રૂ. 1000 કરોડની હેરાફેરી કરનાર બિશપનું સામે આવ્યું આતંકવાદીઓ સાથેનું જોડાણ, EOW એ કરી ધરપકડ

|

Sep 12, 2022 | 1:05 PM

મળતી માહિતી અનુસાર બિશપ પીસી સિંહ (Bishop PC Singh) જર્મનીથી પરત ફરતાની સાથે જ નાગપુર એરપોર્ટ (Nagpur Airport) પરથી EOW (Economic Offences Wing) ટીમે તેને કસ્ટડીમાં લીધો હતો. હવે સિંહની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ જ પીસી સિંહનું અંડરવર્લ્ડ કનેક્શન પણ સામે આવ્યું છે.

રૂ. 1000 કરોડની હેરાફેરી કરનાર બિશપનું સામે આવ્યું આતંકવાદીઓ સાથેનું જોડાણ, EOW એ કરી ધરપકડ
ધ બોર્ડ ઓફ એજ્યુકેશન ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયા ડાયોસીસના બિશપ પી.સી સિંહ
Image Credit source: સોશિયલ મીડિયા

Follow us on

મધ્યપ્રદેશના (Madhya Pradesh) જબલપુરમાં બોર્ડ ઓફ એજ્યુકેશન ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના મોડરેટર રહેલા બિશપ પીસી સિંહને (Bishop PC Singh) EOW (Economic Offences Wing) ટીમ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તેમણે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓની શાળાની ફિમાંથી રૂપિયા 1000 કરોડની હેરાફેરી અને અન્ય ગેરકાયદેસરની કામો માટે દુરુપયોગ કર્યો છે.  સૂત્રોના જણાવ્યાનુંસાર બિશપ પી.સી. સિંહ જર્મનીથી પરત ફરી રહ્યાં હતા, તે સમયે નાગપુર એરપોર્ટથી (Nagpur Airport) કસ્ટડીમાં લેવાયા છે. હાલ તેમની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પી સી સિંહનું અન્ડરવર્લ્ડ સાથેનું જોડાણ પણ સામે આવ્યું છે. આ અંગે ચર્ચના વર્મતાન મોડરેટ ડી જી ભાંબલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પી સી સિંહ વિરુદ્ધ સીબીઆઈ અથવા ઈડીની તપાસ કરવાની માંગ પણ કરી હતી.

મુંબઇ પોલીસને પુરાવા મળ્યા હોવાની માહિતી

બિશપ ડોન દાઉદ ઈબ્રાહિમના હકદાર રિયાઝ ભાટીની નજીક હોવાની માહિતી પણ છે. 2017માં બિશપે રિયાઝ ભાટી પાસેથી મુંબઈમાં મિશનરીના જિમખાનાની જમીનનો 3 કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઈ પોલીસે રિયાઝ ભાટી પાસેથી ડીલનો કરાર જપ્ત કર્યો છે.

જીમખાનાની જમીનનો સોદો કર્યો હતો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિશપ પીસી સિંહે ધર્મ પરિવર્તન બાદ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. જે પછી ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયા સીએનઆઈએ મુંબઈમાં જોન વિલ્સન કોલેજ એન્ડ સોસાયટીની બાજુમાં આવેલી જમીન પર જીમખાનાનું નિર્માણ કર્યું છે. બિશપ પીસી સિંહ પણ CNI સેનેટમાં સભ્ય હતા. આ દરમિયાન બિશપ પીસી સિંહે રિયાઝ ભાટી સાથે તે જમીનનો સોદો કર્યો હતો. દરમિયાન, મુંબઈ પોલીસે રિયાઝ ભાટીની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં, તે સોદા માટેનો કરાર મળ્યો હતો. જેને પીસી સિંહે નકલી ગણાવ્યો હતો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

31 જુલાઈના રોજ ટ્રસ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું

તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય 9 જુલાઈના રોજ UCNI ચર્ચ યુનિયનના સ્થાપક મિશન ટ્રસ્ટી બોર્ડની બેઠક બોલાવ્યા બાદ લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ચર્ચમાં ધાર્મિક કાર્ય માટે અને ચર્ચની મિલકતોની સુરક્ષા માટે કરવામાં આવી હતી. આ પછી, 31 જુલાઈએ, ટ્રસ્ટની જનરલ બોડીની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Published On - 1:03 pm, Mon, 12 September 22

Next Article