એપ્રિલમાં મે જેવો માહોલ, ઉત્તર ભારતમાં રૌદ્ર સ્વરૂપ દેખાડી રહી છે ગરમી, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ
ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો 40 ડ્રિગી સેલ્સિયસને પાર થઈ ગયો છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગે આવનારા સમયમાં ગરમી વધુ વધવાની આશંકા જાહેર કરી છે.
દેશના અનેક ભાગોમાં હવે ગરમીએ કહેર (Heat wave) મચાવાનો શરૂ કરી દીધો છે. ઘણા રાજ્યોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં ગરમીમાં વધુ વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામણીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન ઘણા રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, તેલંગાણા અને દેશના કેટલાક અન્ય ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ પ્રવર્તશે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે બંગાળની ખાડીમાંથી ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ટ્રોપોસ્ફિયરના નીચલા સ્તરો પર ઝડપી દક્ષિણ-પશ્ચિમ પવનોની અસરને કારણે આ રાજ્યોમાં વરસાદ પડશે.
દિલ્હીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સવારે 8.30 વાગ્યે હવામાં ભેજનું સ્તર 46 ટકા હતું અને મંગળવારે આકાશ આંશિક વાદળછાયું અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. IMD એ આગાહી કરી છે કે 6 એપ્રિલના રોજ દક્ષિણ આંદામાન સમુદ્રમાં એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની સંભાવના છે. તેના અસર હેઠળ, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી નીચા દબાણનું ક્ષેત્ર બની શકે છે.
થોડા દિવસો પછી તાપમાન વધશે
IMD મુજબ, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, થોડા દિવસો બાદ તેમાં લગભગ 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. IMD એ કહ્યું કે આગામી 5 દિવસ દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નથી. જ્યારે મહત્તમ તાપમાન 40 °C થી વધી જાય અથવા ઓછામાં ઓછું 4.5 °C કરતા વધારે હોય, આવી સ્થિતિમાં, IMD મેદાનોમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યો છે અને જો તાપમાન સામાન્ય કરતા 6.4 °C થી ઓછું હોય તો તેને ‘ગંભીર હીટવેવ’ તરીકે ગણવામાં આવે છે.
આ પણ વાંચો:
ઓસ્ટ્રેલિયા ડબલ ટેક્સેશનનો મુદ્દો ઉકેલશે, ECTA બેઠકમાં ભારત સાથે થઈ સંમતિ
આ પણ વાંચો:
ચીનની જાળમાં કેવી રીતે ફસાયું શ્રીલંકા, આ છે ડ્રેગનનો લંકામાં રોકાણનો આખો ખેલ