AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સંસદમાં મોદી સરકાર સામે લાવવામાં આવેલા કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવની હવા નિકળી ગઈ

મણિપુર મુદ્દે વિપક્ષ દ્વારા લવાયેલ અવિશ્વાસના પ્રસ્તાવનો લોકસભામાં રકાસ થયો હતો. લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ મતદાન માટે અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા રજૂ કરાયો હતો. જેમાં બહુમતીથી અવિશ્વાસના પ્રસ્તાવનો રકાસ થયો હતો.

Breaking News: સંસદમાં મોદી સરકાર સામે લાવવામાં આવેલા કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવની હવા નિકળી ગઈ
Opposition no-confidence motion tabled in Lok Sabha
| Updated on: Aug 10, 2023 | 7:48 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અવિશ્વાસના પ્રસ્તાવ ઉપરની ચર્ચાનો જવાબ આપતા સંસદમાં 2 કલાક 13 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ ઉપર શાબ્દિક ચાબખા માર્યા હતા. કોંગ્રેસની સરકારની ભૂલો ગણી ગણીને ગણાવી હતી. તો આજે વિશ્વમાં ભારતની સ્થિતિ, આર્થિક પ્રગતિ વગેરે મુદ્દે ચર્ચા કરી હતી.

મણિપુર કેસને લઈને લોકસભામાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર સતત પ્રહારો કર્યા હતા. મણિપુર હિંસા અંગે તેમણે કહ્યું કે વિપક્ષનો ઈરાદો મણિપુર મુદ્દા પર ચર્ચા કરવાનો નહોતો. જો ગૃહમંત્રી (અમિત શાહ)ની ચર્ચા પર વિપક્ષ સહમત થયા હોત, તો લાંબી ચર્ચા થઈ શકી હોત. જો કે, એક કલાકના ભાષણ પછી પીએમ મોદીએ મણિપુર હિંસા અંગે કંઈ ન કહ્યું, ત્યારબાદ વિપક્ષ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયો.

સૌથી મોટી વાત એ હતી કે અવિશ્વાસનો પ્રસ્તાવ કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા લાવવામાં આવ્યો હતો પરંતુ પીએમ મોદીએ સંસદમાં 05:08 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કર્યુંં હતુ અને વિપક્ષ પર પ્રહાર કરતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ 06:40 એ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું.

સંસદમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ઘણી વખત ખરાબ બોલવાના ઈરાદામાં પણ સત્ય બહાર આવી જાય છે. લંકા હનુમાન દ્વારા નથી બળી પરંતુ તે રાવણના અભિમાનથી બળી હતી. જનતા પણ ભગવાન રામનું સ્વરૂપ છે, તેથી જ 400માંથી 40 થયા છે. મોદીએ કહ્યું કે ક્યારેક કોંગ્રેસના નેતાઓના જન્મદિવસ પર વિમાનમાં કેક કાપવામાં આવતી હતી, પરંતુ હવે તે વિમાનમાં ગરીબો માટે રસી મોકલવામાં આવી રહી છે.

વિપક્ષને ટોણો મારતા પીએમ મોદીએ કહ્યું કે આ અવિશ્વાસ પ્રસ્તાવમાં ઘણી વિચિત્ર વસ્તુઓ જોવા મળી. ગૃહના સૌથી મોટા વિરોધ પક્ષના નેતાનું નામ વક્તાઓની યાદીમાંથી ગાયબ હતું. વર્ષ 1999માં જ્યારે વાજપેયી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો ત્યારે તેનું નેતૃત્વ શરદ પવારે કર્યું હતું. આ પછી, વર્ષ 2003માં સોનિયા ગાંધીની આગેવાનીમાં વાજપેયી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. મલ્લિકાર્જુન ખડગે 2018માં વિપક્ષના નેતા હતા, તેમને વિશ્વાસ નહોતો.

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">