AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંગાળ: જિલ્લા મેજિસ્ટ્રેટ્સને હાઇકોર્ટની સૂચના – રેલીઓ પર નજર રાખો, જરૂરી હોય તો કલમ 144 લાગુ કરો

બંગાળની ચૂંટણી અને બંગાળનો કોરોના બંને હવે ચર્ચામાં છે. કલકત્તા હાઈકોર્ટે હવે જીલ્લા અધિકારીઓને ચૂંટણી રેલીઓ પર નજર રાખવા કહ્યું છે.

બંગાળ: જિલ્લા મેજિસ્ટ્રેટ્સને હાઇકોર્ટની સૂચના - રેલીઓ પર નજર રાખો, જરૂરી હોય તો કલમ 144 લાગુ કરો
ચૂંટણી પ્રચાર (Photo - PTI)
| Updated on: Apr 14, 2021 | 1:24 PM
Share

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે રાજ્યમાં રાજકીય પક્ષોની રેલીઓનો દોર ચાલી રહ્યો છે. બંગાળમાં રેલીઓ દરમિયાન, કોરોના વાયરસ અંગે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનો માજક બનાવવામાં આવી રહ્યો છે.

આવી સ્થિતિમાં કલકત્તા હાઈકોર્ટે હવે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે રાજકીય કાર્યક્રમમાં જિલ્લા મેજિસ્ટ્રેટ્સને કોરોનાની સ્થિતિ પર નજર રાખવા જણાવ્યું છે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે જો તેમને કોરોનાની સ્થિતિ તપાસવી. જો સામાજિક અંતરને અનુસરવામાં ના આવે તો તે માટે કલમ 144 પણ લાગુ કરી દે.

કોર્ટે કહ્યું છે કે બંગાળના તમામ જિલ્લાઓમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન, જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારીઓની જવાબદારી છે કે તેઓ કોરોનાના નિયમોનું કડક પાલન કરાવે. ચૂંટણી દરમિયાન, ચૂંટણી પંચે જારી કરેલા માર્ગદર્શિકાનું કડક પાલન કરવું જોઈએ. કોર્ટે કહ્યું કે કોરોનામાં પ્રવર્તતી ભયાનક પરિસ્થિતિ વચ્ચે, જો નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે કલમ 144 લાગુ કરવી પડે, તો તે પણ કરવામાં આવે. કોર્ટે કહ્યું કે આ દરમિયાન તમામે કાર્યક્રમોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત હોવું જોઈએ. સેનિટાઇઝર પણ દરેક જગ્યાએ ઉપલબ્ધ હોવું જોઈએ. ભેગા થવા દરમિયાન કોરોના સંબંધિત નિયમોનું સખતપણે પાલન કરવું જોઈએ.

નિયામોની ઉડી રહી છે મજાક

બંગાળમાં ચાર તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પાંચમા તબક્કા માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. દેશભરમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. કોરોનાના વધતા જતા કેસોથી કોઈ રાજકીય પક્ષ શિખ્યો નથી અને નિયમોને બાજુમાં રાખીને રેલીઓ અથવા રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલીઓમાં, ન તો કોઈ માસ્ક લાગુ કરવામાં આવી રહ્યું છે અને ન કોઈ સામાજિક અંતરને અનુસરી રહ્યું છે. હવે જોવાનું એ છે કે હાઈકોર્ટના આ કહેવા બાદ કેટલી રેલીઓમાં કોરોનાના નિયમોનું પાલન થાય છે. અને પાલન ન થવા પર કેટલી રેલીઓ પર 144 લાગે છે.

આ પણ વાંચો: સુરતમાં કોરોનાના કહેર વચ્ચે હવનયજ્ઞ, કોવિડ હોસ્પિટલ નજીક VHPના મહિલા સભ્યોએ કર્યો હવનયજ્ઞ

આ પણ વાંચો : વિવાદિત નિવેદનોની ‘તીરથ યાત્રા’, જાણો કુંભમાં કોરોનાને લઈને શું કહ્યું CM તીરથસિંહ રાવતે

g clip-path="url(#clip0_868_265)">