AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : LPG રિફિલ બુકિંગ સમયમર્યાદા યથાવત, ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવા સરકારની અપીલ

મિડલ-ઇસ્ટમાં ચાલી રહેલી તણાવ ભરેલી સ્થિતિના પગલે વિશ્વામાં ગેસ સંકટ ઊભુ થયુ છે. જેની અસરથી ગુજરાત સહિત ભારત ભરમાં LPG રિફિલ બુકિંગને લઇને કેટલીક અફવાઓ સોશિયલ મીડિયા પર ખૂબજ ઝડપથી વધી રહી છે. ત્યારે  સરકારે જાહેર કર્યું છે કે LPG રિફિલ બુકિંગ સમયમર્યાદા અંગે સોશ્યલ મીડિયામાં ફેલાવતી માહિતી સાચી નથી.

Breaking News :  LPG રિફિલ બુકિંગ સમયમર્યાદા યથાવત, ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવા સરકારની અપીલ
| Updated on: Mar 25, 2026 | 12:39 PM
Share

મિડલ-ઇસ્ટમાં ચાલી રહેલી તણાવ ભરેલી સ્થિતિના પગલે વિશ્વામાં ગેસ સંકટ ઊભુ થયુ છે. જેની અસરથી ગુજરાત સહિત ભારત ભરમાં LPG રિફિલ બુકિંગને લઇને કેટલીક અફવાઓ સોશિયલ મીડિયા પર ખૂબજ ઝડપથી વધી રહી છે. ત્યારે  સરકારે જાહેર કર્યું છે કે LPG રિફિલ બુકિંગ સમયમર્યાદા અંગે સોશ્યલ મીડિયામાં ફેલાવતી માહિતી સાચી નથી.

સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો

Ministry of Petroleum & Natural Gas દ્વારા પરિપત્ર જાહેર કરીને જણાવવમાં આવ્યુ છે કે કેટલાક અહેવાલો અને પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે PMUY કનેક્શન માટે રિફિલ બુકિંગ 45 દિવસ, નોન-PMUY સિંગલ બોટલ કનેક્શન માટે 25 દિવસ અને નોન-PMUY ડબલ બોટલ કનેક્શન માટે 35 દિવસ કરી દેવામાં આવ્યા છે, પરંતુ સરકારના સ્પષ્ટિકરણ પ્રમાણે આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

રિફિલ બુકિંગ સમયમર્યાદા યથાવત

હાલની રિફિલ બુકિંગ સમયમર્યાદા યથાવત જ છે. શહેરોમાં તમામ પ્રકારના કનેક્શન માટે રિફિલ 25 દિવસમાં મળી શકે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસની સમયમર્યાદા લાગુ છે. કનેક્શનનો પ્રકાર કોઇ પણ હશે, આ નિયમ દરેક ગ્રાહક માટે સમાન રહેશે.

 પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવા ખોટા દાવાઓ પર વિશ્વાસ ન કરે અથવા તેને ફેલાવા ન આપે. આવી ખોટી માહિતીના કારણે બિનજરૂરી અથવા ગભરાટ ભર્યા બુકિંગ કરવાથી લોકો અનાવશ્યક તણાવ અનુભવી શકે છે.

દેશમાં પૂરતો LPG સ્ટોક ઉપલબ્ધ

સરકારે પુનરાવર્તિત કર્યું છે કે દેશમાં પૂરતો LPG સ્ટોક ઉપલબ્ધ છે અને ગ્રાહકો માટે પુરતું પૂરવઠો છે. અતએવ, રિફિલ માટે રાહ જોતા કોઈ પણ પ્રકારની ચિંતાની જરૂર નથી. તમામ LPG ડીલર્સ સામાન્ય સમયસીમા મુજબ કાર્યરત છે અને ગ્રાહકોને સમયસર રિફિલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ પગલાથી નાગરિકોમાં અવ્યવસ્થાની સ્થિતિ ટાળી શકાય છે અને LPG સેવા સરળ અને વિશ્વસનીય બની રહેશે. લોકોને અહેવાલો અને સોશિયલ મીડિયામાં ફેલતી ખોટી માહિતીથી બચવાની અપીલ પણ કરવામાં આવી છે, જેથી તેઓ યોગ્ય રીતે પોતાના કનેક્શન માટે બુકિંગ કરી શકે.

આ પણ વાંચો- રિલાયન્સની ‘મેગા ઓઇલ ડીલ’! અમેરિકાએ આપી છૂટ, હવે ઈરાનથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આયાત કરવામાં આવશે
Follow Us
g clip-path="url(#clip0_868_265)">