ભારત જોડો યાત્રા: 4 લોકોને વીજ કરંટ લાગ્યો, રાહુલ ગાંધી હોસ્પિટલ પહોંચી ઘાયલોને મળ્યા
કોંગ્રેસના (Congress) નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે યાત્રા દરમિયાન એક અપ્રિય ઘટના બની. રસ્તામાં ઈલેક્ટ્રીક પોલથી ચાર લોકોને વીજ કરંટ લાગ્યા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા.
કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રામાં (Bharat Jodo Yatra) અકસ્માત થયો છે. રસ્તામાં ચાલતી વખતે ઈલેક્ટ્રીક પોલ સાથે ચાર લોકો કરંટ લાગ્યા હતા. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે યાત્રા દરમિયાન એક અપ્રિય ઘટના બની. રસ્તામાં ઈલેક્ટ્રીક પોલથી ચાર લોકોને વીજ કરંટ લાગ્યા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા.
યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સિવિલ હોસ્પિટલ ન્યુ મોકા બલ્લારી પહોંચ્યા અને અકસ્માત દરમિયાન વીજ કરંટ લાગતા તમામ લોકોને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધીએ મને અને ધારાસભ્ય નાગેન્દ્રને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ મોકલી દીધા છે. અહીં તેની સારવાર ચાલી રહી છે. દરેક વ્યક્તિ ખતરાની બહાર છે. કોંગ્રેસે ચાર લોકોને એક-એક લાખની મદદની જાહેરાત પણ કરી છે.
Shri Rahul Gandhi visited the Civil Hospital, New Moka, Ballary and met up with all the friends, who had got the electric shock during an accident in Yatra to know their well being.
Spirit of #BharatJodoYatra is to care for each other with love and compassion. Proud of Rahulji. pic.twitter.com/huUToWb5wH
— Randeep Singh Surjewala (@rssurjewala) October 16, 2022
બલ્લારી સાથે છે ગાંધી પરિવારનો સંબંધ
બલ્લારીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજ્ય સાથેના તેમના પરિવારના જોડાણને યાદ કર્યું. તેમણે બલ્લારીનો ઉલ્લેખ કર્યો, જ્યાંથી તેમની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 1999માં લોકસભા ચૂંટણી જીતી હતી. ગાંધીએ જણાવ્યું હતું કે તેમના દાદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીએ ચિક્કમગલુરુ લોકસભા મતવિસ્તારમાંથી 1978ની ચૂંટણી લડી હતી અને જીતી હતી.
Today, an unfortunate incident happened in yatra when 4 persons got minor electric shock near Moka town in Ballary.
Sh. Rahul Gandhi deputed me and Nagendra, MLA to visit the Civil Hospital. God is kind as everyone is fine.
INC will give ₹1 Lakh financial help to all four. pic.twitter.com/yTN7EyxTYD
— Randeep Singh Surjewala (@rssurjewala) October 16, 2022
મારી માતાએ અહીંથી ચૂંટણી લડી હતી: રાહુલ ગાંધી
તેમની ભારત જોડો યાત્રાના ભાગ રૂપે અહીં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું, મારા પરિવાર અને બલ્લારીનો જૂનો સંબંધ છે. મારી માતા અહીંથી ચૂંટણી લડ્યા હતા અને બલ્લારીના લોકોના સમર્થનને કારણે ચૂંટાયા હતા. ગાંધીએ કહ્યું, મારી દાદી ઈન્દિરા ગાંધીએ ચિક્કમગલુરુથી ચૂંટણી લડ્યા હતા. તેથી, હું તે ભૂલી શકતો નથી. તેમણે 1000 કિમીની પગપાળા યાત્રા પૂર્ણ થવા પર એક જાહેર સભાને સંબોધિત કરી હતી.