Black fungus : ભારતમાં જ કોરોનાની સાથેસાથે બ્લેક ફંગસના કેસો કેમ વધ્યાં ? શું છે કારણ ? વાંચો આ અહેવાલ

Black fungus : ભારતમાં કોરોનાની સાથેસાથે બ્લેકફંગસ બેકાબૂ બન્યો છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને કોરોના સારવારમાં સ્ટીરોઇડ્સના ઉપયોગને કારણે બ્લેકફંગસના કેસો વધ્યા છે.

Black fungus : ભારતમાં જ કોરોનાની સાથેસાથે બ્લેક ફંગસના કેસો કેમ વધ્યાં ? શું છે કારણ ? વાંચો આ અહેવાલ
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: May 26, 2021 | 2:37 PM

Black fungus : ભારતમાં કોરોનાની સાથેસાથે બ્લેકફંગસ બેકાબૂ બન્યો છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને કોરોના સારવારમાં સ્ટીરોઇડ્સના ઉપયોગને કારણે Black fungusના કેસો વધ્યા છે. નિષ્ણાતો જણાવે છે કે સ્ટીરોઇડ્સનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં કોરોનાની સારવાર માટે કરવામાં આવ્યો છે, પરંતુ, જે રીતે ભારતમાં બ્લેક ફંગસનો ફેલાવો થયો છે તેવો વિશ્વના અન્ય કોઇ દેશમાં થયો નથી. જે એક ભારત માટે મોટું ચિંતાનું કારણ બન્યું છે. તો ભારતમાં Black fungusના વધતા કેસો બાબતે નિષ્ણાતો શું કહી રહ્યા છે તો વાંચો આ અહેવાલ

શું એચએફએનસી તો નથીને બ્લેક ફંગસનું કારણ ? લખનૌના કેજીએમયુના પલ્મોનરી ક્રિટિકલ કેરના વડા ડૉ.વેદ પ્રકાશ જણાવે છે કે એક સ્વસ્થ વ્યક્તિ પ્રતિ મિનિટમાં છથી દસ લિટર ઓક્સિજનનો વપરાશ કરે છે. કોરોના દર્દીઓને હાઇ ફલો નેઝલ કેન્યુલા (એચએફએનસી)માંથી પ્રતિ મિનિટ 60 લિટર ઓક્સિજન આપવામાં આવે છે. જેના કારણે નાકમાં સાઇનસ અને મ્યુકોસા સુકાઇ જાય છે. અને તેના પર Black fungus જમા થવાનું શરૂ થાય છે.

સ્ટીરોઇડ્સનો ખોટો વપરાશ હોય શકે છે કારણ ? ડૉ.વેદ જણાવે છે કે કોરોના દર્દીઓને સ્ટેરોઇડ્સના ટેપરીંગ ડોઝ ન આપવાથી પણ ફૂગ જમા થઈ શકે છે. તે જણાવે છે કે સ્ટીરોઇડ્સને પાંચથી દસ દિવસ માટે ઉંચા ડોઝ અથવા તો ઓછા ડોઝમાં આપવો જરૂરી છે. હોમ કવોરન્ટાઇન દર્દીઓને લો ડોઝ સ્ટીરોઈડ આપવામાં આવે છે. સ્થિતિ વધુ ખરાબ થવાને કારણે ફરીથી હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન ફરીથી તેને ઉંચો ડોઝ આપવામાં આવે છે. આને કારણે, શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે અને, Black fungus હુમલો કરે છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

રક્ત પરિભ્રમણમાં પણ ફંગસની મુશ્કેલી મુંબઇની કોકિલાબેન હોસ્પિટલના ઇએનટી વિભાગના વડા ડૉ. સંજીવ બધવારે જણાવ્યું છે કે, ભારતમાં બ્લેક ફંગસના કેસો વિશ્વના અન્ય દેશો કરતા વધારે છે. પરંતુ, આ કેસો દરેક જગ્યાએ જોવા મળ્યા છે. તેઓ જણાવે છે કે વિદેશમાં કોરોનાથી મૃત લોકોના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું છે કે કોરોના ચેપ રક્ત પરિભ્રમણને અસર કરે છે. આ પેશીઓના બગાડને કારણે તે સ્થાને નેક્રોસિસ અથવા કાળાશ થાય છે. એટલે કે બ્લેક ફંગસ મૃતદેહોમાં જોવા મળ્યો છે. કોરોનાને કારણે, લોહીના ગંઠાવાનું શરૂ થતા જ શરીરના પેશીઓમાં બગાડ થાય છે. જેના કારણે બ્લેક ફંગસનો શરીરમાં પ્રસરે છે. સંભવ છે કે આ જ કારણો છે કે જેમાં કેસ ઝડપથી વધી રહ્યા છે.

શંકા: દવામાં ઝીંક બ્લેકફંગસનું કારણ છે ? બનારસ હિન્દુ યુનિવર્સિટીના તબીબી વિજ્ઞાન સંસ્થાના ન્યુરોલોજી વિભાગના પ્રો. વિજયનાથ મિશ્રા સમજાવે છે કે બેક્ટેરિયા શરીરમાંથી લોહ (આયર્ન) ખાય છે. બ્લેક ફૂગને પણ શરીરમાં ટકી રહેવા માટે ઝીંક સહિતના અન્ય સુક્ષ્મ પોષકતત્ત્વોની જરૂર રહે છે. તેથી જ શરીર ઝીંક અને અન્ય પોષક તત્વોને છુપાવે છે, જેથી Black fungusને શરીરમાં પ્રવેશવાનો મોકો ન મળે.

કોરોનાની દવા તરીકે ઝીંકનો ઉપયોગ થાય છે ડો.મિશ્રા કહે છે કે કોરોનાની સારવારમાં દર્દીઓને ચારથી પાંચ દિવસ કે તેથી વધુ સમય માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઝીંકની ગોળીઓ અપાય છે. એવી સંભાવના છે કે શરીરમાં ઝીંક બ્લેક ફૂગ વધવા માટેનું આ એક કારણ હોઈ શકે છે. માત્ર Black fungus જ નહીં, ઝીંક અન્ય પ્રકારનાં પરોપજીવોના ઉદભવનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, દવાઓના ઉપયોગ અંગે સાવચેતી અને યોગ્ય સલાહ આપવી જરૂરી છે.

ઔધોગિક ઓક્સિજનની ગુણવત્તા પર શંકા કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજના નેત્રવિદ્યા વિભાગના વડા ડૉ. પરવેઝ ખાન કહે છે કે કોરોનાની પ્રથમ લહેરમાં Black fungusના નહિવત કેસો હતા. ત્યારે દર્દીઓમાં ઓક્સિજનની કમી પણ નહતી. પરંતુ, બીજી લહેરમાં ઓક્સિજનનું સંકટ વધુ તીવ્ર બન્યું, જેને કારણે ઔદ્યોગિક એકમોમાં વપરાતા ઓક્સિજનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. મેડિકલ ઓક્સિજનની શુદ્ધતા 99.5 ટકા સુધીની છે. જયારે ઔધોગિક ઓક્સિજનની શુદ્ધતાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને, આ પણ બ્લેકફંગસની કેસોમાં વધવાનું કારણ હોય શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">