AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 2006ના ચકચારી નિઠારી કાંડના આરોપીએ કરી આત્મહત્યા, હરિદ્વારમાં ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યુ જીવન

કુખ્યાત નિઠારી કેસના મુખ્ય આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

Breaking News: 2006ના ચકચારી નિઠારી કાંડના આરોપીએ કરી આત્મહત્યા, હરિદ્વારમાં ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યુ જીવન
| Updated on: Sep 18, 2026 | 2:05 PM
Share

દેશભરમાં ચકચાર જગાવનારા, કુખ્યાત નિઠારી કેસના આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં શંકાસ્પદ સંજોગોમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. કોલી છેલ્લા કેટલાક દિવસોથી હરિદ્વારમાં ચા વેચવાનું કામ કરી રહ્યો હતો. તેનો મૃતદેહ ચાની દુકાનની અંદર દોરડા વડે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેના પરિવારજનોને (જેઓ અલ્મોડાના રહેવાસી છે) જાણ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.  આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હરિદ્વારના ભુપતવાલા વિસ્તારમાં આવેલા એક મંદિરની સામે તે ફાંસીના ફંદા પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

એવું જાણવા મળ્યું છે કે સુરેન્દ્ર કોલી છેલ્લા કેટલાક મહિનાઓથી હરિદ્વારમાં રહેતો હતો. તે મૂળ અલમોડા જિલ્લાના ભિકિયાસૈન વિસ્તારના મંગરુખાલ ગામનો વતની હતો. આજે સવારે, હરિદ્વાર સિટી કોતવાલીના અધિકારક્ષેત્ર હેઠળ આવતી સપ્ત ઋષિ પોલીસ ચોકીને માહિતી મળી હતી કે સુરેન્દ્ર કોલીએ સપ્ત સરોવર રોડ પર લાલમાતા મંદિરની સામે આવેલા એક ચાના સ્ટોલ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

આત્મહત્યાનું કારણ?

પ્રાથમિક દૃષ્ટિએ સામે આવેલી વિગતો અનુસાર પોલીસ આત્મહત્યા પાછળ પારિવારિક ક્લેષ હોવાનું જણાવે છે. જો કે હાલ આ ઘટના પાછળનું વાસ્તવિક કારણો જાણવા માટે પોલીસે તપાસ અને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ શરૂ કરી છે. આસપાસના લોકો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર કૌટુંબિક ક્લેષ હોવાનું જણાઈ રહ્યુ છે. સુરેન્દ્ર કોલી દેશભરમાં ચકચાર જગાવનારા નિઠારી કાંડનો મુખ્ય આરોપી હતી અને કોર્ટે તેને આ મામલે દોષિત પણ ઠેરવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશથી વર્ષ 2025માં કરાયો હતો મુક્ત

11 નવેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યો, જેને નિઠારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. નિઠારી હત્યા અને બળાત્કારનો કેસ 2006માં પ્રકાશમાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે શરૂઆતમાં આ મામલે સુરેન્દ્ર કોલીને ફાંસીની સજા સંભળાવી હતી; જોકે, 2015માં કોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાખી હતી.

નિઠારી કાંડ શું હતો?

નોઈડા સિરિયલ મર્ડર (નિઠારી કાંડ) ડિસેમ્બર 2005માં સામે આવ્યો હતો જ્યારે નોઈડા (ઉત્તરપ્રદેશ)ના નિઠારી ગામ પાસે સેક્ટર 31, નોઈડામાં વ્યવસાયી મોનિન્દર સિંહ પંઢેપની કોઠી પાસેથી સેંકડોની સંખ્યામાં બાળકો અને મહિલાઓના કંકાલ મળી આવ્યા હતા. મોનિન્દર સિંહ ને બે કેસમાં દોષી સાબિત થયો હતો અન તેનો નોકર સુરેન્દ્ર કોલી, જેણે તેની મદદગારી કરી હતી, તેની સામે 5 કેસમાં 16 માંથી 10 માં દોષી સાબિત થયો હતો. શરૂઆતમાં અલાહાબાદ હાઈકોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી, જેને બાદમાં આજીવન કેદમાં બદલવામાં આવી હતી.

વર્ષ 2005-06 દરમિયાન નિઠારી વિસ્તારમાં બાળકો અને મહિલાઓના ગુમ થવાની ઘટનાઓએ પોલીસ માટે ગંભીર ચિંતા ઊભી કરી હતી. આ વારંવાર બનતી ઘટનાઓની તપાસ દરમિયાન, ૨29 ડિસેમ્બર 2006ના રોજ પોલીસ ઉદ્યોગપતિ મોનિન્દર સિંહ પાંધેરના સેક્ટર-31સ્થિત નિવાસસ્થાને (મકાન નંબર D-5) પહોંચી હતી. ઘરની પાછળ આવેલી ગટર અને આસપાસના વિસ્તારની તપાસ દરમિયાન માનવ ખોપરીઓ, હાડકાં, કપડાં અને અન્ય વસ્તુઓ મળી આવી હતી.

આ વસ્તુઓ મળી આવ્યા બાદ, મોનિન્દર સિંહ પાંધેર અને તેમના ઘરે કામ કરતા સુરેન્દ્ર કોલીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, જાન્યુઆરી 2007માં આ મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. પોલીસે ગુમ થવાની ઘટનાઓ અને ગુનાઓ અંગે કુલ 19 અલગ-અલગ FIR નોંધી હતી; જેમાંથી ૧૬ કેસોમાં CBIએ ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસ દરમિયાન, સુરેન્દ્ર કોલી સામે હત્યા, બળાત્કાર, અપહરણ અને પુરાવાનો નાશ કરવા જેવા આરોપો મૂકવામાં આવ્યા હતા.

દુનિયાનો એક એવો દેશ જ્યા મહિલાઓ છોડો માદા જાનવરોના પ્રવેશ પર પણ છે પ્રતિબંધ– 10મી સદીમાં જીવે છે આ દેશના લોકો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">