Breaking News: આ આતંકી ગ્રુપે આપી PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે સમગ્ર ઘટના
કેનેડાની માર્ક કાર્ની સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G7 સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે, આ આમંત્રણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

કેનેડાની માર્ક કાર્ની સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G7 સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણથી કેનેડાના ખાલિસ્તાન સમર્થકો ગુસ્સે થયા છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ‘ભારત વિરોધી’ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ 15 થી 17 જૂન દરમિયાન આલ્બર્ટામાં યોજાનારી G7 સમિટ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. શુક્રવારે બંને નેતાઓએ એકબીજા સાથે ફોન પર વાત કરી હતી, જેની માહિતી પીએમ મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને આપી હતી.
પીએમ મોદીને આમંત્રણ આપવાનો વિરોધ
ખાલિસ્તાન સમર્થકો પીએમ મોદીને આમંત્રણ આપવાનો વિરોધ કરી રહ્યા છે પરંતુ ભારતની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ક કાર્નીએ તેમને આમંત્રણ આપવાનો નિર્ણય લીધો છે. ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા.
જૂન 2023માં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જો કે, આ ઘટનાને લઈને કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બર 2023માં નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે વારંવાર આ આરોપોને નકારી કાઢ્યા હતા.
Canada: Khalistani Separatists Chant “Kill Modi” During Protest Against India’s Invite to the G7
Authorities do nothing as the group call for the assassination of a foreign leader. PM Cairney has faced criticism for his decision to invite Narendra Modi to the event in Alberta… pic.twitter.com/nwIjvpZbZN
— RT_India (@RT_India_news) June 7, 2025
આતંકવાદી પન્નુએ મુલાકાત દરમિયાન વિરોધ કરવાની ધમકી આપી હતી
ખાસ વાત એ છે કે, કેનેડા સ્થિત ઉગ્રવાદી જૂથ પ્રદર્શન દરમિયાન ભારતીય નેતાની હત્યા માટેના નારા લગાવી રહ્યા હતા. નોંધનીય છે કે, ત્યાંના હાજર કેનેડિયન અધિકારીઓએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.
ભારત દ્વારા પ્રતિબંધિત સંગઠન ‘SFJ’ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ G7 સમિટમાં પીએમ મોદીની મુલાકાત દરમિયાન વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આતંકવાદી પન્નુએ કેનેડામાં પીએમ મોદીના ઉતરાણથી ટેકઓફ સુધી 48 કલાકનો વિરોધ કાર્યક્રમ જાહેર કર્યો છે.
‘NDP’ ખાલિસ્તાનીઓ સાથે
આ સિવાય કેનેડાની NDP (ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી) ખાલિસ્તાનીઓને ટેકો આપવાનો ઇતિહાસ ધરાવે છે. ટ્રુડો સરકારનો ભાગ રહેલા NDP નેતા જગમીત સિંહ સતત ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી રહ્યા હતા.
NDP વેબસાઇટ પર જારી કરાયેલા એક નિવેદનમાં નિજ્જર હત્યાકાંડનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું હતું કે, કાર્ને સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે ‘આ આમંત્રણ દ્વારા ન્યાય અને માનવ અધિકારોનું સમર્થન કેવી રીતે કરવામાં આવી રહ્યું છે.’ તેમાં કહેવામાં આવ્યું છે કે, 21 મેના રોજ, વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશને વડા પ્રધાન કાર્નેને એક પત્ર મોકલીને મોદીને આમંત્રણ ન આપવા વિનંતી કરી હતી. પાર્ટીએ કહ્યું હતું કે, PM મોદીને આમંત્રણ આપવું એ એક ખોટો સંદેશ છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો