AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળ બાદ હવે ઓડિશાના સંબલપુરમાં પણ મોટી હિંસા, અનેક પોલીસકર્મી ઘાયલ; કલમ 144 લાગુ

પશ્ચિમ બંગાળ અને બિહારમાં રામ નવમી પર હિંસા બાદ હવે ઓડિશાના સંબલપુરમાં મોટરસાઇકલ રેલી દરમિયાન હિંસા જોવા મળી છે. બુધવારે ફાટી નીકળેલી હિંસામાં 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

પશ્ચિમ બંગાળ બાદ હવે ઓડિશાના સંબલપુરમાં પણ મોટી હિંસા, અનેક પોલીસકર્મી ઘાયલ; કલમ 144 લાગુ
major violence in Odisha Sambalpur
| Updated on: Apr 13, 2023 | 11:20 AM
Share

પશ્ચિમ બંગાળ અને બિહારમાં રામ નવમી પર હિંસા બાદ હવે ઓડિશાના સંબલપુરમાં મોટરસાઇકલ રેલી દરમિયાન હિંસા જોવા મળી છે. બુધવારે ફાટી નીકળેલી હિંસામાં 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હિંસા બાદ સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

આ હિંસા ત્યારે જોવા મળી હતી જ્યારે રાજ્યમાં હનુમાન જયંતિના બે દિવસ પહેલા એટલે કે બુધવારે નીકળેલી મોટરસાઈકલ રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હંગામો શરૂ થયો હતો. તમને જણાવી દઈએ તો  ઓડિશામાં મહા વિશુઆ સંક્રાંતિના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે મહા વિશુઆ સંક્રાંતિ 14મી એપ્રિલે આવી રહી છે. આવી સ્થિતિમાં બે દિવસ પહેલા આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી

આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે, જેને સંબલપુરની ઘટના સાથે જોડવામાં આવી રહ્યા છે. વીડિયોમાં કેટલાક લોકો બાઇક રેલી પર પથ્થરમારો કરતા જોવા મળે છે. અહેવાલ મુજબ હિંસા દરમિયાન એક દુકાન સિવાય અનેક દ્વિચક્રી વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. રસ્તાના કિનારે પાર્ક કરેલી ઘણી કારોને પણ નુકસાન થયું છે. આ રેલીમાં લગભગ 1000 લોકોએ ભાગ લીધો હતો.

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત

આ ઘટના બાદ સંબલપુરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સંબલપુરમાં પણ ઘણા સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પોલીસ પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હિંસા કેવી રીતે શરૂ થઈ?

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">