ભાજપનો દક્ષિણ ભારત પ્લાન, PM મોદી તમિલનાડુના મંત્રી મુરુગનના ઘરે ઉજવશે પોંગલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પોંગલની ઉજવણી કરશે. ગયા વર્ષે પીએમ મોદીએ તમિલ નવા વર્ષની પુથાન્ડુની ઉજવણી માટે એપ્રિલમાં મુરુગનના ઘરે પણ મુલાકાત લીધી હતી. ગયા વર્ષે પીએમ મોદીએ તમિલ નવા વર્ષની પુથાન્ડુની ઉજવણી માટે એપ્રિલમાં મુરુગનના ઘરે પણ મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે નવા વર્ષની શરૂઆત દક્ષિણ ભારતના પ્રવાસથી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મંત્રી એલ મુરુગનના ઘરે તમિલનાડુથી પોંગલની ઉજવણી કરશે. 14 જાન્યુઆરી, રવિવારે સવારે 10 વાગ્યે મુરુગનના સરકારી નિવાસસ્થાન 1 કામરાજ લેન ખાતે પોંગલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ગયા વર્ષે પીએમ મોદીએ તમિલ નવા વર્ષની પુથાન્ડુની ઉજવણી માટે એપ્રિલમાં મુરુગનના ઘરની પણ મુલાકાત લીધી હતી. સમગ્ર વિશ્વમાં તમિલ લોકો દ્વારા પુથાન્ડુ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપ ખાસ કરીને દક્ષિણ ભારત પર કરી રહ્યું છે ફોકસ
પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ તમિલ કાશી સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદની નવી ઇમારતમાં સેંગોલની પણ સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાને અનેક પ્રસંગોએ તમિલને વિશ્વની સૌથી જૂની ભાષા ગણાવીને તેની પ્રશંસા કરી છે. તેમણે 2024ના વર્ષની શરૂઆત પણ તમિલનાડુ અને લક્ષદ્વીપના પ્રવાસથી કરી છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ ખાસ કરીને દક્ષિણ ભારત પર ફોકસ કરી રહ્યું છે.
2 જાન્યુઆરીએ તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા
આ સાથે જ પીએમ મોદીએ 2024ના વર્ષની શરૂઆત દક્ષિણ ભારતના પ્રવાસથી કરી હતી. પીએમ મોદીના પ્રવાસ કાર્યક્રમમાં તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાતનો સમાવેશ થાય છે. તેમણે આ પ્રવાસ 2 અને 3 જાન્યુઆરીએ કર્યો હતો. તેઓ 2 જાન્યુઆરીએ તમિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ભાગ લીધો હતો. આ પછી પીએમ મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં જનસભાને સંબોધી હતી.
પીએમ મોદી એપ્રિલમાં કેરળની મુલાકાત લીધી હતી
બીજા દિવસે 3 જાન્યુઆરીએ વડાપ્રધાને કેરળમાં બે સ્થળોએ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ એપ્રિલમાં કેરળની મુલાકાત લીધી હતી. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન તેમણે રાજ્યની પ્રથમ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી.
વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો
ગયા વર્ષે ઓક્ટોબરમાં તેલંગાણાની તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ રૂ. 13,500 કરોડથી વધુની કિંમતના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ રસ્તાઓ, કનેક્ટિવિટી, ઊર્જા, રેલવે સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે.
આ પણ વાંચો: નાસિકના કાલારામ મંદિરમાં વડપ્રધાન મોદીએ કરી સાફ સફાઈ, આપ્યો સ્વચ્છતાનો સંદેશ, જુઓ વીડિયો