દુનિયામાં વાગશે ભાજપનો ડંકો, પાર્ટી કરી રહી છે ‘ભાજપને જાણો’ પ્રોગ્રામની શરૂઆત, 13 દેશોના પ્રતિનિધિઓ સાથે કરશે વાત

પ્રથમ તબક્કામાં, જેપી નડ્ડા આવતીકાલે સાંજે 4 વાગ્યે 13 દેશોના રાજદૂતો/ઉચ્ચાયુક્તો સાથે વાતચીત કરશે. તેમાં BIMSTEC, યુરોપ અને પૂર્વ એશિયાના પ્રતિનિધિઓ સામેલ થશે. બીજેપી મુખ્યાલયમાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દુનિયામાં વાગશે ભાજપનો ડંકો, પાર્ટી કરી રહી છે 'ભાજપને જાણો' પ્રોગ્રામની શરૂઆત, 13 દેશોના પ્રતિનિધિઓ સાથે કરશે વાત
JP Nadda - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 9:06 PM

BJP Foundation Day 2022: ભારતીય જનતા પાર્ટી (BJP) આંતરરાષ્ટ્રીય સ્તરે તેની છબી બનાવવા માટે આયોજન કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપે પ્લાન તૈયાર કર્યો છે. ભાજપ પાર્ટીના સ્થાપના દિવસ પર “ભાજપને જાણો” (Know BJP) કાર્યક્રમની શરૂઆત કરી રહી છે. આ અંતર્ગત બીજેપી અધ્યક્ષ વિશ્વના અન્ય દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. પ્રથમ તબક્કામાં, જેપી નડ્ડા આવતીકાલે સાંજે 4 વાગ્યે 13 દેશોના રાજદૂતો/ઉચ્ચાયુક્તો સાથે વાતચીત કરશે. તેમાં BIMSTEC, યુરોપ અને પૂર્વ એશિયાના પ્રતિનિધિઓ સામેલ થશે. તમને જણાવી દઈએ કે બીજેપી મુખ્યાલયમાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ સંવાદ કાર્યક્રમ દ્વારા પ્રતિનિધિઓને ઈતિહાસ, પાર્ટીના કામ અને મંતવ્યોથી માહિતગાર કરશે. આ દરમિયાન એક ડોક્યુમેન્ટ્રી પણ ટેલિકાસ્ટ કરવામાં આવશે, જેમાં ભાજપનો ઈતિહાસ બતાવવામાં આવ્યો છે. આ પહેલી વાર છે, જ્યારે બીજેપી અધ્યક્ષ મિત્ર દેશો સાથે વાતચીત કરશે અને તમામની સામે પોતાનો ઇતિહાસ રજૂ કરશે. ભવિષ્યમાં ભાજપ પાર્ટી ટુ પાર્ટી ઇન્ટરેક્શન કરીને દરેકને તેની વિચારધારાથી વાકેફ કરવાની યોજના ધરાવે છે.

સ્થાપના દિવસે પીએમ મોદી પાર્ટીના નેતાઓને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસ પર તમામ ભાજપના કાર્યકરો, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સંબોધિત કરશે. ભાજપે કહ્યું કે 7 થી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક ન્યાયના મુદ્દા પર મીટિંગ અને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાને સાંસદોને સ્થાપના દિવસના પખવાડિયાના ભાગરૂપે તેમના સંબંધિત સંસદીય મતવિસ્તારોમાં દરરોજ એક મોટો કાર્યક્રમ આયોજિત કરવા અને સમાજના છેલ્લા તબક્કા સુધી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

6 એપ્રિલ 1980ના રોજ નંખાયો હતો ભાજપનો પાયો

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. આ નવા પક્ષનો જન્મ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ સ્થાપેલા ભારતીય જનસંઘમાંથી થયો હતો. 1977માં ઈમરજન્સીની ઘોષણા પછી, જનસંઘ અન્ય ઘણા પક્ષો સાથે ભળી ગયો અને જનતા પાર્ટીનો જન્મ થયો. પાર્ટીએ 1977ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને 1980માં જનતા પાર્ટીનું વિસર્જન કરીને ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં આવ્યો.

પ્રથમ તબક્કામાં આ દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત થશે

આ પણ વાંચો:

એપ્રિલમાં મે જેવો માહોલ, ઉત્તર ભારતમાં રૌદ્ર સ્વરૂપ દેખાડી રહી છે ગરમી, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ

આ પણ વાંચો:

Bhavnagar : મહિલા પોલીસકર્મીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર પોલીસકર્મીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">