AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિલ્હી માલવિયા નગર રેસ્ટોરન્ટમાં લાગી આગ, 21 લોકોના મોત

દિલ્હી માલવિયા નગર રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અંદાજે 21 લોકોના મૃત્યું થયા છે. રેસ્ટોરન્ટમાં આગ ને કાબુમાં લેવા માટે 10 ફાયર બ્રિગેડની ગાડીએ ઘટના સ્થળે છે,

Breaking News : દિલ્હી માલવિયા નગર રેસ્ટોરન્ટમાં લાગી આગ, 21 લોકોના મોત
Image Credit source: AI
| Updated on: Jun 03, 2026 | 12:52 PM
Share

દિલ્હીના માલવીય નગર સ્થિત હૌઝ રાની વિસ્તારમાં સવારે એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાના કારણે અનેક લોકો આ ઘટનાનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં અત્યારસુધી અંદાજે 21 લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.અધિકારીઓને ડર છે કે કેટલાક લોકો હજુ પણ અંદર ફસાયેલા હોઈ શકે છે. બચાવ કામગીરી ચાલુ છે.આ સમગ્ર ઘટના બાદ ઘટના સ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં લોકો આ ઘટના સ્થળે એકઠા થયા છે.

અંદાજે 21લોકોના મોત

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્તોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલું છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના અંદાજે સવારે 9 કલાકે બની હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ રેસટોર્ન્ટની અંદર બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. બચાવ ટીમો દરેક વિસ્તારની તપાસ કરી રહી છે જેથી ખાતરી કરી શકાય કે કોઈ અંદર ફસાયેલું નથી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

37 લોકોને બહાર કાઢવામાં આવ્યા

ફાયરબ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે,ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે છે. રેસ્ટોરન્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે. અત્યારસુધી રેસ્ટોરન્ટમાંથી કુલ 37 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.આ રેસ્ટોરન્ટમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો જીવ બચાવવા માટે રેસ્ટોરન્ટ ઉપરના માળેથી નીચે કુદી રહહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

ભાજપના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. માહિતી મળતાં જ, તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ્સ સક્રિય થઈ ગઈ હતી, ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. અહી ક્લિક કરો

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">