
“મે ઝાલમુડી ખાધી પરંતુ તેની ઝાલ (તીખાશ) તૃણમુલને લાગી.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બંગાળ ખાતેની રેલીમાં આ વાત કહી હતી. પ્રચાર દરમિયાન બંગાળમાં સત્તાધારી પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝાલમુડી ખાવા પર ખૂબ મજાક ઉડાવી હત. જે બાદ સાવ સામાન્ય નજીવી લાગતી ઝાલમુડીને અચાનક હેડલાઈન બની ગઈ. હાલ એવુ લાગે છે કે ભાજપનો સારો સમય આવી ગયો છે. કારણ કે ઝાલગ્રામ જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો પર જીતનો પરચમ લહેરાવવાની તૈયારીમાં છે. અત્યાર સુધીના વલણો પ્રમાણે સવારથી બીજેપી ઝાલગ્રામની ચારેય બેઠક પર લીડ કરી રહી છે. હાલ ભાજપ બંગાળમાં તેની પહેલી સરકાર બનાવવાની રાહ પર આગળ વધી રહી છે. ભાજપ માટે બંગાળ એવુ રાજ્ય છે જેને તેમણે ફાઈનલ ફ્રન્ટીયર (final frontier)ગણાવ્યુ હતુ.
ભાજપ બંગાળમાં ઝાલગ્રામ જિલ્લાની ચારેય વિધાનસભા સીટો નયાગ્રામ, ગોપીબલ્લભપુર, ઝાલગ્રામ અને બિનપુર આગળ ચાલી રહી છે. ઝાલગ્રામ રાજ્યના જંગલમહલ નો હિસ્સો છે. જે બંગાળના સૌથી ઓછા વિકસીત વિસ્તારોમાંથી એક છે. અહીંની વસ્તીમાં SC અને ST સમુદાયના લોકો 49% જેટલા છે. જે અહીંની નિર્ણાયક વોટબેંક પણ ગણાય છે. ત્યારે આ ચૂંટણીમાં આ સમુદાયે સંપૂર્ણપણે ભાજપનુ સમર્થન કર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે.
આપને જણાવી દઈએ કે ઝાલમુડી એ બંગાળનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફુડ છે, જે મમરા, દાલ, મગફળી, બટાટાના બારીક ટૂકડા અને બારીક પ્યાઝનું ચટપટુ મિશ્રણ હોય છે. આ સ્ટ્રીટ ફુડ પ્રત્યે લોકોની રુચિ ત્યારે ઔર વધી ગઈ જ્યારે એપ્રિલમાં પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ અચાનક ઝાલમુડીની દુકાન પાસે ઉભા રહીને ઝાલમુડીનો સ્વાદ માણ્યો હતો. આ દરમિયાન તેમણે ઝાલમુડી વેચનાર યુવકને 10 રૂપિયા પણ આપ્યા હતા
વડાપ્રધાનની આ ઝાલમુડી ખાવાની ઘટનાને TMC એ તુરંત જ નાટક ગણાવી હતી અને જણાવ્યુ કે પ્રચાર દરમિયાન PM એ જો કોઈ પૂર્વઆયોજન વિના ત્યાં ઉભા રહેવાનુ નક્કી કર્યુ હતુ તો ત્યાં કેમેરા કેવી રીતે હતા? આ સમગ્ર ઘટના પહેલેથી જ સ્ક્રિપ્ટેડ હતી. જો કે હાલ ઝાલગ્રામ જિલ્લાના પરિણામો જોતા એવુ લાગે છે કે વડાપ્રધાન મોદીનો ઝાલમુડી બ્રેક ઝાલગ્રામમાં TMC ને ભારે પડી ગયો છે.
આનો હેતુ બંગાળના લોકો સાથે ભાવનાત્મક જોડાણ બનાવવાનો હતો. ખાસ કરીને તેમના સૌથી પ્રિય અને પરંપરાગત નાસ્તાને ખાઈને PM મોદીએ બરાબર ત્યાંના લોકોની સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કર્યો. જે ‘સામાન્ય માણસ’ પ્રત્યેની તેમની નિકટતા દર્શાવે છે. TMC દ્વારા તેને “બાહિરાગોતો” VS “ભૂમિ-પુત્ર” (બાહરી VS સ્થાનિક ) સામેની ટક્કર બતાવવાની પણ એક લડત હતી. જો કે “ઝાલમુરી ઇફેક્ટે” એ ભાજપ માટે અજાયબીઓનું કામ કર્યું છે.
છેવટે, ઝાલમુરી ફક્ત એક નાસ્તો નથી નથી; પરંતુ એક એવો નાસ્તો છે જેની સાથે સ્થાનિક લોકોનુ ગાઢ જોડાણ છે. પીએમ મોદી આ હકીકતથી સારી રીતે વાકેફ હતા. તેથી જ તેમણે ગયા સપ્તાહે પ્રચાર દરમિયાન એવુ કહ્યુ હતુ કે 4 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થશે, ત્યારે ઝાલમુડી વહેંચવામાં આવશે.
બંગાળમાં તેમની છેલ્લી ચૂંટણી રેલીમાં બોલતા, પીએમ મોદીએ જાહેરાત કરી, “4 મેના રોજ, બંગાળમાં BJPની જીતની ઉજવણી કરશે; મીઠાઈઓ વહેંચવામાં આવશે, અને ઝાલમુરી પણ પીરસવામાં આવશે. બંગાળનો સ્વાદ હવે બદલવાનો છે.”