બાપ રે..! બ્રેક ફેઈલ થઈ જતા ટ્રકે 17 ગાડીઓને લીધી હડફેટે, બજાર વચ્ચેની સમગ્ર ઘટના CCTV માં કેદ

હિમાચલ પ્રદેશના સોલનના કાંડાઘાટ બજારનો એક વિડીયો સામે આવ્યો છે. જ્યાં એક ટ્રકની બ્રેક ફેઈલ થઇ જતા અકસ્માત થવા પામ્યો હતો. આ અકસ્માત નજીકમાં રહેલા CCTV માં કેદ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 5:57 PM

હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) સોલનના કાંડાઘાટ બજારનો એક વિડીયો સામે આવ્યો છે. વાસ્તવિકતામાં આ બજારમાં એક અકસ્માત થવા પામ્યો હતો. જેનો વિડીયો નજીકમાં રહેલા CCTV માં કેદ થયો છે. પહેલી નજરે સામાન્ય લાગતો આ અકસ્માત (Himachal Pradesh Accident) ખુબ જ ખતરનાક છે. જી હા વિડીયોમાં જોવા મળી રહ્યું છે એમ બજારમાં એક ટ્રક આવે છે અને અકસ્માત સર્જાય છે. બનાવાજોગ એવી ઘટના બને છે કે સફરજનથી ભરેલી ટ્રકની બ્રેક નિષ્ફળ (truck brake fail) થઇ જાય છે અને જેના કારણે અકસ્માત સર્જાય છે. આ અકસ્માતમાં 17 વાહનોને નુકસાન થયું છે. જેને કારણે નેશનલ હાઈવે થોડા સમય માટે બંધ રહ્યો, અને જામ થઈ ગયો.

શનિવારે સોલન કાંડાઘાટના બજારમાં, NH-5 લગભગ અડધો કલાક સુધી બંધ રહ્યો હતો જ્યારે શિમલાથી સોલન તરફ જતી સફરજનથી ભરેલી ટ્રકની બ્રેક ફેઈલ થઇ જતા આગળ જતા વાહનો સાથે તે અથડાઈ હતી, ત્યારબાદ આ માર્ગ વાહનો માટે બ્લોક કરવામાં આવ્યો હતો. ટ્રક સાથેની ટક્કરમાં 16 નાના વાહનો સહિત મહિન્દ્રા પીકઅપને નુકસાન થયું હતું.

તમને જણાવી દઈએ કે આ ઘટના સવારે પોણા 10 વાગ્યે બની હતી. માર્ગ બંધ થવાના કારણે એસડીએમ કાંડાઘાટ, તહસીલદાર અને સ્ટેશન ઇન્ચાર્જ કંડાઘાટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન, અથડાયેલા તમામ વાહનોને પોલીસે સ્થળ પરથી હટાવી દીધા હતા અને તે પછી જ આ માર્ગ વાહનોની અવરજવર માટે ખોલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: આ રાજ્ય સરકારનું કાબિલ-એ-તારીફ પગલું, દરેક સરકારી યોજના વિશે જાણવા મળશે Koo એપ પર

આ પણ વાંચો: Afghanistan Update: 150 થી વધુ ભારતીયોના અપહરણનો દાવો, તાલિબાને કહ્યું – તમામ સુરક્ષિત, એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">