Breaking News: ડુંગળીના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, હવે ₹12.35 પ્રતિ કિલોના દરે ડુંગળીની ખરીદી શરૂ કરશે NAFED

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળી વેચનારા ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવુ પડી રહ્યુ છે. એવામાં કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે ઘોષણા કરી છે કે નાફેડ (NAFED) દ્વારા ₹12.35 રૂપિયે પ્રતિ કિલોના દરે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવશે.

Breaking News: ડુંગળીના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, હવે ₹12.35 પ્રતિ કિલોના દરે ડુંગળીની ખરીદી શરૂ કરશે NAFED
| Updated on: May 15, 2026 | 7:21 PM

તાજેતરમાં જ એક ખેડૂતની ડુંગળી વેચવાની એક રસીદ વાયરલ થઈ હતી. જેમા 25 બોરી ડુંગળી વેચ્યા બાદ મહારાષ્ટ્રના આ ખેડૂતના હાથોમાં કંઈ જ બચ્યુ ન હતુ. સાવ ખાલી રહ્યા હતા. ખેડૂતને ડુંગળીના ફક્ત 1262 રૂપિયા જ મળ્યા હતા. જે 1 રૂપિયો પ્રતિ કિલોના હિસાબે હતા. મંડીમાં વજન, હેરફેર અને અન્ય પરચૂરણ ખર્ચ બાદ કરતા ખેડૂત પાસે કંઈ જ બચ્યુ નહીં. ઉલટો તેને વધારાનો ₹1 ચુકવવાનું કહેવામાં આવ્યુ હતુ. જો કે ખેડૂતોને હવે પ્રતિ કિલોગ્રામ ₹1ના દરે ડુંગળી નહીં વેચવી પડે.

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યામ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે મહારષ્ટ્રના સતારામાં ખેડૂતો અને ગ્રામીણ ગરીબો માટે અનેક મહત્વપૂર્ણ પગલા લીધા. ખેડૂતોની ચિંતા દૂર કરતા શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી કે ડુંગળીના ઘટતા ભાવને પહોંચી વળવા માટે સરકાર સંપૂર્ણ તૈયાર છે. તેમણે કહ્યુ કે આજ થી જ (NAFED) તરફથી ₹12.35 પ્રતિ કિલોના દરે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવશે જેથી ખેડૂતોને તાત્કાલિક સહારો મળી શકે.

અધિકારીઓને આપ્યા સખ્ત નિર્દેશ

કેન્દ્રીય મંત્રીએ આ અંગે અધિકારીઓને સખ્ત નિર્દેશ આપ્યા છે. તેમણે અધિકારીઓને કહ્યુ છે કે ખરીદી પ્રક્રિયા પારદર્શી અને સુવ્યવસ્થિત કરવામાં આવે, જેથી સીધો લાભ ખેડૂતોને મળી શકે. શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યુ કે ઉત્પાદન વધવા અને નિકાસની સ્થિતિને કારણે બજારમાં ભાવ ઘટે છે પરંતુ કેન્દ્ર સરકારે ખેડૂતોને તેમના હાલ પર નહીં છોડી દે.

ઓનલાઈન આશરે ₹30 પ્રતિ કિલો

છૂટક બજારમાં, ડુંગળીનો ભાવ આશરે ₹30 પ્રતિ કિલો છે. ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર પણ આ ભાવ લગભગ સમાન છે. બીજી બાજુ, ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ મળી રહ્યા નથી. આ પહેલી વાર નથી કે ડુંગળી ₹1 પ્રતિ કિલોગ્રામ જેટલી ઓછી કિંમતે વેચાઈ રહી હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હોય.

ડુંગળીના વેપારમાંથી નફો ખેડૂતો સુધી પહોંચવાને બદલે, તેઓ વચેટિયાઓ અને સપ્લાય ચેઈન સાથે સંકળાયેલા લોકોના ખિસ્સા ભરે છે. કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓની અછત અને મર્યાદિત સરકારી ખરીદીને કારણે, ખેડૂતોને તેમના પાકનો ત્યાગ કરવાની ફરજ પડી રહી છે. જોકે, NAFED દ્વારા ડુંગળીની ખરીદી બાદ ખેડૂતોને ચોક્કસપણે થોડી રાહત મળવાની અપેક્ષા છે.

Trump-Jinping Meeting: અબજો ડોલરની ડીલ માટે બે કટ્ટર હરીફો એક મંચ પર… વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દુનિયાની નજર

Published On - 7:20 pm, Fri, 15 May 26

Follow Us