AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur Violence: દેશ માટે સિલ્વર મેડલ જીતી રડી પડી ભારતીય વેઈટલિફ્ટર બિંદિયારાની દેવી, કહ્યું- માતા-પિતા સાથે નથી થઈ રહી વાત

બિદિયારાની દેવીએ એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું ખાતું ખોલાવ્યું, પરંતુ તે પછી તે પોતાના પરિવારની સુરક્ષાની ચિંતામાં રડવા લાગી હતી.

Manipur Violence: દેશ માટે સિલ્વર મેડલ જીતી રડી પડી ભારતીય વેઈટલિફ્ટર બિંદિયારાની દેવી, કહ્યું- માતા-પિતા સાથે નથી થઈ રહી વાત
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 10:22 PM
Share

ભારતીય વેઈટલિફ્ટર બિંદિયારાની દેવીએ દક્ષિણ કોરિયામાં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે આખા દેશને ખુશીઓ આપી, પરંતુ જીત પછી તે પોતે રડી પડી હતી, તેનું કારણ માતા-પિતા સાથે વાત ન થઈ શકવાનું છે. બિંદિયારાનીને એ પણ ખબર નથી કે તેના મેડલના સમાચાર તેના પરિવાર સુધી પહોંચ્યા છે કે નહીં.

આ પણ વાચો: Manipur Violence: હિંસાને લઈ કેનેડા સર્તક, પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

બિંદિયારાની તેના માતા-પિતાની સુરક્ષાને લઈને પણ ટેન્શનમાં છે. હકીકતમાં, મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. દેખાવકારો વચ્ચે જોતા જ ગોળીબાર કરવાનો પણ આદેશ છે. ત્યાં સુધી કે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા 2 દિવસથી બિંદિયારાની પરિવાર સાથે વાત પણ થઈ શકી નથી.

જીત મળ્યા બાદ રડી પડી

પીટીઆઈના સમાચાર મુજબ, જીત બાદ બિંદિયા રડવા લાગી હતી. તેણે કહ્યું કે દરેક મેચ પહેલા તેની માતા તેને ફોન કરીને આશીર્વાદ આપે છે, પરંતુ તે અહીં વાત કરી શકતી નથી. તેમણે કહ્યું કે તે ડરી ગઈ છે. મેચ પહેલા તેનું મન પણ રડવાનું કહી રહ્યું હતું.

ભારતનું ખાતું ખોલાવ્યું

ભારતની સ્ટાર વેઈટલિફ્ટર બિંદિયારાનીએ આ ટુર્નામેન્ટમાં 194 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. 24 વર્ષની બિંદિયારાનીએ ગયા વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે કુલ 202 કિલો વજન ઉપાડ્યું હતું, બિંદિયારાનીએ ક્લીન એન્ડ જર્કમાં 116 કિલો વજન ઉઠાવીને ગેમ્સ અને નેશનલ રેકોર્ડ તોડ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

મણિપુરમાં બહુમતી મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ તરીકે સામેલ કરવાની માંગ સામે 3 મેના રોજ એક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન, મણિપુર દ્વારા આયોજિત ‘આદિજાતિ એકતા માર્ચ’ને પગલે રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. આ અચાનક હિંસાએ મણિપુરના ઘણા જિલ્લાઓને ઘેરી લીધા હતા. તાત્કાલિક પગલાં લેતા, સરકારે હિંસા પર કાબૂ મેળવવા માટે રાજ્યમાં આસામ રાઇફલ્સ અને સેનાના એકમોને તૈનાત કર્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">