Breaking News: યુદ્ધની સ્થિતિ પર બોલ્યા PM મોદી, “ભારત પાસે Plan-B તૈયાર, સંકટ મોટુ છે પરંતુ ગભરાવાની જરૂર નથી”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર વૈશ્વિક અર્થતંત્ર પર લાંબા સમય સુધી રહેવાની વાત કહી. તેમણે કહ્યુ કે આપણે કોરોના કાળની જેમ એકજૂથ અને તૈયાર રહીને પડકારોનો સામનો કરવો પડશે.

Breaking News: યુદ્ધની સ્થિતિ પર બોલ્યા PM મોદી, ભારત પાસે Plan-B તૈયાર, સંકટ મોટુ છે પરંતુ ગભરાવાની જરૂર નથી
| Updated on: Mar 23, 2026 | 7:01 PM

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે. ઈરાન-અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સતત 24 દિવસથી યુદ્ધ ચાલી રહ્યુ છે. આ ઘટનાક્રમ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેતા દુનિયાના અનેક દેશોમાં તેલ અને ગેસની અછત વધુ ઘેરી બની છે. ખાસ કરીને એ દેશોમાં જે ઊર્જાની આયાત પર નિર્ભર છે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ખુલીને વાત કરી અને યુદ્ધની અસરની સાથે જ સરકારે તેનો સામનો કરવાના પ્રયાસો અથવા તેના બદલે આ પડકારોને પાર પાડવા માટેના Plan-B અંગે પણ ચર્ચા કરી.

પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ ચિંતાજનક

મધ્ય પૂર્વના સંઘર્ષ પર બોલતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ ચિંતાજનક છે. કાચુ તેલ અને ગેસની જરૂરિયાતનો મોટાભાગનો પૂરવઠો અહીંથી જ આવે છે. પરંતુ યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટથી આવનારા જહાજોની અવરજવર પડકારજનક બની ગઈ છે. ભારતની વાત કરીએ તો દેશમાં ક્રુડ, ગેસથી લઈને ખાતર સુધીની આયાત આ દેશોમાંથી થાય છે અને LPG નો 60 ટકા આયાત ત્યાંથી થાય છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધને જોતા, વડાપ્રધાને જણાવ્યું હતું કે કોમર્શિયલ જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ વિક્ષેપ અસ્વીકાર્ય છે. સરકાર આ પ્રદેશમાંથી ભારતીય જહાજોની સુરક્ષિત આવનજાવન માટે સતત પ્રયાસ કરી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે, અને સરકાર સંપૂર્ણપણે સતર્ક મોડમાં છે.

ભારતનું અર્થતંત્ર મજબૂત

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટ સંકટથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર થઈ રહી છે. ભારત પણ ખાડી દેશોની સ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. PM એ કહ્યુ કે ઊર્જા એ અર્થતંત્રની કરોડરજ્જુ છે અને તેનુ ગ્લોબલ સોર્સ પશ્ચિમ એશિયા છે. જે વર્તમાન સંકટથી પ્રભાવિત છે. PM મોદીએ કહ્યુ કે ભારત પર આ સંકટની અસર ઓછી કરવા માટે સરકાર દ્વારા રણનીતિ સાથે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબુત હોવાનું પણ જણાવ્યુ.

સરકારનો પ્લાન બી કાર્યરત છે

તેલ અને ગેસના સંકટ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ‘પ્લાન બી’ નો પણ ઉલ્લેખ કર્યો. જેનાથી ભારતમાં પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ મળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે દેશે સતત તેના આયાત સ્ત્રોતોને વૈવિધ્યસભર ડાઈવર્સિફાઈ કર્યા છે. અગાઉ, ભારત ફક્ત 27 દેશોમાંથી ઊર્જા આયાત કરતો હતો. પરંતુ હવે આ આંકડો વધીને 41 થઈ ચૂક્યો છે. વધુમાં, ભારતની રિફાઇનિંગ ક્ષમતામાં પણ વધારો થયો છે. સંબંધિત આંકડા શેર કરતા, વડાપ્રધાને જણાવ્યુ કે ભારત પાસે હાલમાં 53 લાખ મેટ્રિક ટન ક્રુડ ઓઈલ રિઝર્વ છે. અમારો લક્ષ્યાંક 65 લાખ મેટ્રિક ટનનો છે. અમારો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક જરૂરી ચીજવસ્તુઓનું વહન કરતા જહાજ સુરક્ષિત રીત ભારત પહોંચે.

ખાતરની અછત પર શું કહ્યુ PM મોદીએ ?

તેલ અને ગેસ કટોકટી ઉપરાંત, ખાતરની આયાત પર ચાલી રહેલી યુદ્ધની અસરો પર પણ વડાપ્રધાને ધ્યાન દોર્યુ. મધ્ય પૂર્વ યુદ્ધના કૃષિ ક્ષેત્ર પરના પરિણામો અંગે, તેમણે જણાવ્યું હતું કે ખરીફ સિઝન દરમિયાન પાકની વાવણી સુગમ થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના કાળનું ઉદાહરણ આપતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે ક્યારેય ખેડૂતો પર કોઈપણ સંકટનો બોજો પડવા દીધો નથી. કોરોના દરમિયાન પણ જ્યારે ખાતરની થેલીનો વૈશ્વિક ભાવ ₹3000 સુધી પહોંચ્યો હતો, ત્યારે પણ તે ભારતમાં માત્ર ₹300 માં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

વડાપ્રધાનના મે, ખાતરની આયાતના સ્ત્રોતમાં પણ વૈવિધ્યકરણ કરવામાં આવ્યું છે. ખેડૂત સમુદાયને ખાતરી આપતા, તેમણે ખાતરી આપી કે સરકાર હાલની પરિસ્થિતિઓને અસરકારક રીતે ઉકેલશે અને ખેડૂતોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે. આ મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારોને અપીલ કરતા, તેમણે કાળાબજારમાં સામેલ લોકો પર દેખરેખ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને તેમની સામે કડક પગલાં લેવા હાકલ કરી.

Breaking News: ઈરાન સામેના યુદ્ધમાં અત્યાર સુધીની ટ્રમ્પની સૌથી મોટી જાહેરાત, પાંચ દિવસ સુધી કોઈ હુમલા નહીં કરે અમેરિકા

Published On - 6:16 pm, Mon, 23 March 26

Follow Us