Breaking News: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2994 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 16000ને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 16 હજાર 354 થઈ

Breaking News: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2994 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 16000ને પાર
Follow Us:
| Updated on: Apr 01, 2023 | 11:02 AM

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2994 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 16 હજાર 354 થઈ ગઈ છે.

કોરોના એક્ટિવ કેસ

દેશમાં કોરોના વાયરસના કેસમાં થોડો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,095 કેસ નોંધાયા છે. જ્યારે, અગાઉ ગઈકાલે એટલે કે ગુરુવારે, કોરોનાના કુલ 3,016 કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાના કેસમાં 79%નો વધારો થયો છે.

અમદાવાદ-સુરત એરપોર્ટ માટે નવી ગાઈડલાઈન

દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને લઈને, ગુજરાતના આરોગ્ય વિભાગે, અમદાવાદ અને સુરત એરપોર્ટને નવી સુચના આપવામાં આવી છે. અમદાવાદ અને સુરત એરપોર્ટ ઉપર ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર મુસાફરોએ નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સીએમ કેજરીવાલે બેઠક બોલાવી હતી

બીજી તરફ, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે શુક્રવારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. અગાઉ, સૌરભ ભારદ્વાજે ગુરુવારે આરોગ્ય અધિકારીઓને મળ્યા બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

220.65 કરોડથી વધુનું રસીકરણ કરવામાં આવ્યું હતું

દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 220.65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 102.73 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. 95.19 કરોડથી વધુ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય દેશમાં 22.72 કરોડથી વધુ લોકોને ત્રીજો ડોઝ પણ આપવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">