Biparjoy in Rajasthan: રાજસ્થાનમાં બિપરજોયનો કહેર, ભારે વરસાદના કારણે અનેક શહેર ડૂબ્યા, જનજીવન પણ પ્રભાવિત, જુઓ VIDEO
રાજસ્થાનના જેસલમેર, બિકાનેર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જાલોર, સિરોહી અને બાડમેર જિલ્લામાં ચક્રવાતી તોફાન 'બિપરજોય'ના કારણે ભારે વરસાદને કારણે લોકો પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. SDRFની ટીમે 59 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે.

ગુજરાતના કચ્છ બાદ રાજસ્થાનમાં બિપરજોય તોફાનનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. ત્યારે પડતા પર પાટુ સમાન જાલોર જિલ્લાના સાંચોરમાં બંધ તૂટવાને કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ડેમ તૂટવાને કારણે નર્મદા લિફ્ટ કેનાલમાં પાણીની આવક વધી હતી. જેના કારણે કેનાલ પણ તૂટી ગઈ હતી. હવે સૌથી વધુ ખતરો સાંચોર શહેર પર મંડરાયો છે.
ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં
અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાની અસરને કારણે રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને આ ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અજમેરની હોસ્પિટલના વોર્ડથી લઈને આઈસીયુ સુધી પાણી ભરાઈ ગયા છે. જેસલમેર, બિકાનેર સહિત રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ હાલ પર ચાલુ છે. બિપરજોય વાવાઝોડા બાદ કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પર સર્જાઈ રહી છે. ત્યારે સમસ્યાને જોતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
#Rajasthan | Several areas of #Ajmer continue to remain waterlogged after rainfall. Visuals from this morning. #Monsoon2023 pic.twitter.com/Lb2vLDtLBA
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
રાજસ્થાનના જેસલમેર, બિકાનેર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જાલોર, સિરોહી અને બાડમેર જિલ્લામાં ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ના કારણે ભારે વરસાદને કારણે લોકો પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. SDRFની ટીમે 59 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જાલોર, સિરોહી, બાડમેર અને પાલીના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે ‘બિપરજોય’ ચક્રવાતને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાત કરી હતી. સ્થિતિ નિયંત્રણમાં છે અને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
24 કલાકમાં અતી ભારે વરસાદ
ડિઝાસ્ટર રિલીફ એન્ડ મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે સવારથી સાંજ સુધીમાં પાલીના એરન પુરા રોડમાં 226 મિલીમીટર (એમએમ), સિરોહીમાં 155 મિલીમીટર, જાલોરમાં 123 મિમી અને જોધપુર શહેરમાં 91 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી જાલોરના ચિતલવાનામાં 336 મીમી, જસવંતપુરામાં 291 મીમી, રાનીવાડામાં 317 મીમી, શિવગંજમાં 315 મીમી, સુમેરપુરમાં 270 મીમી, ચોહટનમાં 266 મીમી, ચોહટનમાં 256 મીમી, 256 મીમી, ડી. રાનીમાં, રેવધારમાં 243 મીમી, બાલીમાં 240 મીમી વરસાદ નોંધાયો છે. અન્ય ઘણી જગ્યાએ 203 મીમી થી 67 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો.
જયપુર હવામાન કેન્દ્રના પ્રભારી રાધેશ્યામ શર્માએ જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના ચાર જિલ્લામાં અત્યાર સુધીમાં ભારે વરસાદ (200 મીમીથી વધુ વરસાદ) નોંધાયો છે. તેમાં જાલોર, સિરોહી, બાડમેર અને પાલી જિલ્લાનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યના અન્ય ઘણા ભાગોમાં અત્યાર સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. હાલમાં પાલી, રાજસમંદ, અજમેર, ઉદયપુર જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. તેમણે કહ્યું કે આગામી કલાકોમાં અજમેર અને ઉદયપુર ડિવિઝનના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
રાજસ્થાનના કેટલાક શહેરોમાં રેડ અલર્ટ
આ દરમિયાન વિભાગે પાલી, સિરોહી, રાજસમંદ અને ઉદયપુરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અજમેર, ભીલવાડા, ચિત્તોડગઢ, ડુંગરપુર, ટોંક, બુંદી, જયપુર, નાગૌર અને જાલોરમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે રાજ્યના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો – હનુમાનગઢ, ગંગાનગર, ચુરુ અને બિકાનેરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.