Fact check: શું 15 જૂલાઈથી ટુવ્હીલર વાહનો પર પણ ભરવો પડશે ટોલટેક્સ? જાણો શું કહ્યુ NHAI?
હવે ટુવ્હીલર વાહનોએ પણ નેશનલ હાઈવે પર ટોલટેક્સ ચુકવવો પડશે એવી ખબર વહેતી થઈ હતી. જો કે NHAI એ આ સમાચારનું ખંડન કર્યુ છે અને જણાવ્યુ છે. હાલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની એવી કોઈ યોજના નથી

હવે ટુવ્હીલર વાહનોએ પણ નેશનલ હાઈવે પર ટોલટેક્સ ચુકવવો પડશે એવી ખબર વહેતી થઈ હતી. જો કે NHAI એ આ સમાચારનું ખંડન કર્યુ છે અને જણાવ્યુ છે. હાલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની એવી કોઈ યોજના નથી અને ટુવ્હીલર ચાલકોએ કોઈ ટોલટેક્સ ચુકવવો નહીં પડે.
પહેલા એવી વિગતો પ્રાપ્ત થઈ હતી કે 15 જુલાઈથી ટુ-વ્હીલર ચાલકોએ પણ ટોલ ટેક્સ ચૂકવવો પડશે, NHAI માટે સરકારે નવો નિયમ અમલી કર્યો છે. જો તમે ટુ-વ્હીલર ચલાવો છો અને નેશનલ હાઈવેનો ઉપયોગ કરો છો, તો સરકારના નવા નિયમ મુજબ તમારે નેશનલ હાઈવે પર ટોલટેક્સ ચુકવવો પડશે. જેમા કોઈ જ તથ્ય નથી. સરકારની હાલ એવી કોઈ જ યોજના નથી. અને સરકારે ટુવ્હીલર ચાલકો માટે હાલ એવો કોઈ નિયમ બનાવ્યો છે.
Fire Brigade Recovers Body of Biker Swept Away in Floodwaters Near Odhav#Ahmedabad #GujaratRains #Monsoon2025 #Monsoon #Rain #GujaratRain #GujaratMonsoon #Weather #WeatherUpdates #GujaratWeather #TV9Gujarati pic.twitter.com/xK83WNlqJH
— Tv9 Gujarati (@tv9gujarati) June 26, 2025
15 ઓગસ્ટથી 3 હજાર રૂપિયાનો પાસ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં ટોલ સંબંધિત એક નવી યોજનાની જાહેરાત કરી. તેમણે ફાસ્ટેગ આધારિત વાર્ષિક ટોલ પાસ યોજનાની જાહેરાત કરી. આ યોજના 15 ઓગસ્ટથી શરૂ થશે. આ પાસ 3000 રૂપિયાનો છે અને 200 ટ્રીપ લઈ શકાશે. આ યોજના હાલમાં ફક્ત NHAI અને NE ટોલ પ્લાઝા પર જ માન્ય રહેશે. આ પાસ રાજ્ય ધોરીમાર્ગો હેઠળના ટોલ બૂથ પર કામ કરશે નહીં.
નીતિન ગડકરીએ કહ્યું હતુ કે, આ નીતિ 60 કિમીની ત્રિજ્યામાં સ્થિત ટોલ પ્લાઝા અંગે લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓને દૂર કરે છે અને એક જ, સસ્તું વ્યવહાર દ્વારા ટોલ ચુકવણીને સરળ બનાવે છે. મંત્રીએ કહ્યું, આ વાર્ષિક પાસનો ઉદ્દેશ્ય લાખો ખાનગી વાહન માલિકોને રાહ જોવાનો સમય, ભીડ ઘટાડીને અને ટોલ પ્લાઝા પર વિવાદો ઘટાડીને ઝડપી અને સરળ મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો છે.
વાહનોના પ્રકાર | શોર્ટ ડિસ્ટેન્સ | મિડિયમ ડિસ્ટેન્સ | લોંગ ડિસ્ટેન્સ | સરેરાશ દૈનિક મુસાફરી ખર્ચ | માસિક મુસાફરી ખર્ચ |
Cars | ₹30 | ₹60 | ₹90 | ₹60 | ₹1800 |
Buses | ₹50 | ₹100 | ₹150 | ₹100 | ₹3000 |
Trucks | ₹70 | ₹140 | ₹200 | ₹140 | ₹4200 |