Aditya L1 Launched Breaking News: સૂર્ય નમસ્કાર માટે ભારતનું આદિત્ય-L1 રવાના, વિશ્વમાં વાગશે ભારતનો ડંકો, અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો

ઈસરોનું અવકાશયાન આદિત્ય- L1ને આજે સૂર્ય તરફ પ્રયાણ કર્યુ છે. આદિત્ય એલ-1ને ચંદ્ર પર પહોંચવા માટે ચંદ્રયાન-3 દ્વારા ચાર ગણું અંતર કાપવું પડશે. આ મીશન ભારતનું પ્રથમ સૂર્ય મિશન  છે. ભારતીય અવકાશ એજન્સી ISRO આજે આદિત્ય L1 સેટેલાઇટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કર્યુ છે. તે જગ્યાના પાંચ લેંગ્રેસ પોઈન્ટમાંથી પોઈન્ટ 1 પર સ્થાપિત થશે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Aditya L1 Launched Breaking News: સૂર્ય નમસ્કાર માટે ભારતનું આદિત્ય-L1 રવાના, વિશ્વમાં વાગશે ભારતનો ડંકો, અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો
Breaking News Aditya L1 Launched today many mysteries will be revealed isro big step toward universe
| Edited By: | Updated on: Sep 02, 2023 | 11:57 AM

Aditya L1 Launched : ચંદ્ર પછી ભારત સૂર્ય પર વિજય મેળવવાની તૈયાર છે. ઈસરોનું અવકાશયાન આદિત્ય- L1ને આજે સૂર્ય તરફ પ્રયાણ કર્યુ છે. આદિત્ય એલ-1ને ચંદ્ર પર પહોંચવા માટે ચંદ્રયાન-3 દ્વારા ચાર ગણું અંતર કાપવું પડશે. આ મીશન ભારતનું પ્રથમ સૂર્ય મિશન  છે. ભારતીય અવકાશ એજન્સી ISRO આજે આદિત્ય L1 સેટેલાઇટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કર્યુ છે.

આદિત્ય L-1 તે જગ્યાના પાંચ લેંગ્રેસ પોઈન્ટમાંથી પોઈન્ટ 1 પર સ્થાપિત થશે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આદિત્ય L1 PSLV રોકેટની મદદથી તેના ગંતવ્ય સ્થાને જશે. PSLV રોકેટના XL વર્ઝનનો ઉપયોગ મિશન લોન્ચ કરવા માટે કરવામાં આવશે. આદિત્ય, જેનો અર્થ થાય છે “સૂર્ય,” પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર (930,000 માઇલ) દૂર અવકાશના પ્રદેશ લેંગ્રેસ પોઇન્ટ -1 પર મૂકવામાં આવશે. અહીંથી ભારત સૂર્ય પર સતત નજર રાખી શકશે.

ભારતે રચ્યો ઈતિહાસ

ભારતે વધુ એક ઈતિહાસ રચ્યો છે. ચંદ્ર બાદ હવે ઈસરોની નજર સૂર્ય પર પણ છે. ત્યારે આજે ભારતે શ્રીહરિકોટાના લોન્ચિંગ પેડ પરથી આદિત્ય એલ-1 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ મિશનનો ઉદ્દેશ્ય સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાનો અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L-1 બિંદુ પર સ્થાપિત કરવાનો છે. આ ભારતનું પ્રથમ સંપૂર્ણ સૌર મિશન છે અને આ સાથે ભારત સૂર્યનો અભ્યાસ કરતા દેશોની શ્રેણીમાં પણ પહોંચી ગયું છે.

આદિત્ય L-1 મિશન શું છે?

ઈસરોએ તાજેતરમાં જ ચંદ્રયાન-3 મિશન લોન્ચ કર્યું હતું, આ મિશનની સફળતા પછી, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ સફળતા પછી તરત જ, ભારત આદિત્ય એલ-1 મિશન શરૂ કરી રહ્યું છે અને સૂર્યના અભ્યાસ તરફ તેનું મોટું પગલું ભરી રહ્યું છે. આ મિશનનો હેતુ સૂર્યના L-1 બિંદુ પર જઈને સૂર્યની પરિક્રમા કરવાનો છે, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવતો L-1 એક એવો બિંદુ છે જ્યાંથી સૂર્ય પર દિવસના 24 કલાક નજર રાખી શકાય છે.

આદિત્ય L-1 પાસેથી ઈસરોને શું મળશે?

આદિત્ય એલ-1 એ એક ઉપગ્રહ છે જે સૂર્યની પરિક્રમા કરશે. ISRO આ ઉપગ્રહમાં સાત પેલોડ મોકલી રહ્યું છે, જેમાંથી 4 સૂર્યનો અભ્યાસ કરશે અને બાકીના L-1 બિંદુને સમજશે. આ તમામ પેલોડ્સ કોરોનલ ટેમ્પરેચર, માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર, સ્પેસ વેધર, સૂર્યની આસપાસના કણો વગેરે વિશે માહિતી આપશે. તમામ પેલોડ્સનો ઉપયોગ ચિત્રો લેવાથી માંડીને તાપમાન માપવા અને અન્ય સંશોધન કરવા માટે કરવામાં આવશે. ભારત પહેલા અમેરિકા, જાપાન, યુરોપ, ચીન પણ તેમના સોલાર મિશન લોન્ચ કરી ચૂક્યા છે.

Published On - 11:50 am, Sat, 2 September 23