અયોધ્યાના સરયૂ ઘાટમાં ગુજરાતી NRI મૂકશે સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે
આ ફ્લોટિંગ સ્ક્રીન 19 જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે અને આરતી ઘાટ પર લગાવવામાં આવશે. તેના પર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અને તેને લગતા કાર્યક્રમોની સાથે અયોધ્યાની વિકાસ યાત્રા પણ બતાવવામાં આવશે. મૂળ વડોદરાના યુવા ગુજરાતી NRI તેમજ સેન્ચુરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર જિજ્ઞેશ મહેતા ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન બનાવીને અયોધ્યા સરયૂ ઘાટમાં તરતી મૂકવા જઈ રહ્યા છે.
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું દેશના સૌથી મોટા ફ્લોટિંગ સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવશે. દિવ્ય અને આકર્ષક અયોધ્યાની સાથે શ્રી રામના જન્મસ્થળ પર બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરનો નજારો પણ જોઈ શકાશે.
આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા બાદ પણ ભક્તો અને અયોધ્યાવાસીઓ આ ફ્લોટિંગ સ્ક્રીન પર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જોઈ શકશે. 1100 ચોરસ ફૂટની આ ફ્લોટિંગ સ્ક્રીન ચૌધરી ચરણ સિંહ ઘાટ પર બનાવવામાં આવી રહી છે. તેના નિર્માણ માટે 70 જેટલા કારીગરો દિવસ-રાત કામ કરી રહ્યા છે.
આ ફ્લોટિંગ સ્ક્રીન 19 જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે અને ઘાટ પર લગાવવામાં આવશે. તેના પર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અને તેને લગતા કાર્યક્રમોની સાથે અયોધ્યાની વિકાસ યાત્રા પણ બતાવવામાં આવશે. અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશને ઓગસ્ટમાં આ મામલે સેન્ચ્યુરી હોસ્પિટાલિટી મેગાવર્સ એસોસિએટ સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા હતા. ફ્લોટિંગ સ્ક્રીન લગાવવા પાછળનો વિચાર અયોધ્યાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને ભારત અને વિદેશથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને બતાવવાનો છે.
મૂળ વડોદરાના યુવા ગુજરાતી NRI તેમજ સેન્ચુરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર જિજ્ઞેશ મહેતા ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન બનાવીને અયોધ્યા સરયૂ ઘાટમાં તરતી મૂકવા જઈ રહ્યા છે. સ્ક્રીનની સાઇઝ 1100 ચોરસ ફૂટ છે. ફ્લોટિંગ સ્ક્રીનનું બાંધકામ નવેમ્બરમાં શરૂ થયું હતું અને 19 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
આ ફ્લોટિંગ સ્ક્રીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મેડ ઇન ઇન્ડિયા યોજના હેઠળ બનાવવામાં આવી રહી છે. હાલમાં આ ફ્લોટિંગ સ્ક્રીન બાયોડીઝલ પર ઓપરેટ કરવામાં આવશે. પરંતુ ભવિષ્યમાં તેને સોલારથી ઓપરેટ કરવાની યોજના છે.
આ પણ વાંચો અયોધ્યામાં જમીન ખરીદવા માંગો છો, તો આ નિયમ જાણવા જરૂરી, જાણો કેટલી છે કિંમત