ભારતમાં હિંદુ-મુસ્લિમ સંબંધ રાખવા માટે પાકિસ્તાનને 4 નવા રાષ્ટ્રોમાં તોડવું જરૂરીઃ Subramanian Swamy

|

Jun 30, 2022 | 9:00 AM

દેશમાં હિંદુ-મુસ્લિમ તણાવ ખુબ ઝડપથી વધી રહ્યો છે. ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર એક વિવાદિત ટિપ્પણી આપી હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં વિરોધ શરુ થઈ ગયો છે. યૂપીમાં જુમ્મેની નમાઝ પછી બબાલ થઈ હતી. ત્યારબાદ યૂપી સરકારે લાલ આંખ કરી છે. તે રાજ્સ્થાનના ઉદયપુરમાં એક દરજીએ નૂપુર શર્મા (Nupur Sharma)ના સમર્થનમાં વોટસએપ સ્ટેટસ રાખ્યું હતુ. ત્યારબાદ તેની ગળું કાપી હત્યા કરવામાં આવી છે.

ભારતમાં હિંદુ-મુસ્લિમ સંબંધ રાખવા માટે પાકિસ્તાનને 4 નવા રાષ્ટ્રોમાં તોડવું જરૂરીઃ Subramanian Swamy
હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક તણવા પર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ મોટું નિવેદન આપ્યું
Image Credit source: Twitter

Follow us on

Subramanian Swamy : રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની 2 વ્યક્તિઓ દ્વારા ગળું કાપી હત્યા કરવામાં આવી છે. જેને લઈ ફરી એક વખત દેશમાં આક્રોશ ફેલાયો છે.દેશમાં વધી રહેલા હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક તણવા પર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ મોટું નિવેદન આપ્યું છે, તેમે એક ટ્વિટ કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં શિષ્ટ હિંદુ-મુસ્લિમ સંબંધો જાળવી રાખવાનો એકમાત્ર રસ્તો એ છે કે ,પાકિસ્તાનને ચાર નવા રાષ્ટ્રોમાં તોડવું. દેશમાં હિંદુ-મુસ્લિમ તણાવ ખુબ ઝડપથી વધી રહ્યો છે. ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા (Nupur Sharma)એ પયગંબર મોહમ્મદ પર એક વિવાદિત ટિપ્પણી કરી હતી.

હત્યાથી આખા દેશમાં આક્રોશ ફેલાયો

ત્યારબાદ આખા દેશમાં વિરોધ શરુ થયો હતો. યૂપીમાં તો જુમ્માની નમાજ બાદ ધમાલ મચી હતી. ત્યારબાદ યૂપી સરકારે કડક વલણ અપનાવ્યું છે, તો રાજસ્થાન , ઉદયપુરમાં એક દરજીએ નૂપુરશર્માના સમર્થનમાં સ્ટેટસ રાખ્યું હતુ. ત્યારબાદ તેનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાથી આખા દેશમાં આક્રોશ ફેલાયો છે.હવે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યુ છે, તેમણે કહ્યું કે, ભારતમાં એક સભ્ય હિંદુ-મુસ્લિમ સમાજ બનાવી રાખવા માટે એક માત્ર ઉપાય છે પાકિસ્તાનને ચાર નવા રાષ્ટ્રોમાં વહેંચવામાં આવે. પરંતુ આ વર્તમાન વ્યવસ્થાની બહાર છે, કારણ કે મુદ્રા,સિનેમા અને ક્રિકેટને દુબઈથી નિયંત્રિત કરવામાં આવે છે અને ભારતીય નેતાઓ આ ત્રણ વસ્તુઓ વિના રહી શકતા નથી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

કેસની સમગ્ર માહિતી વિશે જાણો ?

નોંધનીય છે કે ઉદયપુરમાં કનૈયાલાલ દરજીની તેની દુકાનમાં દિવસે દિવસે હત્યા કરવામાં આવી હતી. ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી માટે કનૈયાલાલ દરજીએ સોશિયલ મીડિયા પર પ્રોફેટ મોહમ્મદનું સમર્થન કર્યું હતું. આ દરમિયાન હુમલાખોરો કપડાનું માપ આપવા માટે તેની દુકાનમાં ઘુસી ગયા હતા અને તેના પર ચાકુથી અનેક ઘા કર્યા હતા, જેના પછી કનૈયાલાલનું મોત થયું હતું. ઘટનાના એક વીડિયોમાં આરોપીએ હત્યાની જવાબદારી સ્વીકારી છે. આ ઘટનામાં સામેલ એક હત્યારા રિયાઝ મોહમ્મદે પણ ટેલરની હત્યાના 11 દિવસ પહેલા એક ધમકીભર્યો વીડિયો અપલોડ કર્યો હતો.

Next Article