3ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં ઈસરોના હેડક્વાર્ટર પહોંચ્યા અને અહીં ચંદ્રયાન-3ના વૈજ્ઞાનિકોને મળ્યા. આ દરમિયાન ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતી વખતે પીએમ મોદી પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આજે તમારી વચ્ચે રહીને ઘણો આનંદ થયો છે. આજે મારું શરીર અને મન ખુશીઓથી ભરાઈ ગયા છે. હું શક્ય તેટલી વહેલી તકે તમને જોવા માંગતો હતો. હું તમને બધાને સલામ કરવા માંગુ છું. પીએમ મોદીએ કહ્યું કે જ્યાં ચંદ્રયાન-3નું મૂન લેન્ડર લેન્ડ થશે, તે ‘શિવ શક્તિ’ પોઈન્ટ તરીકે ઓળખાશે. આ સાથે તેમણે કહ્યું કે જ્યાં ચંદ્રયાન-2એ તેના પદચિહ્ન છોડ્યા છે, તે ‘ત્રિરંગા’ તરીકે ઓળખાશે. તે જ સમયે, 23 ઓગસ્ટે, જે દિવસે ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચ્યું, ભારત હવે તે દિવસને ‘નેશનલ સ્પેસ દિવસ’ તરીકે ઉજવશે.
બ્રિક્સ સંમેલન અને ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા બેંગલુરુ પહોંચ્યા હતા. પીએમ મોદી ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા અને ચંદ્રયાન 3 મિશનના વૈજ્ઞાનિકોને મળ્યા છે. આ દરમિયાન તેમણે ચંદ્રયાન-3ની સફળતા પર ઈસરોના ચીફ એસ સોમનાથ સહિત તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના વડાએ પીએમ મોદીને ચંદ્ર મિશન વિશે માહિતી આપી હતી. ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન 3 જ્યાં ઉતર્યું તે બિંદુ હવે શિવ શક્તિ તરીકે ઓળખાશે.
Delhi | Posters of the successful landing of #Chandrayaan3 have been put up near Palam Airport to welcome Prime Minister Narendra Modi after his two-nation visit to South Africa and Greece.
PM Modi has departed from Greece; he will head straight to Bengaluru, Karnataka to meet… pic.twitter.com/4wxevEW6r0
— ANI (@ANI) August 25, 2023
વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા છે. વહેલી સવારે તે ગ્રીસથી સીધો બેંગ્લોર પહોંચી ગયો છે. પીએમ મોદી આજે ઈસરોના વૈજ્ઞાનિકોને મળશે અને ચંદ્રયાન-3ની સફળતા માટે અભિનંદન પાઠવશે.
ઈસરોના હેડક્વાર્ટર ખાતે ચંદ્રયાન-3 ટીમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “આજે તમારી વચ્ચે રહીને ખૂબ જ આનંદ થયો. આજે મારું શરીર અને મન ખુશીઓથી ભરાઈ ગયા છે. આવી ઘટનાઓ દરેક વ્યક્તિના જીવનમાં ઘણી વખત બને છે.