બી શ્રીનિવાસન બન્યા NSGના નવા DG, સરકારે સત્તાવાર આદેશ જાહેર કર્યા

|

Aug 28, 2024 | 8:34 AM

અગાઉ શ્રીનિવાસન બિહાર પોલીસ એકેડમી, રાજગીરના ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. શ્રીનિવાસને જમ્મુ અને કાશ્મીર પોલીસના વિશેષ મહાનિર્દેશક નિયુક્ત નલિન પ્રભાતનું સ્થાન લીધું છે. સરકારે તેના સત્તાવાર આદેશમાં કહ્યું કે બી. શ્રીનિવાસનની નિમણૂક 31 ઓગસ્ટ 2027 સુધી રહેશે. આ પહેલા તેઓ ઘણા મહત્વના પદો પર કામ કરી ચુક્યા છે.

બી શ્રીનિવાસન બન્યા NSGના નવા DG, સરકારે સત્તાવાર આદેશ જાહેર કર્યા

Follow us on

NSG ની કમાન હવે વરિષ્ઠ IPS અધિકારીને સોંપવામાં આવી છે. બી. શ્રીનિવાસનને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીનિવાસન 1992 બેચના બિહાર કેડરના IPS અધિકારી છે અને સરકારે તેમની નિમણૂક અંગે સત્તાવાર આદેશ જાહેર કર્યો છે.

અગાઉ શ્રીનિવાસન બિહાર પોલીસ એકેડમી, રાજગીરના ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. શ્રીનિવાસને જમ્મુ અને કાશ્મીર પોલીસના વિશેષ મહાનિર્દેશક નિયુક્ત નલિન પ્રભાતનું સ્થાન લીધું છે. સરકારે તેના સત્તાવાર આદેશમાં કહ્યું કે બી. શ્રીનિવાસનની નિમણૂક 31 ઓગસ્ટ 2027 સુધી રહેશે. આ પહેલા તેઓ ઘણા મહત્વના પદો પર કામ કરી ચુક્યા છે.

બી શ્રીનિવાસને જમ્મુ અને કાશ્મીર પોલીસમાં વિશેષ મહાનિર્દેશક તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે રાજ્યમાં સુરક્ષાની સ્થિતિને સંભાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેઓ બિહાર પોલીસ એકેડમી, રાજગીરના ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ પદ સંભાળતી વખતે તેમણે પોલીસ તાલીમ અને સુધારા માટે અનેક નવી પહેલો શરૂ કરી.

આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024

NSGના ભૂતપૂર્વ મહાનિર્દેશકને J&Kની જવાબદારી સોંપવામાં આવી

તમને જણાવી દઈએ કે એનએસજીના પૂર્વ ડાયરેક્ટર જનરલ નલિન પ્રભાતને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા બાદ એનએસજી ડાયરેક્ટર જનરલનું પદ ખાલી હતું. 1992 બેચના આંધ્રપ્રદેશ કેડરના IPS અધિકારી નલિન પ્રભાતને જમ્મુ અને કાશ્મીર પોલીસના નવા વિશેષ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે 30 સપ્ટેમ્બરના રોજ વર્તમાન ડીજીપી આર.આર. સ્વેનનું સ્થાન લેશે.

આઈપીએસ અધિકારી બી. શ્રીનિવાસનને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ના મહાનિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક 31 ઓગસ્ટ 2027 સુધી રહેશે. એનએસજીના પૂર્વ મહાનિર્દેશક નલિન પ્રભાતને જમ્મુ અને કાશ્મીર પોલીસના વિશેષ મહાનિર્દેશક બનાવવામાં આવ્યા બાદ એનએસજીના મહાનિર્દેશકનું પદ ખાલી હતું.

NSG શું છે?

NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) એ ભારતનું એક વિશેષ સુરક્ષા દળ છે જેની રચના 22 સપ્ટેમ્બર, 1986ના રોજ કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદનો સામનો કરવાનો અને ગંભીર ગુનાઓને રોકવાનો છે. NSG કમાન્ડો એવા છે જેમની પરવાનગી વિના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પણ ફરકતા નથી. NSG કમાન્ડોને “બ્લેક કેટ કમાન્ડો” પણ કહેવામાં આવે છે.

 

Next Article