પંજાબમાં કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળને મોટો ફટકો, પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા

|

Jun 04, 2022 | 11:38 PM

મોહાલીના ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બલબીર સિદ્ધુ અગાઉની કોંગ્રેસ સરકારમાં આરોગ્ય મંત્રી હતા. જ્યારે રામપુરા ફૂલના ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગુરપ્રીત કાંગાર મહેસૂલ મંત્રી હતા.

પંજાબમાં કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળને મોટો ફટકો, પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા
many veteran leaders of the party joined BJP

Follow us on

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ(Congress) ને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ છાવણીના અનેક નેતાઓ આજે ભાજપમાં જોડાયા છે. શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસના ઘણા નેતાઓ આજે ચંદીગઢ(Chandigarh)માં બીજેપી કાર્યાલયમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. ભાજપમાં સામેલ થનારા કોંગ્રેસી નેતાઓમાં રાજકુમાર વેરકા, બલબીર સિંહ સિદ્ધુ, સુંદર શામ અરોરા, કમલજીત એસ ધિલ્લોન અને ગુરપ્રીત સિંહ કાંગરનો સમાવેશ થાય છે.

આ યાદીમાં બરનાલાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેવલ ધિલ્લોનનું નામ પણ સામેલ છે. તે જ સમયે, શિરોમણી અકાલી દળના પૂર્વ ધારાસભ્યો સરૂપ ચંદ સિંગલા અને મોહિન્દર કૌર જોશ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેઓ કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત અને સોમપ્રકાશ, પાર્ટીના રાજ્ય એકમના વડા અશ્વિની શર્મા અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દુષ્યંત ગૌતમ, તરુણ ચુગ, સુનીલ જાખડ અને મનજિંદર સિંહ સિરસાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

મોહાલીના મેયર પણ ભાજપમાં જોડાયા

મોહાલીના ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બલબીર સિદ્ધુ અગાઉની કોંગ્રેસ સરકારમાં આરોગ્ય મંત્રી હતા. જ્યારે રામપુરા ફૂલના ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગુરપ્રીત કાંગાર મહેસૂલ મંત્રી હતા. વેરકા માઝા ક્ષેત્રના અગ્રણી દલિત નેતા છે અને ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ અગાઉની સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ અને લઘુમતી બાબતોના મંત્રી હતા. હોશિયારપુરના પૂર્વ ધારાસભ્ય સુંદર શામ અરોરા અગાઉની કોંગ્રેસ સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી હતા. બલબીર સિદ્ધુના ભાઈ અને મોહાલીના મેયર અમરજીત સિંહ સિદ્ધુ પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભાજપમાં જોડાયા બાદ બલબીર સિંહ સિદ્ધુએ કહ્યું, ‘હું 30-32 વર્ષની ઉંમરથી કોંગ્રેસમાં છું. હવે હું 60 વર્ષનો છું. પાર્ટી માટે લોહી અને પરસેવાથી કામ કર્યું. જો કે કોંગ્રેસ પોતાના કાર્યકરોની ઓળખ કરતી નથી. જ્યારે પીએમ મોદીજી અને અમિત શાહ જી તેમના કાર્યકર્તાઓ જે રીતે કામ કરે છે તેનો શ્રેય તેમના કાર્યકર્તાઓને આપે છે.” તે જ સમયે બીજેપી નેતા સુનીલ જાખરે કહ્યું, ‘કોંગ્રેસે જોવું જોઈએ કે આવા અનુભવી નેતાઓ અને કાર્યકરો પાર્ટી કેમ છોડી રહ્યા છે. જો તેઓ દેશ પ્રત્યે તેમની નિષ્ઠાનું વચન આપી શકતા નથી અને પક્ષની ખામીઓને દૂર કરી શકતા નથી, તો તેઓ વિરોધપક્ષ તરીકેનો દરજ્જો પણ ગુમાવી શકે છે.

Published On - 11:37 pm, Sat, 4 June 22

Next Article