AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બ્રેકિંગ ન્યૂઝ : દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર ગોળીબાર

દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની કાર પર કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ગોળી ચંદ્રશેખરને સ્પર્શીને નીકળી હતી.

બ્રેકિંગ ન્યૂઝ : દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર ગોળીબાર
Bhim Army Chief Chandrasekhar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 6:33 PM
Share

દેવબંદમાં આજે બુધવારે સાંજે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ગોળી ચંદ્રશેખરને સ્પર્શીને નીકળી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે હુમલાખોરો હરિયાણાના પાસિગ નંબરની કારમાં આવ્યા હતા.

દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની કાર પર કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. ગોળી ચંદ્રશેખરને સ્પર્શીને નીકળી હતી. આમાં તેને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટના બાદ તરત જ ચંદ્રશેખરને દેવબંદની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર બાદ જણાવ્યું કે, તેના જીવને કોઈ ખતરો નથી. ગોળીબારની ઘટના અંગેની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.

પોલીસે જણાવ્યું કે, હુમલાખોરો હરિયાણાના આરટીઓ નંબરની કારમાં આવ્યા હતા. હુમલાખોરોની કાર દેવબંદમાં એક જગ્યાએ સીસીટીવી કેમેરામાં જોવા મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરોને પકડવા માટે સમગ્ર દેવબંદ શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ચંદ્રશેખરના સમર્થકોએ પોલીસને જણાવ્યું કે, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમની ફોર્ચ્યુનરમાં દેવબંદ આવ્યો હતો. તે અહીં દેવબંદ પહોંચતા જ અચાનક હરિયાણાના પાસિગના નંબરવાળી કારમાં સવાર હુમલાખોરો આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. બદમાશોએ ઘણી ગોળીઓ ચલાવી, પરંતુ તેમાંથી એક ગોળી ચંદ્રશેખરને સ્પર્શીને નીકળી ગઈ હતી. હુમલો કર્યાં બાદ હુમલાખોરો ઝડપથી ગાડી ચલાવીને ભાગી ગયા હતા. આ પછી ચંદ્રશેખરના સમર્થકોએ તેમને દેવબંદની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું કે આ ઘટનામાં ચંદ્રશેખરને બહુ ઓછી ઈજા થઈ છે. કોઈ ચિંતા કરવાની વાત નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">