Arunachal Pradesh: હિમપ્રપાતમાં ફસાયેલા પેટ્રોલિંગ ટીમના 7 જવાનો શહિદ, ભારતીય સેનાએ આપી માહિતી
6 ફેબ્રુઆરીના રોજ, કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં ઓછામાં ઓછા સાત ભારતીય સૈન્યના જવાનો ફસાયા હોવાની માહિતી મળી હતી. બાદમાં તેને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
અરુણાચલ પ્રદેશના (Arunachal Pradesh) કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં (Avalanche) ફસાયેલા 7 ભારતીય સૈનિકો (Army Personnel) શહિદ થયા છે. ભારતીય સેનાએ (Indian Army) આ વાતની પુષ્ટિ કરી છે. માહિતી આપતા સેનાએ કહ્યું છે કે હિમસ્ખલન સ્થળ પરથી સાત જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હકીકતમાં 6 ફેબ્રુઆરીના રોજ કામેંગ સેક્ટરમાં ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં ઓછામાં ઓછા સાત ભારતીય સેનાના જવાનો ફસાયા હોવાની માહિતી મળી હતી. બાદમાં તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
Seven Army personnel who were struck by avalanche in high altitude area of Kameng Sector in Arunachal Pradesh on 6 Feb have been confirmed dead, their bodies retrieved from the avalanche site: Indian Army pic.twitter.com/2SZMML8GzC
— ANI (@ANI) February 8, 2022
સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે ફસાયેલા લોકોને શોધવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલુ છે. તેમણે કહ્યું હતું કે સેનાના જવાનો પેટ્રોલિંગમાં સામેલ હતા અને તેઓ રવિવારે હિમપ્રપાતમાં ફસાઈ ગયા હતા.
માહિતી આપતાં એક સૂત્રએ જણાવ્યું કે રાહત કાર્યમાં મદદ કરવા માટે નિષ્ણાતોની ટીમને એરલિફ્ટ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, “છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં હવામાન ખરાબ છે અને ભારે હિમવર્ષા થઈ રહી છે.” મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી હિમવર્ષા થઈ રહી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કર્યું કે, અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલન દુર્ઘટનામાં સૈનિકોના મૃત્યુની પીડાને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. બહાદુર જવાનોએ દેશની સેવામાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. તેમનું નિઃસ્વાર્થ બલિદાન હંમેશા યાદ રહેશે. મારા વિચારો તેમના પરિવાર સાથે છે.
The death of soldiers due to an avalanche in Arunachal Pradesh is a tragedy beyond words. The brave soldiers laid down their lives for the service of the nation. Their selfless sacrifice will always be remembered. My condolences to their families.
— President of India (@rashtrapatibhvn) February 8, 2022
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલનને કારણે ભારતીય સેનાના જવાનોના મોતથી દુઃખી છું. આપણે આપણા દેશ માટે તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના.
Sadddened by the loss of lives of Indian Army personnel due to an avalanche in Arunachal Pradesh. We will never forget their exemplary service to our nation. Condolences to the bereaved families.
— Narendra Modi (@narendramodi) February 8, 2022
આ પણ વાંચો – મેઘાલયમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, તમામ પાંચ ધારાસભ્યોએ પાર્ટી છોડી, MDAમાં થશે સામેલ
આ પણ વાંચો – Corona: પહેલા સંક્રમિત થઈ ચૂકેલા લોકોનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવી રહ્યો છે, જાણો શું છે કારણ
આ પણ વાંચો – UP Election: તમામ પાક પર MSPથી લઈને મફત શિક્ષણ અને મફત લેપટોપ સુધી, સપાના ‘વચન પત્ર’માં અખિલેશ યાદવની મોટી જાહેરાતો