AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengal Election 2026: બંગાળમાં રેકોર્ડબ્રેક 92% થી વધુ મતદાન પર ચીફ જસ્ટીસ થયા ખુશ, સુપ્રીમ કોર્ટમાં પણ ચર્ચાયો મુદ્દો

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ગુરુવારે થયેલા પ્રથમ ચરણના મતદાનમાં બંપર મતદાને ચીફ જસ્ટિસ સૂર્યકાંતને પણ ખુશ કરી દીધા છે. શુક્રવારે CJI સૂર્યકાંતે રેકોર્ડબ્રેક મતદાન પર તેમની ખુશી વ્યક્ત કરી.

Bengal Election 2026: બંગાળમાં રેકોર્ડબ્રેક 92% થી વધુ મતદાન પર ચીફ જસ્ટીસ થયા ખુશ, સુપ્રીમ કોર્ટમાં પણ ચર્ચાયો મુદ્દો
| Updated on: Apr 24, 2026 | 2:44 PM
Share

બંગાળ વિધાનસભાનૂ ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનમાં મતદારોએ બંપર મતદાન કરી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેનાથી દેશની લોકશાહી અને બંધારણના રક્ષક સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત પણ ખુશખુશાલ જોવા મળ્યા. પ્રથમ ચરણના મતદાનમાં 92% થી વધુ મતદાન થયુ છે. જેના પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે તેમની ખુશી વ્યક્ત કરી.

બંગાળમાં બંપર મતદાનથી CJI સૂર્યકાંત ખુશ

સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવીજન (SIR) પર સુનાવણી દરમિયાન ગુરુવારે પ્રશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણમાં થયેલ બંપર વોટિંગનો મુદ્દો છવાયેલો રહ્યો. આ દરમિયાન CJI સૂર્યકાંતે પહેલા ચરણમાં થયેલા રેકોર્ડબ્રેક વોટિંગને લોકશાહી માટે સારુ ગણાવતા રાજીપો વ્યક્ત કર્યો.

શાંતિપૂર્ણ મતદાન માટે કેન્દ્રીય સુરક્ષાદળોની સરાહના

આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ પશ્ચિમ બંગાળમાં ભારે મતદાનની સરાહના કરી. તેમણે રાજ્યમાં શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન કરવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોની ભૂમિકાની પણ ખૂબ પ્રશંસા કરી.

બંગાળમાં પ્રથમ ચરણમાં 92.88% મતદાન

ચૂંટણી પંચે પ્રથમ ચરણના મતદાન માટે EVM ના તાજા આંકડા જાહેર કર્યા છે. તેમના મતે ત્યાં 92.88% મતદારોએ વોટ આપ્યા. જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. બેલેટ પેપરવાળા મતોની ગણતરી બાદ આ આંકડામાં હજુ વધારે થવાનું નક્કી છે.

સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલનો સંપર્ક કરવા કહ્યુ

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મતદાતા સૂચિમાંથી બહાર રહી ગયેલા લોકોને કહ્યુ છે કે તેમના પડતર મુદ્દાઓના નિરાકરણ માટે કોર્ટ તરફથી નિયુક્ત કરાયેલા ટ્રિબ્યુનલનો સંપર્ક કરે.

ટ્રિબ્યુનલને આઉટ-ઓફ-ટર્ન સુનાવણી કરવા કહ્યુ

સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલને પણ કહ્યુ છે કે જે લોકો વોટર લિસ્ટમાં તાત્કાલિક નામ દાખલ કરવા માટે સુનાવણી ઈચ્છે છે, તેમને આઉટ-ઓફ-ટર્ન જઈને તેની તક આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યુ કે મતદાતા સૂચિમાં ટકી રહેવાના સૌથી મહત્વપૂર્ણ અધિકારની અમે બાદમાં તપાસ કરશુ. (Input PTI)

મોંઘવારીનો ડામ અને પાણીની અછત, સુપર અલ નિનો નામનો કુદરતી પડકાર ભારતીય અર્થતંત્ર માટે છે મોટી ખતરાની ઘંટી- વાંચો

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">