AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ સહીત દેશની 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલમાં આગામી 1લી મેથી આયુર્વેદ ક્લિનિકનો થશે પ્રારંભ

દેશભરમાં કુલ 37 કેન્ટોનમેન્ટ હોસ્પિટલોમાં આગામી તા. 1 મેથી તમામ લોકોને ભારતીય પરંપરાગત દવાઓનો અને આયુર્વેદ પ્રણાલીનો લાભ આપવા માટે આયુર્વેદ ક્લિનિક્સ શરૂ કરશે.

અમદાવાદ સહીત દેશની 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલમાં આગામી 1લી મેથી આયુર્વેદ ક્લિનિકનો થશે પ્રારંભ
Cantonment Hospital File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 7:27 PM
Share

ભારત દેશ (India) અત્યારે સતત વિકાસ પંથે છે. આપણી પાસે તો મહાન ચિકિત્સા પરંપરાનો શ્રેષ્ઠ વારસો રહેલો છે. સરળ અને વ્યાજબી ચિકિત્સા માટે ભારતીય પરંપરાગત આયુર્વેદ પ્રણાલીના (Aayurveda) લાભો વ્યાપક સંખ્યામાં લોકો સુધી પહોંચાડવાના દૃષ્ટિકોણ સાથે, કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય (Ministry of Defense) દ્વારા આગામી તા. 01/05/2022થી સમગ્ર દેશમાં 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોમાં આયુર્વેદ કેન્દ્રો કાર્યાન્વિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર અને આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાકેશ કોટેચા વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પગલાંથી સશસ્ત્ર દળના જવાનો, તેમના પરિવારો અને આ હોસ્પિટલોમાંથી આરોગ્ય સેવાઓ મેળવી રહેલા સામાન્ય નાગરિકો સહિત કેન્ટોન્મેન્ટના રહેવાસીઓને સારી રીતે સ્થાપવામાં આવેલી અને સમય અનુસાર પરખાયેલી આયુર્વેદ ઉપચાર ચિકિત્સાઓ ઉપલબ્ધ થશે.

આ પહેલને સમર્થન આપવા માટે, આયુષ મંત્રાલય દ્વારા આ 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોને કૌશલ્યવાન આયુષ ડૉક્ટરો અને ફાર્માસિસ્ટ પૂરા પાડવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બીજા મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ એસ્ટેટના મહાનિદેશાલય (DGDE)ના અધિકારીઓ અને આયુષ મંત્રાલયના અધિકારીઓ આ 37 આયુર્વેદ કેન્દ્રોની કામગીરીમાં ઘનિષ્ઠતાથી સહયોગ સાથે કામ કરશે.

અમે તમને જણાવી દઈએ કે, આ 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલ્સની યાદી નીચે મુજબ છે, કે જેમાં આયુર્વેદ કેન્દ્રો શરુ કરવામાં આવશે.

(1) આગ્રા (2) આલ્હાબાદ (3) બરેલી (4) દહેરાદૂન (5) મહુ (6) પંચમઢી (7) શાહજહાપુર (8) જબલપુર (9) બાદામીબાગ (10) બેરકપુર (11) અમદાવાદ (12) દેહુરોડ (13) ખડકી (14) સિંકદરાબાદ (15) દગશાઇ (16) ફીરોઝપુર (17) જલંધર (18) જમ્મુ (19) જતોગ (20) કસૌલી (21) ખાસ્યોલ (22) સુબાથુ (23) ઝાંસી (24)બબીના (25) રુડકી (26) દાણાપુર (27) કામ્પ્તી (28) રાણીખેત (29) લેંસડાઉન (30) રામગઢ (31) મથુરા (32) બેલગાંવ (33) મોરર (34) વેલિંગ્ટન (35) અમૃતસર (36) બાકલોહ (37) ડેલહાઉસી

આ પણ વાંચો – 2020માં ભારતમાં 1.58 લાખથી વધુ ટુ-વ્હીલર રોડ અકસ્માત નોંધાયા હતા, સરકારે જાહેર કર્યા આંકડા

આ પણ વાંચો – ભારતીય વાયુદળે ઉજવી ‘ચેતક’ હેલિકોપ્ટરની ડાયમન્ડ જ્યુબિલી, જુઓ Photos

g clip-path="url(#clip0_868_265)">