સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જ્યોતિષીઓ 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોણ સરકાર બનાવશે તેની આગાહી કરી રહ્યા છે, ચાલો જાણીએ કે જ્યોતિષીઓ અન્ય ક્યા દાવો કરી રહ્યા છે.
તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વિશે પણ ભવિષ્યવાણી કરી છે.ફેમસ જ્યોતિષ આચાર્ય રીના શર્માએ તાજેતરમાં રાજકારણ અને વૈશ્વિક ઘટનાઓ અંગે ઘણી આશ્ચર્યજનક આગાહીઓ કરી હતી. જેના વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
જ્યોતિષ આચાર્ય રીના શર્મા ફેમસ વ્યક્તિઓ પર આગાહી કરી ચૂકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના છેલ્લા રાષ્ટ્રપતિ સાબિત થઈ શકે છે. સૌથી મોટી ભવિષ્યવાણી ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઈટેડ સ્ટેટ અમેરિકાના છેલ્લા પ્રસિડન્ટ હશે. અમેરિકાના ટુકડે ટુકડા થઈ જશે.તેના ખંડ અલગ અલગ થશે. આટલું નહી જ્યોતિષીએ તારીખ પણ જણાવી દીધી છે કે, જુલાઈ પહેલા આ ઘટના બનશે.તેમણે આગાહી કરી છે કે 2027 સુધીમાં અમેરિકા વિભાજિત થઈ શકે છે.
જુલાઈ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ 2027 પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં કાયમી સભ્યપદ અને વીટો પાવર મેળવશે. ભારત વીટો પાવર ધરાવતો વિશ્વનો છઠ્ઠો દેશ બનશે.દિલ્હીની રાજનીતિ અંગે, તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે નહીં અને સમય પહેલા રાજીનામું આપી શકે છે. હેલ્થ કે અન્ય પોલિટીકલ કારણ આપી રાજીનામું આપી શકે છે.
તે કહી રહી છે બિહારમાં ભાજપ આવશે. મણે આગાહી કરી હતી કે 2026 ની ચૂંટણી મમતા બેનર્જીની છેલ્લી ચૂંટણી હશે અને ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે. તાજેતરના રિપોર્ટ (મે 2026) અનુસાર, ભાજપે બંગાળમાં ઐતિહાસિક જીત મેળવી છે, જે તેમની અત્યારસુધી 2 આગાહી સાચી પડી છે.તમને જણાવી દઈએ કે, આ મહિલાની 2 ભવિષ્યવાણી અત્યારસુધી સાચી પડી ગઈ છે.