જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ સાથે આજે ‘ભારત બંધ’

જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ સાથે આજે 'ભારત બંધ'
'Bharat Bandh' today

આખા દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી (demand for caste-based census) એ મુખ્ય મુદ્દો છે. આ મુદ્દે ઘણા રાજ્યોમાંથી માંગણી થઈ રહી છે પરંતુ કેન્દ્ર સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

May 25, 2022 | 10:00 AM

પછાત અને અલ્પસંખ્યક સમુદાય સંઘના સભ્યો દ્વારા ભારત બંધનું (Bharat bandh) આહ્વવાન કર્યા બાદ દેશના ઘણા ભાગમાં દેશવ્યાપી હડતાળ છે. બામસેફ (BAMCEF)ના અધ્યક્ષ વામન મેશ્રામે કહ્યું કે અમારા ભારત બંધ આંદોલનને રાષ્ટ્રીય પરિવર્તન મોર્ચા, ભારત મુક્તિ મોર્ચા સહિત અન્ય ઘણા સંગઠનોએ સમર્થન આપ્યું છે. આખા દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી (demand for caste-based census) એ મુખ્ય મુદ્દો છે. આ મુદ્દે ઘણા રાજ્યોમાંથી માંગણી થઈ રહી છે પરંતુ કેન્દ્ર સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

અન્ય પછાત વર્ગ (OBC) અને અલ્પસંખ્યક સમૂહો માટે જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરવા બદલ અખિલ ભારતીય પછાત વર્ગ અને અલ્પસંખ્યક મુદાય કર્મચારી મહાસંઘ એટલે કે બામસેફ (The All India Backward and Minority Communities Employees Federation )દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાહન કરવામાં આવ્યું હતું. બહુજન મુક્તિ પાર્ટી બીએમપીના સહારનપુર જિલ્લા અધ્યક્ષે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. અહેવાલ અનુસાર બંધ ને બહુજન ક્રાંતિ મોર્ચાના રાષ્ટ્રીય સંયોજક વામન મેશ્રામ, રાષ્ટ્રીય પરિવર્તન મોરચા, સહિત ભારત મુક્તિ મોર્ચા અને બહુજન ક્રાંતિ મોરચા અને તેની સાથે જોડાયેલા સંગઠનો દ્વારા સમર્થ મળ્યું છે. જોકે કોઈ મોટા રાજકીય દળે હજી સુધી બંધને સમર્થન આપ્યું નથી.

ભારત બંધ માટેની પ્રમુખ માંગણી

આખા દેશમાં જાતિ આધારિત જનગણના એ આ હડતાળ માટેનો મુખ્ય મુદ્દો છે. આ અંગે પહેલા પણ ઘણા રાજ્યોએ માંગણી કરી છે. પરંતુ હજી સુધી કેન્દ્રએ આ અંગે કોઈ નિર્ણય કર્યો નથી. કેટલીક અન્ય માંગણીઓ પૈકી ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ ન કરવો એ પણ છે. સાથે જ ખાનગી ક્ષેત્રમાં એસસી, એસટી અને ઓબીસીને અનામત, ખેડૂતોને MSPની ગેરંટી તથા NRCને લાગુ ન કરવા અને જૂની પેન્શન યોજનાને ફરીથી શરૂ કરવા માંગણી કરી છે. ઓડિશા , મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણીમાં ઓબીસી અનામતમાં પૃથક નિર્વાચન ક્ષેત્ર પણ મહત્વનો મુદ્દો છે.

ભારત બંધની અસર

દેશની રાજધાની દિલ્લીમાં ભારત બંધની અસર ઓછી જોવા મળે તેવી શકયતા છે. ઉત્તર પ્રદેશ તેમજ મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં દુકાનો અને સાર્વજનિક વાહનવ્યવહાર બંધ રહેવાની શક્યતા છે. જેથી જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો સરકારી અને ખાનગી કાર્યલય તથા શાળા સામાન્ય રૂપે કામ કરે તેવી શક્યતા છે. અત્યાર સુધી બસ, રિક્ષા, ઓલા ઉબેર કેબના કામમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati