Bhavnagar : મહિલા પોલીસકર્મીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર પોલીસકર્મીની ધરપકડ
મહિલા પીએસઆઈએ ખુદ કાયદાનું શરણું લઈ ભુજના પીએસઆઈ વિરુદ્ધ ભાવનગર શહેરમાં બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી આથી ભુજ પોલીસે આરોપી પીએસઆઈને તત્કાળ અસરથી સસ્પેન્ડ કરી તેની ધરપકડ કરી હતી. ભાવનગર પોલીસે ભાવનગરમાં લાવી કૉર્ટમાં રજૂ કરી રિમાન્ડ મળતા તપાસના અંતે જેલમાં મોકલી આપ્યો હતો.
ભાવનગર(Bhavnagar)શહેરમાં મહિલા પીએસઆઈને લગ્નની લાલચ આપી સંબંધો કેળવનાર પોલીસ કર્મીની(Police)ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભુજ શહેરમાં આવેલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈએ છેલ્લા ચાર વર્ષ દરમ્યાન અવારનવાર દુષ્કર્મ(Rape)આચરી ત્રણ લાખની રોકડ રકમ તથા પાંચ તોલા સોનું પણ મહિલા પીએસઆઇ પાસેથી પડાવી લીધું હતું જે અંગે મહિલા પીએસઆઈએ ભાવનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભુજ પોલીસ વડાએ આરોપી પીએસઆઈને તત્કાલ સસ્પેન્ડ કરી ધડપકડ કરવા હુકમ કરતાં ભાવનગર પોલીસે આરોપી પોલીસકર્મીની ધડપકડ કરી બે દિવસના રિમાન્ડ માંગી તપાસ કરી જેલ હવાલે કર્યો હતો. ભાવનગર તથા ભુજ પોલીસ બેડામાં ભારે ચકચાર જગાડનારી ઘટના માં દુષ્કર્મ ના આરોપી એવાં પૂર્વ પીએસઆઇની ભુજ પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
મહિલા પીએસઆઈ સાથે દુષ્કર્મ આચર્યું હતું
એક સમયે આરોપીઓને જેલમાં ધકેલનાર ખુદ આરોપી બન્યો છે ભાવનગર શહેરમાં આવેલ એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ સાથે ભુજના પીએસઆઈ સાથે નજીકના સંબંધો કેળવી લગ્નની લાલચ આપી ચાર વર્ષ સુધી મહિલા પીએસઆઈ સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ દરમ્યાન મહિલા પીએસઆઈ એ આરોપીને લગ્ન કરી લેવા દબાણ કરતાં પોલીસકર્મી આ વાત સતત ટાળી રહ્યો હોય જે સંદર્ભે મહિલા પીએસઆઈએ પોલીસકર્મીના ફેમિલી બેકગ્રાઉન્ડ ચેક કરતા તેના લગ્ન થયેલા હતા અને પત્ની અને બાળકો પણ છે. તેમજ પત્ની સાથે કોઈ જ સમસ્યા ન હોવાનું મહિલા પીએસઆઈના ધ્યાનમાં આવતા આ અંગે તેણે પોલીસ કર્મીને પુછતાં તેમણે આપઘાત કરી લેશે તેમ જણાવ્યું હતું.
જેના પગલે મહિલા પીએસઆઈએ ખુદ કાયદાનું શરણું લઈ ભુજના પીએસઆઈ વિરુદ્ધ ભાવનગર શહેરમાં બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી આથી ભુજ પોલીસે આરોપી પીએસઆઈને તત્કાળ અસરથી સસ્પેન્ડ કરી તેની ધરપકડ કરી હતી. ભાવનગર પોલીસે ભાવનગરમાં લાવી કૉર્ટમાં રજૂ કરી રિમાન્ડ મળતા તપાસના અંતે જેલમાં મોકલી આપ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કાના વિકાસ માટે કોર્પોરેશન 350 કરોડની લોન લેશે
આ પણ વાંચો : Banaskantha: હવે ભાવિકો કરી શકશે 51 શક્તિપીઠની પરિક્રમા, અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો